________________
સાવલા
અસંખ્ય સ્થાનો હોઈ શકે. એ પ્રત્યેક સ્થાનનો રસ જુદો જુદો હોય. રસ એટલે શકિત. તે વખતે એ ક્રોધમાં ચેતન પોતે પોતાની કેટલી શકિત વાપરે છે એ પ્રમાણે એ પરમાણુઓમાં રચના થાય છે. ઘાટ ઘડાય છે. આવી પ્રક્રિયા સમયે સમયે અંદર સતત ચાલુ જ રહે છે. અર્થાત્ પ્રોડકશન મીલ એક સમય માટે પણ બંધ રહેતી નથી. અને પ્રત્યેક સમયે સમયે કરીને અનંત કાળથી આ રચના થતી આવી છે.
એ રચના પછી નિર્માણ અને આ નિર્માણ થયા પછી ચેતન પોતે પ્રત્યક્ષ અનુભવ કરે છે. ને એ અનુભવ વખતે ફેર અધ્યવસાય થાય છે.
તો વાસ્તવમાં શું થાય છે?
એક વખત એક અધ્યવસાય ઊઠયો એ નિમિત્તે કમરચના થઈ. જેને દ્રવ્યકર્મ કહે છે. એ દ્રવ્યકર્મ પોતાના સક્રિય થવાના સ્વકાળે સક્રિય થાય છે. એ જયારે સક્રિય થાય છે. એ વખતે અંદર એવો તરંગ ઊઠે, ઊઠી શકે, એ જાતની ભૂમિકા રચે છે. અને ભૂમિકા રચાય ત્યારે ચેતન તત્ત્વ એને આધીન બને તો ફેર એવા પ્રકારનો જ અધ્યવસાય થાય. એટલે કોઈ પણ દ્રવ્યકર્મ, થતા અધ્યવસાયમાં નિમિત્ત બની શકે અને કોઈ પણ અધ્યવસાય કર્મરચનામાં નિમિત્ત બની શકે.
આ વર્તુળ કયાંથી ભેદાય? એવું કામ કરવા માટે કઈ પળ (ક્ષણ) છે? તમામ ધર્મશાસ્ત્રોની સાર્થકતા આ સમજાવવામાં છે. એ પળ (ક્ષણ) છે, દ્રવ્ય કર્મ જયારે સ્વકાળે સક્રિય બને છે અને એ બનવાનું જ, એ સક્રિય બને ત્યારે ચેતના સામેથી જો પ્રત્યાઘાત ન આપે તો એ વર્તુળ ભેદાય, અર્થાત્ એ નિશ્ચિત કાળમાં કામ કરનારું દ્રવ્યકર્મ સક્રિય બન્યું પણ પ્રત્યાઘાત ન મળ્યો એટલે એ ગયું.
એટલે દ્રવ્યકર્મ જયારે સ્વકાળે સક્રિય બને છે ત્યારે તમે સક્રિય હો પણ એ દ્રવ્યકર્મ પ્રત્યે સક્રિય ન હો એનો અર્થ પ્રત્યાઘાત નહીં. તમે સક્રિય હો એનો અર્થ તમારા સ્વભાવમાં તમે રમતા હો. સ્વભાવમાં રમવું એ તમારા પ્રત્યે સક્રિયતા છે અને તે બિલકુલ કુદરતી, સ્વાભાવિક છે અને એ બળ જ્ઞાનનું છે. દ્રવ્યકર્મ તમને સક્રિય બનાવી ન શકે. એટલે દ્રવ્યકર્મ તરફ તમે સક્રિય નહીં. એનો અર્થ દ્રવ્યકર્મ નિમિત્તક પ્રતિઅધ્યવસાય નહીં.
દરેક સમયે સમયે દરેક સમયનું નિશ્ચિત દ્રવ્યકર્મ સક્રિય છે. ધારો કે તમે એક વખત અધ્યવસાયને પ્રત્યાધાત ન આપ્યો એટલે પૂરું થયું? ના, તમે આ પળ પહેલાં જેટલી દ્રવ્યકર્મની ધ્વસ્થા કરી રાખી હોય એ તમામ વખતે પ્રત્યાઘાત ન આપો અને ૪૮ મિનીટ સતત પસાર કરો તો ફેંસલો થાય. કેવળજ્ઞાન (પૂર્ણ આત્મજ્ઞાન) પ્રગટ થાય અને સમગ્ર કર્મની રચના તૂટી પડે.
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org