Book Title: Bodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 11
________________ નાખે તેમ કર્મશત્રુ ઊંચું માથું કરવા દેતો નથી, તો આપનાં દર્શન અને મરણનું નિરંતર વહન ચાલુ રહે તેવું ક્યાંથી બને? એવો ભાગ્યશાળી હોત તો આટલો મોડો શા માટે જન્મે કે આપનાં સ્થૂળ દર્શનનો પણ લાભ ન મળ્યો? પણ થઈ તે થઈ. જાગૃતિના કાળમાં તો આવા સારા વાતાવરણમાં આપની યાદી આપની કૃપાએ કોઈ ને કોઈ રૂપમાં અવારનવાર આવતી રહે પણ હે પ્રભુ ! સ્વપ્નદશાથી તો ત્રાહિ ત્રાહિ મામ્ ! “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સંમત કરત પણ જગતની મોહિની સંમત થતી નથી.' એ આપનું વાક્ય અપૂર્વ લાગે છે. નિદ્રા તો જાણે પૂર્વની વેરણ હોય તેમ ગમે તે પ્રકારે દિવસના ચોવીસ કલાકમાંથી પોતાનો હિસ્સો વહેલીમોડી છોડતી જ નથી, અને તેના પાશમાં પડ્યા એટલે જાણે નવો ભવ જ આવ્યો હોય તેમ ન સાંભરે આદેશ કે ન સાંભરે મનુષ્યભવનું અમૂલ્યપણું કે ન સાંભરે ઉત્તમ કુળ કે ન સાંભરે સત્પષનો બોધ કે કાંઈ નહીં, જાણે જંગલનું રોઝ હોય તેવો જીવ કોરો ધાકોડ જેવો પશુવતુ બની જાય છે. ખરે ! સર્વઘાતી પ્રકૃતિ તે સર્વઘાતી જ છે. હે પ્રભુ ! અમર અજર અવિનાશીનો ઘાત કરનારી પ્રકૃતિનો હું ક્યારે સંપૂર્ણ ક્ષય કરી સર્વ પ્રકારનાં દર્શનાવરણથી રહિત થઈ તારું જ નિરંતર દર્શન કરીશ? આપની શુભ આશિષ ઇચ્છી આજનો આ લવારો પૂરો કરી તારા પરમ પવિત્ર સ્મરણમાં વૃત્તિ વાળું છું. એ જ સહજત્મસ્વરૂપની નિરંતર ભાવનાનો કામી આપનો દાસાનુદાસ બ્રહ્મચારી. | Tોતુ મને ચાહ્યાવં શિણાતુ છિન્નસંશયાઃ || કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાએ તમારા.” (બી-૩, પૃ.૧૮, આંક ૪) राजचंद्रस्वरूपे मे भावना भवनाशिनी । असंग संगतिर्यत्र परमात्म प्रकाशिनी ॥ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને ત્રિકરણયોગે અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો ! નમસ્કાર હો! ભાવદયાસાગર ભગવાન, પરમપુરુષાર્થપ્રેરક, સદા જાગૃતિમાં રાખનાર નિયંતા દેવ, પરમ પ્રગટ પુરુષોત્તમસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પ્રભુની પવિત્ર સેવામાં આ અધિકારી અલ્પજ્ઞ, તારું આલંબન ગ્રહીને આ ભવ ગાળવા ઇચ્છનાર દીનદાસના દોષો સામું ન જોતાં દયા લાવી સર્વ પ્રકારે આજ સુધી કંઈ આશાતના, અભક્તિ, અવિનય કે કંઇ અનુચિત વર્તન થયું હોય તેની ક્ષમા આપશો અને નમ્રભાવે પ્રદર્શિત કરેલા નમસ્કાર સ્વીકારશોજી પ્રભુ ! અહો ! મૌન મુનિવર ! આટઆટલી સમૃદ્ધિ છતાં શી તારી ગંભીરતા ! અહો ! તારી સમતા ! અહો ! પરમકૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા ! એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે ! આજ દિન સુધીનો આ જીવનો વ્યાપાર જોઇ જઉં છું ત્યારે સરવાળે દેવાળું કાઢવા જેવો જોગ જણાય છે. અરેરે ! ક્યાં આપની તેર વર્ષ સુધીની દર્શાવેલી સમુચ્ચયવયચર્યા અને ક્યાં આ બાળકની આજ સુધીની અજ્ઞાનતા ! હે પ્રભુ! ઇન્દ્રિયોને આકર્ષક કોઈ વસ્તુ આવી કે પાધરી વૃત્તિ ત્યાં દોડે, પછી આંખ, મુખ ગમે ત્યાં રોકાયેલાં હોય પણ મન તો સરોવરમાં પથરો પડતાં ખળભળાટ થાય તેમ ઝણઝણી ઊઠે. આ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 778