Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 253
________________ ૨૪૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ગીતાર્થ થયા. એકલ વિહારને ધારણ કરનાર ભિક્ષાને માટે સાકેતપુરમાં પ્રવેશેલા કોઈપણ રીતે સહદેવી વડે જોવાયા. પછી નગરમાંથી તેમને હંકાવી કઢાવ્યા. મારા પુત્રને પણ છળ કરીને આ લોકો હરી ન જાય તેથી ભય પામેલી સહદેવીએ બીજા પણ સર્વ પાખંડીઓને નગરમાંથી દૂર કરાવ્યા. પછી રડતી ધાવમાતાને સુકોશલ રાજાએ હકીકત પૂછી. ધાવમાતાએ કહ્યું કે તારા કીર્તિધર પિતા રાજાએ તને રાજ્ય સોંપીને દીક્ષા લીધી છે તે આજે અહીં આવેલા હતા. તેને તારી માતાએ દુષ્ટ પુરુષોવડે નગરમાંથી હટાવી કાઢયા છે (૨૯) ઇત્યાદિ તેની પાસેથી સાંભળીને પછી રાજા પિતામુનિ પાસે જઈને વાંદે છે અને શુદ્ધ ભૂમિ પર બેસે છે. પછી પ્રણામ કરીને રાજર્ષિને કહ્યું કે હે તાત! હે જગતવત્સલ ! ભવસમુદ્રમાં ડૂબતા એવા મારી તમે કેમ ઉપેક્ષા કરી ? હે સ્વામિનું! રાજ્ય સાવદ્યમય છે, દુર્ગતિનું કારણ છે એ પ્રમાણે તમે નિશ્ચય કર્યો તો પછી મને અનિષ્ટ ફળવાળું આ રાજ્ય શા માટે આપ્યું? તેથી પોતાના હાથે પ્રસાદી કરાયેલી એવી જિન દીક્ષા રૂપી વિપુલ નાવડીથી મને પણ આ ભયંકર ભવ સાગરથી પાર ઉતારો.(૩૩) તને ધર્મમાં અવિપ્ન થાઓ, રાજ્ય વગેરેમાં પ્રતિબંધ (રાગ) ન કરો. એ પ્રમાણે મુનિવરે કહ્યું ત્યારે ત્યાં વિચિત્રમાલા નામની ગર્ભવતી સ્ત્રી મંત્રીગણની સાથે ત્યાં આવી અને મસ્તકપર મુકાયેલ છે સુપ્રશસ્ત હાથોનો પુટ જેની વડે એવી તે (અર્થાત્ અંજલિ જોડીને) રાજાને પ્રાર્થના કરે છે કે હે સ્વામિનું! અનાથ રાજ્યને ન છોડો. તેથી જ્યાં સુધી તમને પુત્ર સંતતિ થાય ત્યાં સુધી કરુણાથી રાહ જુઓ. પ્રયત્નથી પ્રજાનું પાલન કરવું એ પણ શું ધર્મ નથી ?પછી મંત્રીઓએ તેની વાતનું સમર્થન કર્યું. ફરી કરાયેલી પ્રાર્થનાને સાંભળીને સુકોશલ રાજાએ કહ્યું કે તારા ગર્ભમાં જે પુત્ર છે તે મારાવડે રાજ્યપર અભિષેક કરાયો છે. આ બાબતમાં અહીં બીજા કોઈએ પણ કંઈપણ ન કહેવું. આરંભમાં મારું મન રાગી થતું નથી એ પ્રમાણે કહીને તથા યથાયોગ્ય સર્વ પરિજનને શિખામણ આપીને સુકોશલ રાજાએ પિતાની પાસે પ્રવ્રજ્યાને સ્વીકારી. ગીતાર્થ થયેલો પિતાની સાથે વિપુલ તપકર્મને આચરે છે અને ઘણી લબ્ધિવાળો ગ્રામ-આકરથી મંડિત પૃથ્વી તળ પર વિચરે છે. (૪૧) સહદેવી પણ લાંબો સમય પુત્રના વિયોગનો શોક કરીને, ખેદ પામીને આર્તધ્યાનને પામેલી મરીને ગિરિગુફામાં વાઘણ થઈ. પતિ અને પુત્ર બંને મુનિઓ પણ વર્ષાકાળ તે જ ગિરિપર રહે છે. ચઉમાસી તપ પૂરું થયા પછી તે બંને પણ મુનિઓ કાર્તિક વદ એકમના દિવસે પારણા નિમિત્તે વસતિમાં જતા તે વાઘણ વડે જોવાયા. પછી જાણે સાક્ષાત યમરાજની મૂર્તિ હોય તેમ આ વાઘણ તેઓની પાછળ દોડી. પ્રાણાંતિક ઉપસર્ગને જાણીને તે બંને પણ કાઉસ્સગ્નમાં શુભધ્યાનથી રહે છે અને પરમ ધ્યાનમાં લીન થયા પછી ગિરિકૂટ ઉપર વિજળી પડે તેની જેમ આ વાઘણ ઊછળીને સુકોશલ મુનિ પર ત્રાટકે છે અને ચપેટાથી હણે છે. તેને પૃથ્વીપર પાડીને પછી તુષ્ટ થયેલી વાઘણ ચર-ચર-ભક્ષણ કરાતા એવા તેના જીવતા શરીરની ચામડી અને માંસને ઉખેડે છે. અને લોહીને ગટગટાવે છે, કટકટ અવાજથી હાડકાઓને તોડે છે, તીક્ષ્ણ દાંત અને નખોથી માંસને ખેંચીને ખાય છે. હૃદયપર બેઠેલી મનમાં ખુશ થયેલી તે વાઘણ પુત્ર અને પતિના માંસ અને લોહીનું આ રીતે ભક્ષણ કરે છે. એ પ્રમાણે વાઘણવડે ભક્ષણ કરાતા તે મહામુનિને શુભભાવનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અંત:કૃત સિદ્ધ થયા. કીર્તિધર સાધુપણ સંસારના સ્વભાવની ભાવનામાં મગ્ન ઘાતકર્મ ખપાવીને કેવલી થઈને સિદ્ધ થયા. (૫૧) એ પ્રમાણે ભવાટવીમાં ભમતા અજ્ઞાનથી અંધ બનેલા જીવોવડે પ્રિય એવા પણ પતિ-પુત્ર-ભાઈ વગેરે ભક્ષણ કરાય છે. અને તે સુકોશલની પત્ની વિચિત્રમાલાને હિરણ્યગર્ભ નામે પુત્ર થયો જે રાજા થયો. એ પ્રમાણે સંક્ષેપથી મારા વડે આ સુકોશલમુનિનું ચરિત્ર કહેવાયું. વિસ્તારના અર્થી જીવે પઉમ ચરિત્ર ગ્રંથથી જાણવું. (૫૪)

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348