Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 307
________________ ૨૬ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ દત્તીની, આઠમી પ્રતિમા સાત અહોરાત્રીની એકાંતરે નિર્જળ ચોથભક્ત, વચ્ચે ઠામ ચોવિહાર, આયંબિલ કાયોત્સર્ગ ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે, નવમી પ્રતિમા સાત અહોરાત્રીની, તપ આઠમી પ્રતિમા ત્સર્ગ. ઉત્કટિકાસને અથવા દંડાસને રહી ઉપસર્ગ સહન કરે. દસમી પ્રતિમા સાત અહોરાત્રીની, તપ આઠમી પ્રમાણે કરે, કાયોત્સર્ગ-ગોદોહિત્રાસન, વીરાસન કે કેરીની જેમ વક્ર શરીરે બેસી ઉપસર્ગ સહન કરે. અગીયારમી પ્રતિજ્ઞા એક અહો રાત્રીની, નિર્જળ છટ્ટ, આગળ પાછળ ઠામ ચઉવિહાર એકાસણું પ્રથમ એકાસણની અહોરાત્રીએ કાયોત્સર્ગ રહી ઉપસર્ગ સહન કરે. બારમી પ્રતિમા એકરાત્રીની નિર્જળ અટ્ટમ આગળ પાછળ ઠામ ચઉવિહાર એકાસણું, પ્રથમ એકાસણાની રાત્રીએ સિદ્ધશિલા ઉપર એકાગ્રષ્ટિ રાખી કાયોત્સર્ગ કરી ઉપસર્ગ સહન કરે, અતિચાર રહિત પ્રવૃત્તિ હોય. એ પ્રમાણે બીજા પણ છ-અટ્ટમ આદિ તીવ્ર તપરૂપી અગ્નિથી સુવર્ણની જેમ પોતાને નિર્મળ કરીને મોક્ષમાં ગયો. (૩૦) કુરુદત્ત મહર્ષિ કથાનક નાગપુર નામનું નગર છે જે નાગરાજના મસ્તકની જેમ જુદા જુદા પ્રકારના સ્ફટિકોથી જડેલા ધવલ સ્ફટિક ગૃહોવાનું દુધર્ષ છે. ત્યાં કોઈ વણિક રહે છે અને તેનો કુરુદત્ત નામનો પુત્ર છે અને ભવસ્વરૂપને જાણીને પ્રથમના જ યૌવનારંભમાં તે રિદ્ધિને છોડીને સ્ત્રી સ્વજનના સંબંધનો ત્યાગ કરી દીક્ષા સ્વીકારે છે અને ટુંકમાં જ સર્વ શ્રતને ભણે છે અને પૂર્વે વર્ણવાયેલ સ્વરૂપવાળા ઘણાં તપીને કરે છે. પછી તે ક્યારેક અતિભીષણ પ્રતિમાને સ્વીકારી સ્મશાનમાં રહે છે. (૪) હવે ત્યાં કોઈ વખત જેનું ધન ચોરાઈ ગયું છે એવા કુઢિયા ત્યાં આવ્યા. માર્ગથી પરિભ્રષ્ટ થયેલા તેઓ કુરુદત્ત મુનિવરને માર્ગ પૂછે છે. પરમ પદમાં લીન થયેલા આ મુનિ જ્યારે કંઈપણ બોલતા નથી ત્યારે તે અનાર્યોએ મસ્તક પર માટીની પાળ બાંધીને ચિતામાંથી અગ્નિ લઈ તેમાં નાખ્યો. ક્રમથી બહાર બળતું છે શરીર જેનું અને અંદરથી સદ્ ધ્યાન રૂપી અગ્નિથી બાળી નાખ્યો છે સર્વ કર્મમળ જેણે એવા તે અંતકૃત્ કેવળી થઈને કુરુદત્ત મુનિ સિદ્ધ થયા. એવી રીતે તારૂપી અગ્નિથી કર્મમળા બાળીને અનંતા જીવો સિદ્ધ થયા છે. (૮). (એ પ્રમાણે કુરુદત્ત મુનિનું કથાનક સમાપ્ત થયું તેની સાથે દશમી નિર્જરા ભાવના સમાપ્ત થઈ.) तपसा कर्म निर्जरयताऽप्युत्तमगुणेषु बहुमान: कार्यः, अन्यथा तपसोऽपि तथाविधफलाभावेन वैयर्थ्यप्रसंगात्, अतो निर्जरणभावनाऽनन्तरं उत्तमगुणभावनामाह - તપથી કર્મની નિર્જરા કરતા જીવે પણ ઉત્તમગુણોને વિશે બહુમાન કરવું જોઈએ. (ગુણ અને ગુણીનો કથંચિત્ અભેદ હોવાથી અહીં ઉત્તમગુણોથી ઉત્તમ ગુણીજન લેવા) નહીંતર તપથી પણ તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ ન થવાથી નિષ્ફળ થવાનો પ્રસંગ આવે. આથી નિર્જરાભાવના પછી ઉત્તમગુણ ભાવનાને કહે છે. धन्ना कलत्तनियलाई भंजिउं पवरसत्तसंजुत्ता । वारीओ व्व गयवरा घरवासाओ विणिक्खंता ।।४५७।। કુઢિયા એટલે એક જાતના મૂર્ણ હલકા મનુષ્યો.

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348