Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 345
________________ ૩૪ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ तस्मादनभिनिविष्टानां अर्थिनां किंचिदपि भावितमतीनां जंतूनां प्रकरणमिदं जायते भवजलधिबोधिस्थं ।।५२९ ।। ગાથાર્થ અને સંસારરૂપી અશુચિના કીડા જેવા જીવોને આ ભવભાવનાથી ઉપકાર થતો નથી. અથવા તેવા જીવોને વિશે સર્વજ્ઞ તરફથી ઉપકારનો પણ કયો અવકાશ છે ? (૫૮) તેથી અભિનિવેશ વગરના અર્થ અને કંઈક ભાવિતમતિવાળા જીવોને વિશે આ પ્રકરણ ભવરૂપી સમુદ્રને વિશે વહાણ સમાન બને છે. (પ૨૯). ___ संसार एवाशुचिस्तत्कृमिरूपा ये जन्तवः, संसाराभिनन्दिन इति भावः, तेषां जन्तूनामनया भवभावनया कदाचिदप्युपकारो न जायते, अथवा छद्मस्थमात्रेण मादृशेन विरचिता तिष्ठत्वियं दूरे, सर्वज्ञस्यापि तेषु-संसाराभिनन्दिषु जन्तुषु प्रतिबोधोपकारे कर्तव्ये कोऽवकाश:-कोऽवसरः ?, तेषामभव्यत्वेन दूरभव्यत्वेन वा केनाऽप्युपकर्तुमशक्यत्वात्, तस्मात् कदाग्रहानभिनिविष्ठानां धार्थिनां किंचिजिनवचनभावितमतीनां जन्तूनां प्रकरणमिदं भवजलयौ बोहित्थवजायते, संसारसमुद्रनिस्तारहेतुर्जायत इति भाव इति गाथाद्वयार्थः ।। समस्ताध्येतृजनकण्ठहृदयभूषकत्वाच रत्नावलीकल्पेयं भवभावनेति दर्शयति - ટીકાર્થ : સંસાર એ જ અશુચિ અને તેમાં ઉત્પન્ન થયેલ કૃમિ સ્વરૂપ જે જીવો છે તે અર્થાત્ સંસારઅભિનંદી જીવો. તેવા પ્રકારના જીવોને આ ભવભાવના પ્રકરણથી ક્યારેય પણ ઉપકાર ન થાય અથવા છબસ્થમાત્ર મારા જેવા વડે રચાયેલ ભવભાવનાની વાત દૂર રહો. સર્વજ્ઞનો પણ તેવા પ્રકારના સંસારાભિનંદી જીવોને વિશે પ્રતિબોધ સ્વરૂપ ઉપકાર કરવામાં કયો અવકાશ છે ? અર્થાતું નથી. અભવ્ય કે દુર્ભવ્ય હોવાથી તેઓ ઉપર કોઈપણ ઉપકાર કરી શકે તેમ નથી. તેથી કદાગ્રહ વિનાના ધર્મના અર્થી કંઈક જિનવચનથી ભાવિતમતિવાળા જીવોને આ પ્રકરણ ભવરૂપી સમુદ્રને તરવા માટે વહાણ સમાન બને છે. અર્થાત્ સંસારરૂપી સમુદ્રના નિસ્તારમાં કારણ બને છે એમ બંને ગાથાનો ભાવાર્થ છે. ભણનારા સમસ્તજનના કંઠ અને હૃદયનું આભૂષણ રૂપ હોવાથી આ ભવભાવના રત્નાવલી સમાન છે એને બતાવે છે. इगतीसाहियपंचहिं सएहिं गाहाविचित्तरयणेहिं । सुत्ताणुगया वररयणमालिया निम्मिया एसा ।।५३०।। एकत्रिंशदधिकपंचशतैः गाथाभिर्विचित्ररत्नैः सूत्रानुगता वररत्नमालिका निर्मिता एषा ।।५३०।। ગાથાર્થ પાંચસો એકત્રીસ ગાથા રૂપી વિચિત્ર રત્નોથી સૂત્રને અનુગત એવી આ શ્રેષ્ઠ રત્નમાળા રચાઈ છે. (૫૩૦) वररत्नमालिकेव वररत्नमालिका एषा भवभावना मया निर्मिता, कैरित्याह-गाथा एव विचित्ररत्नानि गाथाविचित्ररत्नानि तैः, कियत्संख्यैरित्याह-एकत्रिंशदधिकपंचशतैरिति गाथार्थः ।। इह यद्यपि यद्भवितव्यं तदेव भवति तथाऽपि शुभाशयफलत्वाच्छोभनार्थेषु आशंसा विधेयेति दर्शनार्थमाशंसां कुर्वनाह - ટીકાર્થ : વરરત્નમાળાની જેમ આ ભવ ભાવના રૂપી શ્રેષ્ઠ રત્નમાળા મારા વડે રચાઈ છે. શેનાથી બનાવાઈ છે? પાંચશો એકત્રીસ ગાથા રૂપી વિવિધ રત્નોથી આ માળા રચાઈ છે.

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348