Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 346
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ 334 જો કે અહીં જે થવાનું છે તે જ થાય છે તો પણ શુભાશયના ફળથી સારા પદાર્થો પર આશંસા કરવી જોઈએ. તેને બતાવવા આશંસા કરતા કહે છે भुवणम्मि जाव वियरइ जिणधम्मो ताव भव्वजीवाणं । भवभावणवररयणावलीइ कीरउ अलंकारो ।। ५३१ ।। भुवने यावद् विचरति जिनधर्मस्तावत् भव्यजीवानां भवभावनावररत्नावल्या क्रियतां अलंकारः । । ५३१ ।। इति भवभावनाप्रकरणम् भवभावना छायया सह समाप्तम् ।। ગાથાર્થ : જ્યાં સુધી ભુવનમાં જિનધર્મ રહેશે ત્યાં સુધી ભવભાવના રૂપી શ્રેષ્ઠ રત્નાવલીથી ભવ્ય જીવોનો અલંકા૨ કરાય. (૫૩૧) यावदत्र भुवने श्रीमजिनधर्म्मः क्वापि विचरति तावदनया भवभावनावररत्नावल्या भव्यजीवानामलंकारः क्रियतां, सर्वेषामेव भव्यजन्तूनां पठनादिना एतदुपकारः संपद्यतामिति भाव इति गाथार्थ: ।। प्रायोऽन्यशास्त्रदृष्टः सर्वोऽप्यर्थो मयाऽत्र संरचितः । न पुनः स्वमनीषिकया तथापि यत् किंचिदिह वितथम् सूत्रमतिलङ्घय लिखितं तच्छोध्यं मय्यनुगृहं कृत्वा । परकीयदोषगुणयोस्त्यागोपादानविधिकुशलैः ।। छद्यस्थस्य हि बुद्धिः स्खलति न कस्येह कर्म्मवशगस्य ? | सद्बुद्धिविरहितानां विशेषतो मद्विधासुमताम् कृत्वा यच्छास्त्रमिदं पुण्यं समुपार्जितं मया तेन । मुक्तिमचिरेण लभतां क्षपितरजाः सर्वभव्यजनः || ટીકાર્થ : જ્યાં સુધી આ ભુવનમાં શ્રીમદ્ જિનેશ્વરનો ધર્મ ૨હેશે ત્યાં સુધી આ ભવભાવના રૂપી શ્રેષ્ઠ રત્નાવલીથી ભવ્ય જીવોનો અલંકાર કરાય. સર્વે ભવ્ય જીવોને પઠનાદિથી ઉપકાર થાઓ એમ કહેવાનો ભાવ છે. પ્રાય: અન્ય શાસ્ત્રોમાં જોવાયેલો આ સર્વ પણ અર્થ મારા વડે અહીં રચાયો છે. પણ મારી પોતાની બુદ્ધિથી નહીં.તો પણ અહીં જે કંઈ સૂત્રને ઉલ્લંઘન કરીને ખોટું લખાયું હોય તેને પારકાના દોષ અને ગુણની વિધિમાં ત્યાગ અને ગ્રહણમાં કુશળ જનો વડે મારાપર અનુગૃહ કરીને સુધારવું. કર્મને વશ થયેલ એવા કયા છદ્મસ્થની બુદ્ધિ અહીં સ્ખલિત થતી નથી ? સબુદ્ધિથી રહિત એવા મારા જેવા જીવોની વિશેષથી બુદ્ધિ સ્ખલિત થાય છે. આ શાસ્ત્રની રચના કરીને મારા વડે જે પુણ્ય ઉપાર્જન કરાયું છે તેનાથી સર્વ ભવ્યજન કર્મરજને ખપાવીને જલદીથી મુક્તિને મેળવો. એ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ભવભાવના વૃત્તિ સમાપ્ત થઈ. : પ્રશસ્તિ : શ્રી પ્રશ્નવાહન કુલરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ, પૃથ્વીતળ પર વિખ્યાત થઈ છે કીર્તિ જેની, વિસ્તરિત થઈ છે શાખાઓ જેની, વિશ્વમાં પ્રસાધિત કરાઈ છે વિકલ્પિત (ઇચ્છિત) વસ્તુ જેમાં, ગાઢ છાયાનો આશ્રય કરીને ઘણા સ્વસ્થ (ઉપશાંત) થયા છે ભવ્ય જંતુઓ જેમાં, જ્ઞાનાદિ ફુલોનો સમૂહ છે જેમાં, શ્રીમદ્ મુનીન્દ્ર રૂપ ફળોના સમૂહથી ફલિત એવા કલ્પવૃક્ષની જેમ શ્રી હર્ષ પુરીય નામનો ગચ્છ છે. ૧-૨ આ ગચ્છમાં ગુણ રૂપી રત્નો માટે રોહણાચલ પર્વત સમાન, સમુદ્ર જેવા ગંભીર, ઊંચાઈથી મેરુ પર્વતનું

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348