Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 347
________________ ૩૩૬ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ અનુકરણ કરનાર, સૌમ્યતાથી ચંદ્ર જેવા, સમ્યજ્ઞાનથી વિશુદ્ધ એવા સંવર અને તપને વિશે આચાર-ચર્યાના ભંડાર, શાંત, નિ:સંગ ચૂડામણિ, એવા શ્રી જયસિંહસૂરિ થયા. (૩) તે જયસિંહ રૂપી સમુદ્રમાંથી શ્રી અભયદેવ નામના તેમના વિદ્વાન શિષ્ય રત્ન થયા, જેના ગુણ બોલવામાં બૃહસ્પતિ પણ સમર્થ થાય એમ હું માનતો નથી, શ્રી વીરદેવસૂરિ વડે સન્મત્રાદિ જેવા અતિશય શ્રેષ્ઠપાણીથી વૃક્ષની જેમ જે સિંચાયા છે તેના ગુણોનું કીર્તન કરવા કોણ સમર્થ થાય ? (૪-૫) તે આ પ્રમાણે- ' રાજાઓ પણ જેની આજ્ઞાને આદર સહિત મસ્તક પર ધારણ કરે છે, પ્રાય: અતિદુષ્ટો પણ જેને જોઈને પણ પરમ આનંદને પામે છે, જેના મુખરૂપી સમુદ્રમાંથી નીકળતું ઉજ્જવળ વચન રૂપી અમૃતનું પાન કરવા ઉદ્યત થયેલા લોકોવડે ક્ષીરસમુદ્રના મંથનમાં દેવોની જેમ લોકોવડે તૃપ્તિ પ્રાપ્ત ન કરાઈ. (૯) જેઓએ સુદુષ્કર તપ તપીને વિશ્વને પ્રબોધીને તે તે ગુણોથી સર્વજ્ઞ પ્રભુનું તીર્થ પ્રભાવિત કર્યું છે, જેણે વિશ્વરૂપી ઘોર ગુફાને ઉજ્જવળ કરી છે. ભવ્યજીવોએ જેના વિશે સ્પૃહા બાંધી (કરી) છે એવા શ્રી અભયદેવસૂરિનો ચંદ્ર જેવો નિર્મળ યશ દિશાઓમાં અનિવારિત પ્રસરે છે. (૭) . યમુના નદીના પ્રવાહ જેવા નિર્મળ શ્રીમદ્ભનિચંદ્રસૂરિના સંપર્કથી ગંગાનદીની જેમ પવિત્ર કરાયું છે સકળ ભુવનતળ જેનાવડે, સૂર્યની જેમ વિસ્કુરાયમાન થતા કલિકાલના દુસ્તર અજ્ઞાન રૂપી અંધકારના સમૂહની નાશ કરાઈ છે સ્થિતિ જેના વડે, વિવેક રૂપી પર્વતના શિખર પર ઉદયને પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન રૂપી કિરણોથી પૂર્વના મુનિઓ વડે માર્ગ (મોક્ષમાર્ગ) સમુદ્યોતિત કરાયો છે જેનાવડે એવા અભયદેવસૂરિ શ્રી જયસિંહસૂરિ પછી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. (૮-૯) પોતાના શિષ્યલવ એવા શ્રી હેમચંદ્રસૂરિના મુખથી શ્રુતદેવતાના વચનથી સૂત્ર સહિત આ વૃત્ત (ટીકા) રચવાની શરૂઆત કરાઈ અને તેઓ વડે જ વિક્રમ પછી ૧૧૭૦ વર્ષ ગયા ત્યારે શ્રાવણ મહિનાની પાંચમે રવિવારના દિવસે સમાપ્ત કરાઈ. (૧૦-૧૧) અહીં પ્રત્યેક અક્ષરની ગણતરી કરીએ તો ૧૨૯૫૦ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ ગ્રંથ થાય છે. એ પ્રમાણે શ્રી વિભાવના વૃત્તિ સમાપ્ત થઈ આ પ્રમાણે શ્રી પ્રશ્નવાહન કુલરૂપી કલ્પવૃક્ષમાં ઉત્પન્ન થયેલ શ્રી હર્ષપુરીય ગચ્છના શૃંગાર શ્રી અભયદેવ સૂરિવરના પદરૂપી કમળ વિશે ભ્રમર સમાન શ્રી હેમચંદ્રસૂરિવર્ય વડે રચાયેલી ભવભાવનાની સ્વોપજ્ઞ વૃત્તિ સમાપ્ત થઈ. એ પ્રમાણે વિક્રમ સંવંત ૨૦૫૯ અને વીર સંવંત ૨૫૨૬ના વર્ષે ફાગણ વદ-૩ ગુરુવાર તા. ૨૩-૩૨૦૦૦ના દિવસે વિરાર મુકામે ૫.પૂ.આ.ભ. વર્ધમાન તપોનિધિ શ્રીમદ્ વિજય લલિત શેખર સૂરીશ્વરના વિદ્વાન શિષ્યરત્ન પ.પૂ. આ.ભ.શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરના શિષ્ય રત્ન કર્મસાહિત્ય સર્જક પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજયવીરશેખર સૂરીશ્વરના શિષ્ય પૂ.મુનિરાજ શ્રી સુમતિશેખરવિજયવડે આ ગુજરાતી ભાષાંતર કાર્ય પૂજ્યશ્રીની કૃપાથી પૂર્ણ કરાયું. આ ભાષાંતર મારા ક્ષયોપશમ મુજબ કર્યું છે અને મતિમંદતાના કારણે જિનાજ્ઞાવિરુદ્ધ જે કંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ અને સુજ્ઞજને ક્ષતિ તરફ મારું ધ્યાન ખેંચવા વિનંતિ છે. ભવભાવના ગ્રંથ ભાગ-ર સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 345 346 347 348