Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 343
________________ ૨૨ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ मुखकटुकानि अंते सुखानि गुरुभाषितानि शिष्यैः क्षन्तव्यानि सदाऽपि खलु आत्महितं मृगयमानैः ।।५२२।। इति भावयित्वा विनयं कुर्वन्ति इहपरभवे च सुखजनकं येन कृतेनान्योऽपि खलु भूष्यते गुणगणः सकलः ।।५२३ ।। ગાથાર્થ : હંમેશા પણ આત્મહિતને ઇચ્છતા એવા શિષ્યોએ મુખમાં કડવા અને અંતે સુખને આપનારા ગુરુના વચનો સહન કરવા જોઈએ. (૫૨) એ પ્રમાણે ભાવના કરીને આભવ અને પરભવમાં સુખ આપનાર એવા વિનયને જેઓ કરે છે તે વિનયને કરવાથી બીજો પણ સર્વ ગુણગણ શોભાયમાન થાય છે. (પ૨૩) मुखकटुकानीत्यादि भावयित्वा इह परत्रापि च सर्वसुखजनकं विनयं गुर्वादीनां सम्यक्कुर्वन्ति ज्ञानिनो, येन विनयेन कृतेनान्योऽपि ज्ञानादिगुणगणः समस्तोऽपि भूष्यत इति । अथ समस्तस्यापि पूर्वोक्तग्रन्थस्य फलमुपदर्शयन्नाह - ટીકાર્થઃ ગુરના વચનો શરૂઆતમાં કડવા લાગે છે છતાં આલોક અને પરલોકમાં સર્વસુખને ઉત્પન્ન કરનારા હોવાથી જ્ઞાનીઓ ગુર્નાદિનો સમ્યગુ વિનય કરે છે. જે વિનય કરવાથી અન્ય પણ સમસ્ત પણ જ્ઞાનાદિ ગુણ શોભાયમાન થાય છે. હવે પૂર્વે કહેવાયેલ સમ્યગુ, ગ્રંથના ફળને બતાવતા કહે છે एवं कए य पुव्वुत्तझाणजलणेण कम्मवणगहणं । दहिऊण जंति सिद्धिं अजरं अमरं अणंतसुहं ।।५२४।। एवं कृते च पूर्वोक्तध्यानज्वलनेन कर्मवनगहनं दग्ध्वा यान्ति सिद्धिं अजराममरामनन्तसुखाम् ।।५२४।। ગાથાર્થ અને એ પ્રમાણે કરાયે છતે પૂર્વોક્ત ધ્યાન રૂપી અગ્નિથી કર્મરૂપી ગહન વનને બાળીને જીવો અજર, અમર, અનંત સુખવાળા સિદ્ધિ સ્થાનને પામે છે. (૫૨૪) एवं च ज्ञानिभिस्तनुस्वजनविभवपुत्रकलत्रादिषु ममत्वस्नेहादिवर्जने कृते रोगादिवेदनाऽधिसहने वाऽनुष्ठिते गुर्वादिषु च विनयेनाऽऽराधितेषु पूर्वोक्तं द्वादशभावनात्मकं यद् विशुद्धं धर्मध्यानं तदेव ज्वलनस्तेन समग्रमपि कर्मवनगहनं दग्ध्वा ते ज्ञानिनः सिद्धिं यान्ति, कथम्भूतां ? - जरामरणवर्जितामनन्तसौख्यां चेति गाथार्थ: ।। . अथ प्रस्तुतप्रकरणकर्ता स्वकीयनामोपदर्शनपूर्वकमेतत्प्रकरणपठनश्रवणादिफलमभिधित्सुराह - ટીકાર્ય છે અને એ પ્રમાણે શરીર-સ્વજન-વિભવ-પુત્ર-સ્ત્રી આદિના મમત્વ-સ્નેહાદિ છોડીને રોગાદિ વેદનાને સહન કરીને ગુરુઆદિની વિનયથી આરાધના કરીને પૂર્વોક્ત બાર ભાવના સ્વરૂપ વિશુદ્ધ ધર્મધ્યાન કરીને અને તે જ ધર્મધ્યાન રૂપી અગ્નિથી સંપૂર્ણ પણ કર્મરૂપી ગહન વનને બાળીને જ્ઞાનીઓ સિદ્ધિ ગતિમાં જાય છે. તે સિદ્ધિ કેવી છે? તે સિદ્ધિ જરા મરણથી રહિત અનંત સુખમય છે. એમ ગાથાનો ભાવ છે. હવે પ્રસ્તુત પ્રકરણના કર્તા પોતાનું નામ જણાવવાપૂર્વક આ પ્રકરણના પઠન-શ્રવણાદિના ફલને કહેવાની ઇચ્છાવાળા કહે છે

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348