Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 341
________________ 330 ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ ભોજન કર્યું. ફરી પણ છટ્ઠનો તપ કર્યો. એ પ્રમાણે ઉગ્ર તપને કરતા અનુચિત આહારથી આ સાત રોગો પ્રગટ થયા. (૧) કંડૂ, અરુચી, આંખ અને કુક્ષિમાં તીવ્ર વેદના, ખાંસી, શ્વાસ અને જ્વ૨. આ સાત રોગોને સાતસો વરસ સુધી સહન કર્યા અને ઉગ્ર તપને કરતાં વિશુદ્ધ ભાવવાળા આ ધીરને મોટા પ્રભાવવાળી આમર્ષ ઔષધિ, વિપ્રુડૌષધિ, શ્લેૌષધિ, જ્લૌષધિ, અને સૌષધિ પ્રમુખ સાત લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. પ્રચંડ રોગોથી તેવી રીતે પીડાતો હોવા છતાં પણ તે ધીર સમભાવે સહન કરે છે પણ ઉપચારો કરતો નથી. (૨૧૩) હવે ઘણાં બહુમાનથી ઉત્પન્ન થયો છે ઉત્કર્ષ જેને એવો ઇન્દ્ર સકળ દેવસભામાં ફ૨ી પણ તે જ મહર્ષિની પ્રશંસા કરે છે. રોગોથી આટલો પીડાયેલો હોવા છતાં તેના નિગ્રહમાં સમર્થ હોવા છતાં આ ધીર જે રીતે સહન કરે છે તેવું બીજા કોણ સહન કરે ? એ પ્રમાણે સાંભળીને તેની શ્રદ્ધા નહીં થવાથી તે જ દેવો અહીં આવે છે. પછી સબ૨વૈદ્યનું રૂપ કરીને તેઓ સનતકુમાર રાજર્ષિને કહે છે કે તમારી ચિકિત્સા કરીને અમે તમારા રોગોને મટાળીશું. મુનિ પણ મૌન રહે છે ત્યારે તેઓ ફરી કહે છે એમ ફરી ફરી તેઓએ ઘણીવાર કહ્યું ત્યારે મુનિ કહે છે કે બહિરંગ અને અંતરંગના ભેદથી વ્યાધિ બે પ્રકારનો છે. પ્રથમનો જ્વર, ખાંસી આદિ બહિરંગ રોગ છે અને બીજો કર્મવ્યાધિ અંતરંગ રોગ છે. પ્રથમ પ્રકારના રોગનો નિગ્રહ કરવામાં હું પણ સમર્થ છું. બીજા પ્રકારના રોગનો નિગ્રહ કરવા જો તમારું સામર્થ્ય હોય તો તેને નાશ કરો. પછી તેઓ મુનિને કહે છે કે બહિરંગ રોગને દૂર કરવાનું તમારું પોતાનું જ સામર્થ્ય છે એની શી ખાતરી ? પછી મુનિ સ્વહસ્તથી એક હાથની આંગડીને સ્પર્શ કરે છે અને તે આંગળી સુવર્ણકાંતિવાળી થઈ અને કહે છે કે મારું બાકીનું સંપૂર્ણ શરીર પણ આવું કરી શકું છું પરંતુ અન્ય સમયે પણ સ્વકર્મો ભોગવવાના છે અને તે કર્મો જો હમણાં ભોગવાતા હોય તો શું અયુક્ત છે ? આથી હું રોગોની વેદનાને સમ્યક્ સહન કરું છું. તેથી જો કર્મવ્યાધિનો નિગ્રહ ક૨વા તમારું સામર્થ્ય હોય તો તે કરો, બહિરંગ વ્યાધિના નિગ્રહ કરવામાં હું પોતે સમર્થ છું. (૨૨૪) હવે મુનિવડે કરાયેલ સુવર્ણ જેવી આંગળીને જોઈને તથા મુનિના વચનો સાંભળીને ખુશ થયેલા બંને પણ દેવો નમીને કહે છે કે હે મુનિમૃગેન્દ્ર ! તમે ધન્ય છો જે સ્વયં રોગના નિગ્રહમાં સમર્થ છતાં પણ હંમેશા જ પણ રોગની વેદનાને આ પ્રમાણે સમ્યક્ સહન કરો છો. તમારી પ્રશંસામાં સદા રત છે તે શકેન્દ્ર પણ પ્રશંસનીય છે. હે પ્રભુ ! અપુણ્યશાળીઓ તમારા ગુણોની શ્રદ્ધા કરી શકતા નથી. (૨૨૭) એ પ્રમાણે મુનિની સ્તવના કરીને તથા શકેન્દ્રની પ્રશંસાદિના સમગ્ર વ્યતિકરને કહીને દેવો પોતાના સ્થાને જાય છે. શ્રી સનતકુમાર ચક્રવર્તી સાધુ પણ કુમાર ભાવમાં પચાસ હજાર વર્ષ રહીને તથા પચાસ હજાર વર્ષ માંડલિક પદને પાળીને તથા એકલાખ વર્ષ ચક્રવર્તી પદ પર રહીને અને એક લાખ વર્ષ ચારિત્રનું પાલન કરીને, સમ્મેત શિખર પર્વતપર જઈને, પર્યંત સમયે એક માસનું અનશન કરીને સમાધિયોગથી કાળ કરીને દેવલોકમાં દેવ થયા અને દેવ આયુ ક્ષયે ત્યાંથી ચ્યવીને કર્મરૂપી કવચને દૂર કરીને આ મુનિમૃગેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. अपरमपि ज्ञानिनो यत् कुर्वन्ति तद्दर्शयति જ્ઞાનીઓ બીજું પણ જે આચરે છે તેને બતાવે છે जे केइ जण ठाणा उईरणाकारणं कसायाणं । ते समवि वज्ता सुहिणो धीरा चरंति महिं ॥। ५२० ।।

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348