Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 340
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૩૨૯ યુક્ત બાહુ યુગલને જોયું તો નિસ્તેજ દેખાયું. હવે જલ્દીથી નિર્વેદને પામેલો ચક્રવર્તી વિચારે છે કે અહો ! જુઓ ! આ સંસાર કેવો અસાર છે ? અને શરીરનું પણ ભંગુરપણું જુઓ ! જે આટલા માત્ર પણ કાળથી રોગોથી એકી સાથે પીડિત કરાયું. લોક જે શરીરને માટે આવા પાપો સેવે છે તે શરીરનો પરિણામ અડધી ક્ષણથી આવો થાય છે તે જુઓ. તેથી નક્કી આ રાગ અસ્થાને જ છે. યૌવનાદિને વિશે જીવોનું આ પણ અભિમાન છે તે મૂર્ણપણું છે. ખરેખર ! સર્વ જીવોનો અસદ્ગહ એ જ પરિગ્રહ છે શરીરના અનિત્યત્વમાં ભોગનું આસેવન પણ ઉન્માદ છે. ઇત્યાદિ વિચારીને વૈરાગ્યને પામેલો ચકી રાજ્યનો ભાર પુત્રને સોંપવાને પ્રવૃત્ત થયો ત્યારે સામંત અને મંત્રીઓએ કહ્યું કે હે દેવ ! આ રાજ્યલક્ષ્મીનો ભોગવટો કરો પાછળની વયમાં વ્રતને ગ્રહણ કરવું. હમણાં તો તમારે તે દુષ્કર છે. રોગ પણ દેહનો ધર્મ છે તે લોકમાં સાધારણ જ છે તેના સંપૂર્ણ ઉપાયો ઔષધાદિ કરવા યોગ્ય છે પણ રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરવો યોગ્ય નથી. એ પ્રમાણે બોલતા સામંતદિને ચક્રવર્તીએ કહ્યું કે શરીરની આવી સ્થિતિ હોવા છતાં શું આજે પણ રાજ્યલક્ષ્મી ભોગવવા યોગ્ય છે ? આ પ્રમાણે જ્યાં બળવાન રોગ-જરા અને મૃત્યુ વિલસી રહ્યા છે ત્યાં પણ શું કોઈ નિયમ છે ? પૂર્વે નરકાદિ ભવોમાં અનંત લાખ દુ:ખો પ્રાપ્ત કરાયા છે. હંમેશા પણ દુ:ખી થતા જીવોને વ્રતની દુષ્કરતા પણ કઈ છે ? (૧૯૨) અને રોગોનો પ્રતિકાર ઔષધાદિ છે તે વાત સાચી જ છે પરંતુ વિમૂઢ જીવો અનેકાંતિક* ઔષધને કરે છે તથા અનાયાંતિક** ઔષધને કરે છે પણ ધર્મ જ રોગાદિનો પ્રતિકાર છે એમ તેઓ જાણતા નથી કારણ કે કહેવાયું છે કે સર્વાદરથી શરીરના એવા તે કોઈપણ તીવ્ર-ઔષધને કરો કે જેથી જરા-મરણવ્યાધિ ફરી પણ દેહમાં ન થાય અને બાકીના ઔષધોથી રોગો નાશ પામતા જ નથી અથવા જો ચાલ્યા ગયા હોય તો પણ સ્વકર્મના ઉદયથી ફરી પણ થાય છે. (૧૯૬) અને બીજું શરીરને માટે પૂર્વે વિવિધ પ્રકારના પાપો કરાયા છે તો પણ આ દેહનો આવા પ્રકારનો જ પરિણામ થયો છે. સરજસ્ (પાપ કર્મથી સહિત) એવો પણ હું ફરી પણ સાવદ્ય ઔષધોથી શરીરના કાર્યમાં બીજા પાપો હમણાં શા માટે કરું? તેથી જે મારો હિતૈષી હોય તેણે ધીરપુરુષોએ આચરેલા માર્ગને અનુસરતા એવા મને ક્ષણ પણ વિઘ્ન ન કરવો. એ પ્રમાણે અમાત્ય સામંત વગેરે પરિવારને નિરુત્તર કરીને પુત્રને રાજ્ય પર સ્થાપીને, વસ્ત્ર પર લાગેલા તણખલાની જેમ સર્વ પણ ચક્રવર્તીની લક્ષ્મીને છોડીને મેરુપર્વતની જેમ સ્થિર સ્વભાવવાળો તે રાધ આચાર્યની પાસે દીક્ષા લે છે. (૨૦૨) હે ધીર ! જગપ્રસિદ્ધ શ્રી ભરત ચક્રવર્તી વગેરે પોતાના પૂર્વપુરુષોનો આચરિત માર્ગ તારા વડે અનુસરાયો છે અને સર્વલોક સ્વ-પર દેહ, વિભવ અને સ્વજનોને વિશે લાખો અકાર્યોને જુએ છે તો પણ તારાવડે જે આચરાયું છે તેને આચરતો નથી. ઇત્યાદિ પ્રકારોથી તુષ્ટમનવાળા તે દેવો સનતકુમાર મુનિની ઉપબૃહણા કરીને દેવલોકમાં જાય છે. (૨૦૪). હવે મંત્રી, સામંતો, રાજાઓ, હાથી, ઘોડા,રથ, સુભટો, સમગ્ર અંત:પુર, નવનિધિઓ અને આભિયોગિક દેવો અને બીજો પણ પરિવાર દીન વચનોથી વિલાપ કરતો સનતકુમારની પાછળ છ માસ સુધી ભમ્યો. સિંહાવલોકનથી*** પણ તેણે ક્યારેય પરિવારને ન જોયો. તેના નિસ્પૃહપણાનો નિશ્ચય કરીને પરિવાર પાછો ફર્યો. રાજર્ષિએ પણ પ્રથમ છટ્ટભક્ત તપ કર્યો. પારણામાં ચણાકર**** મળ્યું અને બકરીની છાશ સાથે અનેકાંતિક ઔષધ-જે ઔષધથી રોગનો નાશ થાય જ એવો નિયમ નથી અનાત્યંતિક ઔષધ- જે ઔષધથી રોગ નાશ થયો હોય પછી ફરી રોગ ન જ થાય એવો નિયમ નથી. સિંહાવલોકન : જંગલમાં લક્ષ્ય તરફ દૃષ્ટિ કરીને ચાલતો નિર્ભય, સમર્થએવો સિંહ પણ થોડી થોડી વારે પાછળ (અલક્ષ્ય) તરફ દૃષ્ટિ કરતો રહે છે ત્યારે આ ચક્રવર્તી લક્ષ્ય (સંયમ) વિશે એવો સ્થિર થયો છે કે અલક્ષ્ય (પરિવારના સંસારની ચિંતા) તરફ - દૃષ્ટિપાત કરતો નથી. અર્થાત્ ચક્રવર્તીની સમર્થતા સિંહ કરતા શ્રેષ્ઠ છે. ચીણાકૂર - ધાન્ય વિશેષ.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348