Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 338
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૩૨૭ અને ભગવાને (ત્રિદંડીએ) પૂર્વભવના વૈરના વશથી તેને જોયો. ક્રોધથી આંખો લાલ કરીને ત્રિદંડીએ રાજાને કહ્યું કે આની પીઠ ઉપર રાખેલા થાળમાં ગરમ ખીરનું જો તું ભોજન કરાવે તો હું તારા ઘરે પારણું કરું નહીંતર નહીં. રાજા કહે છે કે બીજા કોઈના પીઠ પર થાળ મૂકીને ભોજન કરાવું. ત્રિદંડી તેવું ઇચ્છતો નથી. ત્રિદંડીના પૂર્વ જન્મના વૈરને કારણે અનુરક્ત થયેલા રાજાએ ત્રિદંડીના વચનને સ્વીકાર્યું અને તેને આદેશ કર્યો. પછી તેની પીઠ ઉપર અગ્નિથી તપાવેલ દૂધના થાળને મુકાવીને તુષ્ટ થયેલો ભગવાન ભોજન કરે છે. શ્રેષ્ઠી પણ પરમ ભાવને ભાવતો, શુભ એક મનવાળો ગરમ થાળની વેદનાને સમ્યફ સહન કરે છે. પછી લોહી અને માંસની સહિત થાળ તેની પીઠ પરથી ઉપાડ્યો અર્થાત્ ગરમાગરમ થાળના કારણે તેના લોહી અને માંસ થાળમાં ચોંટી ગયા. (૧૨૭) હવે જિનધર્મ ઘરે ગયો. સકલ પણ પરિજનને સન્માનીને તથા ખમાવીને, જિન ચૈત્યોની પૂજા કરીને, ગુરુની પાસે દીક્ષા લઈને પર્વતના શિખર પર જઈ અનશનને સ્વીકારીને પૂર્વ દિશા સન્મુખ પંદર દિવસ કાઉસ્સગ્નમાં રહે છે. એ પ્રમાણે બાકીની દરેક દિશામાં પંદર પંદર દિવસ સુધી કાઉસ્સગ્નમાં રહે છે. સર્વ મળીને બે માસનું અનશન કરે છે અને અનશન વખતે કાઉસ્સગ્નમાં રહેલા તેની પીઠમાંથી ગીધ, કાગડાં, શિયાળાદિ માંસ અને લોહીનું નિર્દયપણે ભક્ષણ કરે છે. મારા પોતાના કરેલા આ કર્મને હું ભોગવું છું તેથી બીજાનો શો દોષ છે ? એમ મનમાં ભાવના કરતો તે મહાત્મા વેદનાને સમભાવે સહન કરે છે એ પ્રમાણે વેદનાને સહન કરીને પ્રવજ્યાને આરાધીને, સમાધિને પામેલો સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર થયો. આભિયોગિક કર્મથી ત્રિદંડી મરીને તે જ દેવલોકમાં ઐરાવણ વાહનપણે ઉત્પન્ન થયો. આયુષ્યના ક્ષયથી અવીને ઇન્દ્ર હસ્તિનાપુર નગરમાં સનતકુમાર થયો અને ત્રિદંડીનો જીવ ફરી લાંબો સમય નરક તિર્યંચોમાં ભમી જે અસિતાક્ષ નામનો યક્ષ થયો. હે સુંદર ! આ રીતે તે આર્યપુત્રનો પૂર્વ જન્મનો વૈરી છે. એ પ્રમાણે વિમલમતિએ સનતકુમારના સકલ ચરિત્રને મહેન્દ્રસિંહને કહ્યા પછી સુખપૂર્વક સૂઈ ગયેલો સનતકુમાર રતિઘરમાંથી ઊઠે છે અને પરિજનની સાથે વૈતાઢ્ય પર્વત પર જાય છે અને ખેચર લોકથી સેવા કરાતો સુરોપમ ભોગોને ભોગવે છે. (૧૩૮). હવે કોઈક વખતે મહેન્દ્રસિંહ અવસરે વિનવે છે કે હે કુમાર ! તારા વિરહમાં માતાપિતાનો કાળ કષ્ટથી પસાર થાય છે. તેથી અમારા પર પ્રસાદ કરીને જલદીથી હમણાં જવું જોઈએ. વિનંતિના વચન પછી તરત જ સર્વ ખેચર સૈન્ય અને સ્ત્રીઓથી યુક્ત અને મહેન્દ્રસિંહની સાથે માતાપિતાની સન્મુખ ચાલ્યો. ક્ષણાંતરે હસ્તિનાપુર પહોંચ્યો. માતાપિતા તથા સર્વ પ્રજા અધિક આનંદ પામી. હવે સામંત આદિથી યુક્ત અશ્વસેન રાજાએ સનતકુમારને રાજ્યપર સ્થાપન કર્યો અને મહેન્દ્રસિંહને સેનાપતિ કર્યો અને પોતે ધર્મનાથ તીર્થકરના શાસનમાં તથા પ્રકારના સ્થવિરની પાસે દીક્ષા લઈને આત્માના હિતને સાધે છે. વિક્રમ અને નીતિથી રાજ્યનું પાલન કરતા સનતકુમારને ચક્ર વગેરે ચૌદ રત્નો ઉત્પન્ન થયા. ચક્રથી બતાવાતો છે માર્ગ જેને એવો તે માગધાદિ તીર્થના સાધવાના ક્રમથી ભરતક્ષેત્રને સાધીને એક હજાર વર્ષે હસ્તિનાપુરમાં પાછો ફર્યો. (૧૪) આ બાજુ સૌધર્મ સુરપતિ અવધિજ્ઞાનથી કોઈક રીતે જાણે છે કે પૂર્વે આ મારા સ્થાને ઇન્દ્ર હતો. એક જ આસન ઉપર બેસવાની અપેક્ષાએ આ મારો ભાઈ હતો એમ નિશ્ચય કરીને વૈશ્રમણ દેવને આદેશ કરે છે કે તું જઈને સનતકુમારના રાજ્યાભિષેકના મહિમાને કર અને તેને છત્ર, મુકુટ, હાર, બે ચામર સહિત બે કુંડલ, પાદુકાનું યુગલ, શ્રેષ્ઠ વસ્ત્ર યુગલ પાદપીઠ સહિત સિંહાસન, વનમાળા અને બીજું પણ ભેટ આપ. (૧૫૦) અને તારે સંદેશો આપવો કે સૌધર્મપતિ તારી ખબર પૂછે છે આ વાતને સ્વીકારીને વૈશ્રમણ ત્યાં જાય

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348