Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 336
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૩૨૫ તેથી આ રથ સહિત બખ્તરને ગ્રહણ કરો. કુમાર પણ તેને ગ્રહણ કરે છે અને સંધ્યાવલીએ આપેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાને ગ્રહણ કરે છે અને પોતાના સૈન્ય સાથે આવેલી શ્રી ચંદ્રવેગ અને શ્રી ભાનુવંગ ખેચરેન્દ્રો ત્યાં આવેલા અશનિવેગની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પછી તેઓનું સૈન્ય ભાંગ્યું ત્યારે અશનિવેગની સાથે કુમારનું મહાયુદ્ધ શરૂ થયું પછી તેણે નાગાસ્ત્રને છોડ્યું.કુમારે ગરુડાસ્ત્રથી તેનું નિવારણ કર્યું. પછી કુમાર અગ્નિ અસ્ત્રને વરુણાવસ્ત્રથી નિવારે છે, પર્વતાસ્ત્રથી વાયુ-શસ્ત્રને નિવારે છે. (૭૦) પછી કુમારે તેને ધનુર્યુદ્ધમાં જીતી લીધો અને ખગયુદ્ધમાં પણ જીતી લીધો. પછી બાહુયુદ્ધને ઇચ્છતા એવા તેના કુમારે હાથ છેદ્યા. પછી અશનિવેગના મસ્તકને કુમારે ચક્રથી કાપ્યું. તેની સર્વ રાજ્યલક્ષ્મી કુમારમાં સંક્રમણ થઈ. સુનંદા અને સંધ્યાવલીથી અભિનંદન કરાયેલો અને મહારિદ્ધિને પામેલો ખેચર સૈન્યની સાથે વૈતાઢ્ય પર જાય છે અને ત્યાં સર્વ રિદ્ધિથી સર્વ વિદ્યાધરોએ મળીને વિદ્યાધર ચક્રવર્તી પદે સ્થાપન કર્યો. (૭૪). પછી અમ્મલિત પ્રતાપવાળો દસે દિશામાં પ્રસરતો છે નિર્મળ યશનો સમૂહ જેનો, અનુરાગી બનીને નમતા સર્વખેચરોના મણિના મુકુટોથી સ્પર્શ કરાયું છે ચરણ જેનું એવો કુમાર અતિ મોટા સુખથી વિદ્યાધર અધિપપણાનું પાલન કરે છે. બીજા દિવસે ચંદ્રવેગ વિદ્યાધર વડે વિનંતિ કરાયો કે પૂર્વે નૈમિત્તિકે કહેલ છે કે મારા નાનાભાઈ ભાનુવેગની સાતપુત્રીઓ તથા મારી સો પુત્રીઓ તારી સ્ત્રીપણાને પામશે. પછી મારાવડે તે અટવીમાં ભાનુવેગની નજીક પ્રિયસંગમ નામની નગરી કરાવાઈ છે અને ત્યાં મારા ભાઈની આઠ પુત્રીઓ તમારી સાથે પરણાવાઈ છે અને કારણવશથી ત્યાં તેઓનો ત્યાગ કરાયો છે. અમે સ્વયં તમારી આ કહેલ કાર્યની સેવાવૃત્તિ કરીશું તેથી તમે હમણાં અવિનયની ક્ષમા કરો અને મોટી કૃપા કરીને મારી સો પુત્રીને પરણો. પછી સનતકુમાર મહાવિભૂતિથી તેઓને પરણે છે એ પ્રમાણે એકસો દશ સ્ત્રીઓની સાથે વિષયોમાંથી મળતા અસાધારણ સુખોને ભોગવતા કુમારવડે ત્યાં ક્યારેક આ પ્રમાણે આદેશ કરાયો કે આજે બધા ખેચરોએ અમારી સાથે માનસ સરોવરે ક્રીડાના હેતુથી આવવું. પછી સર્વ ખેચરો અને સમગ્ર અંત:પુરની સાથે કુમાર માનસ સરોવરે જ્યાં અસિતાક્ષ જિતાયો હતો ત્યાં ગયો અને તે સરોવરના કાંઠા ઉપર રમ્ય કદલીઘરોમાં મોટી વિભૂતિપૂર્વક ખેચરખેચરી જનથી આકીર્ણ એવી સભા રચાઈ અને ત્યાં નાટક આરંભાયું. (૮૫) અને આ બાજુ બધા દેશોમાં તપાસ કરતા કરતા મહેન્દ્રસિંહ એક વરસે ત્યાં આવ્યો. કમલની ગંધને સૂંઘે છે અને સારસપક્ષીના અવાજને સાંભળે છે પછી આ ગંધના અનુસારથી એટલામાં થોડું ચાલે છે તેટલામાં વીણા-વેણુના અવાજથી શુભ એવા ગીતને સાંભળે છે અને ક્રમથી ખેચર લોકની વચ્ચે રહેલો અને તરુણી જનથી સહિત સનત કુમારને જુએ છે. (૮૮) પછી નવા વાદળના સમૂહને જોઈને મોરની જેમ વિકસિત પ્રમોદવાળો જેટલામાં સંશયથી જુએ છે તેટલામાં ત્યાં બંદીજને ગાયું કે હે અશ્વસેનના કુળ રૂપ આકાશમાં ચંદ્રસમાન ! કુરુવંશ રૂપી ભવનના આધારભૂત સ્તંભ સમાન ! જય પામો. તે ત્રણ જગતના નાથ ! હે સનતકુમાર ! જય પામો, હે પ્રતિષ્ઠિત મહિમાવાન્ ! જય પામો. એ પ્રમાણે બંદીજનની સ્તુતિને સાંભળીને થયો છે નિશ્ચય જેને એવો હર્ષિત હૃદયવાળો મહેન્દ્રકુમાર જેટલામાં આગળ જાય છે તેટલામાં સનતુકમારે તેને જોયો અને ઊભો થઈ તેની નજીક ગયો. હર્ષથી પુલકિત અંગવાળા, આનંદના આંસુથી ભીની થયેલ આંખવાળા સનતકુમારે મહેન્દ્રકુમારને ગાઢ આલિંગન કર્યું. પછી મહેન્દ્રસિંહે પ્રણામ કર્યો અને સનતકુમારે આંખમાંથી ઝરતા આંસુના જળને લુક્યા. પછી બંને સાથે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348