Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 334
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨. ૩૨૩ અશ્વસેન રાજાએ આ વ્યતિકરને જાણ્યો અને સૈન્યસહિત તેની પાછળ પડ્યો. પ્રચંડ પવનથી ઘોડાનું સર્વ પગેરું ભાંગ્યું. પછી મહેન્દ્રસિંહ રાજાનો આદેશ લઈ એકલો પણ સનતકુમારની પાછળ ગયો અને રાજા પાછો ફર્યો. (૧૦) અને આ બાજુ અશ્વ સનતકુમારને આખો દિવસ વહન કરીને અટવીમાં લઈ ગયો. બીજા દિવસે મધ્યાહ્ન અતિશય થાકેલો ઘોડો જીલ્લાગ્ર બાહર કાઢીને ભુખ્યો તરસ્યો થયો. સર્વથા પણ થાકેલો વ્યાકુળ શરીરવાળો થયો. પછી જેટલામાં સનતકુમાર લગામ તથા પલાણ ઉતારે છે તેટલામાં અકાર્યકારીની જેમ ઘોડો પ્રાણોથી મુકાયો એમ જાણીને તથા ત્યાં ક્યાંય પણ પાણીને નહીં મેળવતો અને દીર્ઘ માર્ગના શ્રમથી સનતકુમાર પણ ખિન્ન થયો. (૧૪) અરણ્યના દાવાનળથી તથા દેહની સુકુમારતાથી અને મધ્યાહ્નનો સમય હોવાથી સાતપુડાના વૃક્ષની નીચે વ્યાકુળ શરીરવાળો આંખો મીંચીને પૃથ્વી પર પડ્યો. હવે તેના અભિનવ પુણ્યોદયથી તેજ વૃક્ષ પર વસતા યક્ષવડે હિમ જેવું શીતળ પાણી લાવીને સર્વાગથી જ છંટાયો. પછી ભાનમાં આવેલો સનતકુમાર તે જળને પીએ છે અને સન્મુખ રહેલ યક્ષને જોઈને પૂછે છે કે હે મહાયશ ! તું કોણ છે ? અને આ પાણી ક્યાંથી લાવ્યો ? હું યક્ષ છું આ જ સાતપુડા વૃક્ષ પર વસું છું અને માનસ સરોવરમાંથી આ પાણી લાવીને મેં તને આપ્યું છે. એ પ્રમાણે યક્ષે કહ્યું એટલે કુમારે કહ્યું કે માનસ સરોવરમાં સ્નાન કર્યા વિના આ મારો સંતાપ દૂર થતો નથી. પછી યક્ષ તેને કરસંપુટમાં લઈને માનસ સરોવરમાં લઈ ગયો. સ્વેચ્છાથી સ્નાન કરે છે અને ત્યાં જળપાન કરે છે. (૨૧) અને પછી પૂર્વભવના વૈરી વૈતાઢ્ય પર્વતના વાસી અસિતાક્ષ નામના યક્ષે સનતકુમારને જોયો અને પછી તે ક્રોધે ભરાયો. તીક્ષ્ણ કાંકરાના સમૂહવાળો, ભંગાયા છે સેંકડો વૃક્ષોના ખંડો જેના વડે એવા પવનને વિકુર્તીને ધૂળથી આકાશને ઢાંકી દીધું. પછી અગ્નિ જેવી લાલ આંખવાળો, જેના મુખમાંથી અગ્નિની વાળાનો સમૂહ નીકળી રહ્યો છે અને ખડખડાટ હસતા એવા ભયંકર રાક્ષસને વિદુર્વે છે. એટલામાં તેનાથી ભય ન પામ્યો તેટલામાં યક્ષે આંખમાંથી નીકળતી વાળાવાળા નાગપાશોથી તેને સર્વાગે દઢ બાંધ્યો. લીલાથી જીર્ણ રજૂની જેમ તેણે નાગપાશોને પણ તોડી. પછી રાક્ષસના રૂપથી યક્ષ કુમારની સાથે ટકરાયો. હાથ પગના પ્રહારોથી પ્રહાર કરતા યક્ષને કુમારે નિષ્ફર મુઢિઓના પ્રહારોથી ટુકડે-ટુકડા કર્યા. (૨૭) હવે ગુસ્સે થયેલો તે રાક્ષસ લોહજડિત મુગરથી કુમારને વક્ષ સ્થળ પર તાડન કરીને વધવા લાગ્યો. કુમારે ચંદનના મહાવૃક્ષને ઉખેડીને તેના સાથળ ઉપર ફટકાર્યો તેથી છેદાયેલા વૃક્ષની જેમ તે પૃથ્વી પર પડ્યો. હવે તેણે પર્વતને સારી રીતે ઊંચકીને કુમાર ઉપર ફેંક્યો. તેનાથી ઘણો પીડાયેલો કુમાર મૂર્છાથી અચેતન થયો. પછી યક્ષ ભાનમાં આવેલા કુમારની સાથે બાહુયુદ્ધથી લડવા લાગ્યો. પછી કુમારે વજજેવી કઠીન મુદિઓના પ્રહારથી સેંકડો રેતીના કણીયા જેવો કર્યો. પણ નિરુપક્રમ આયુષ્યવાળો હોવાથી દેવ મર્યો નહીં. ફરી પણ લાતોના પ્રહારથી સર્વાગે ઘણો પીડિત કરાયો. (૩૨) હવે વિરસ રડીને યક્ષ નાશી ગયો. પછી કૂતુહલથી આવેલા દેવો અને વિદ્યાધરોએ કુમાર ઉપર ફુલોની વૃષ્ટિ કરી. યક્ષ જીતાઈ ગયો એ પ્રમાણે ઘોષણા કરી પછી કુમાર દિવસના પાછલા ભાગમાં સરોવર પાસેથી ચાલ્યો. એટલામાં થોડોક ભૂમિભાગ આગળ જાય છે તેટલામાં નંદન નામના વનમાં ભાનુવેગ વિદ્યાધરની આઠ પુત્રીઓને જુએ છે અને તે આઠ દિશાકુમારીઓ પણ તેને સરાગદષ્ટિથી જુએ છે. વિસ્મય પામેલો કુમાર પણ તેઓની નજીક જઈને એકને પૂછે છે કે હે ભદ્રે ! તમે કોણ છો ? અને આ શૂન્ય અરણ્યને કેમ અલંકૃત કર્યું છે ? તેઓએ કહ્યું કે હે

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348