Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 333
________________ ૩૨ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ટીકાર્થ રોગ પીડાદિ આપત્તિમાં માનસિક દુ:ખ ઉત્પન્ન થયે છતે કોઈક જ્ઞાની આ પ્રમાણે ભાવના કરતા આત્માને શીખામણ આપે છે. તે આ પ્રમાણે - હે જીવ ! પૂર્વે સંસાર સાગરમાં નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ ગતિઓમાં પરિભ્રમણ કરતા દુઃખો ભોગવતા એવા તારે અનંતા પલ્યોપમ અને સાગરોપમ પસાર થયા છે તો પછી જિનધર્મની આરાધનાથી ઉત્પન્ન થયેલ અનુમિત (પરિમિત અર્થાત્ જેનું અનુમાન થઈ શકે તેવું) અને સુખના અંતવાળું, તુચ્છ,. અલ્પકાળ રહેનારું, એવું આ માનસિક દુઃખ શું દૂર નહીં થાય? ઉલટું અવશ્ય દૂર થશે જ. તું જરા પણ વ્યાકુળ ન થા એમ ભાવના કરતો જ્ઞાની પણ તે દુ:ખથી બાધિત થતો નથી. જ્ઞાનીની બીજી પણ ભાવનાને કહે છે સારું વેત્યાદિ પૂર્વે દુ:ખના હેતુભૂત પાપોને આચરવાથી સ્વયં જ પૂર્વે કરેલા દુ:ખો પોતાના કાળે ઉદયમાં આવ્યા છે તેથી તેને સમભાવે સહન કર કારણ કે સમભાવે સહન કરતા મહાનિર્જરા રૂપ ફળ પ્રાપ્ત થાય છે. વેદનાદિથી જીવ પણ ક્યારેય પૂર્વે અજીવ કરાયો નથી. વેદનાદિમાં જે આદિ શબ્દ છે તેનો અર્થ બીજાને આક્રોશ કરવો વગેરે ગ્રહણ કરવું. જ્યારે જીવ વેદનાદિથી ક્યારેય જીવત્વને છોડતો નથી ત્યારે વ્યાકુળ થવાથી શું ? એમ કહેવાનો ભાવ છે. હવે કેવળ તીવ્ર મહારોગથી ઉત્પન્ન થયેલા દુઃખને સારી રીતે સહન કરવા માટે ચોથા સનતકુમાર ચક્રવર્તીના ઉદાહરણના સારવાળી ભાવનાને કહે છે तिव्वा रोगायंका सहिया जह चक्किणा चउत्थेणं । ' ते तुमं पि हु सहसु सुहं लहसि जमणंतं ।।५१९ ।। तीव्रा रोगातंकाः सोढा यथा चक्रिणा चतुर्थेन तथा जीव ! तान् त्वमपि खलु सहस्व सुखं लभसे यदनन्तम् ।।५१९ ।। ગાથાર્થ : જેમ ચોથા સનતકુમાર ચક્રવર્તીએ તીવ્ર રોગાતકો સહન કર્યા તેમ તે જીવ ! તું પણ રોગાતકને સહન કર જેથી અનંત સુખને મેળવશે. (૫૧૯) सुगमा । सनत्कुमारचक्रवर्युदाहरणं तूच्यते - સનતકુમાર ચક્રવર્તીનું ઉદાહરણ કહેવાય છે સનતકુમાર ચક્રવર્તી વિધ્યારણ્યની જેમ પરમ પુરુષરૂપી હાથીઓનું જે જન્મ સ્થાન છે તે કુરુજનપદ દેશમાં પ્રસિદ્ધ હસ્તિનાપુર નામનું નગર છે. જેમ સમુદ્ર ચંદ્રની ઉત્પત્તિનું સ્થાન છે તેમ સ્થિર છતાં પણ ભમતો, ધવલ છતાં પણ રંજિત કરાયો છે સંપૂર્ણ લોક જેના વડે એવા યશપ્રભાવનું ઉત્પત્તિ સ્થાન જે છે તે અશ્વસેન હસ્તિનાપુરનો રાજા છે અને સહદેવી તેની પ્રિયા છે અને તે બેને ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સનતકુમાર નામનો પુત્ર થયો અને તેને શૂર સામંતનો પુત્ર બાળપણથી સાથે ધૂળમાં રમનારો, સાથે મોટો થયેલો મહેન્દ્રસિંહ નામનો મિત્ર હતો. તેની સાથે કળાગ્રહણ કરે છે. હવે તે યુવાન થયો ત્યારે ક્યારેક વસંતકુમાર સર્વરિદ્ધિથી નગરના ઉદ્યાનમાં જાય છે. (૯) ક્રીડાનો અવસર સમાપ્ત થયો ત્યારે જલધિકલ્લોલ નામના ઘોડા પર આરૂઢ થયેલો કુમારોની સાથે જલધિકલ્લોલને વહાવતો હતો ત્યારે તે જલધિકલ્લોલ વડે હરણ કરાયો અને અડધી ક્ષણથી અદૃશ્ય થયો.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348