Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૪ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ મહાયશ ! અહીંથી નજીકમાં અમારી પ્રિયસંગમા નામની નગરી છે અને ત્યાં તમે વિશ્રામ કરો ત્યાં તમે સર્વ પણ જાણશો એમ કહીને તેની સાથે તે ચાલ્યો. (૩૮) કિંકરવડે બતાવાયેલ છે માર્ગ જેને એવો કુમાર તે નગરીના રાજાને ઘરે પહોંચ્યો. ભાનુવેગ વિદ્યાધરે તેનો ઘણો સત્કાર કર્યો અને રત્નના સિંહાસન ઉપર બેસાડીને કહ્યું કે હે મહાયશ ! મને પૂર્વે નૈમિત્તિકે કહ્યું છે કે જે અસિતાક્ષને જીતશે તે મારી આઠ કન્યાનો વર થશે તો તું હમણાં અહીં આવ્યો છે તેથી આઓનું પરિગ્રહણ કરીને અનુગ્રહ કર. વિદ્યાધરે એમ કહ્યા પછી તત્કાળ ઉચિત વિધિથી કુમાર આઠેય પણ કન્યાઓને પરણ્યો અને રમ્યવાસ ભવનમાં રાત્રીએ તેઓની સાથે દેવ જેવા ભોગો ભોગવીને સૂતો ને સવાર થઈ ત્યારે હાથમાં બાંધેલ કંકણને છોડીને બીજું કંઈપણ સ્ત્રીઓ, ખેચર, ઘર કે નગરને જોતો નથી. ફક્ત ભૂમિપર પોતાને જુએ છે પછી કુમાર વિચારે છે કે શું આ સ્વપ્ન છે ? કે ઇન્દ્રજાળ છે? કે મારી બુદ્ધિનો મોહ છે ? અથવા મારે આ વિચારવાથી શું ? તેથી હું આગળ જાઉં. પછી થોડીક ભૂમિભાગ આગળ જાય છે તેટલામાં તે જ અરણ્યમાં એક પર્વતના શિખર ઉપર રહેલા મણિમય સ્તંભથી પ્રતિષ્ઠિત એક ભવનને જુએ છે અને વિચારે છે કે શું અહીં આ બીજું કંઈપણ ઇન્દ્રજાળ ઉપસ્થિત થયું છે? અથવા તો હું તેને જોઉં અને કેટલામાં નજીક જાય છે તેટલામાં કરુણ સ્વરે રડતી એક સ્ત્રીને જુએ છે અને શબ્દ અનુસાર તે જ પ્રાસાદના છદ્દે માળે ક્રમથી પહોંચ્યો. પછી નિશ્ચળથી કાન દઈને તે રડવાના શબ્દને સ્પષ્ટપણે સાંભળે છે (૪૯) તે આ પ્રમાણે હે કુરુવંશ રૂપી આકાશ તળમાં ચંદ્ર સમાન ! હે ગુણના નિલય ! સનતકુમાર ! વરકુમાર ! હવે બીજા પણ જન્મમાં તું જ શરણ થા. પોતાનું નામ સાંભળી શંકાવાળો થયેલો કુમાર એ પ્રમાણે દુ:ખ સહિત બોલતી, ફરીફરી રડતી તે કન્યાની પાસે સાતમી ભૂમિ પર ગયો. પછી ભયમુક્ત તે ધીર ત્યાં તે બાળાની પાસે જઈને કહે છે કે હે ભદ્ર ! અહીં તું કેમ રડે છે ? તને શું દુઃખ છે ? અથવા તારે સનતકુમારની સાથે શું સંબંધ છે જેથી તે તેના શરણે ગઈ છો. પછી દીર્ઘ નિશ્વાસ નાખીને તે કુમારને જવાબ આપે છે કે એકમાત્ર મનોરથથી સનતકુમાર મારો ભર્તા છે. સાકેત પુરાધિપ સુરભિ રાજચંદ્રની યશોદેવીની પુત્રી એવી હું તેઓવડે તે શુભકને અપાઈ છું પણ તેની સાથે વિવાહ થયો નથી અને તેથી તેને પ્રત્યક્ષ જોયો નથી. એટલામાં એક ખેચરે મને હરીને અહીં અરણ્યમાં વિદુર્વેલા પ્રાસાદમાં મૂકી છે અને તે ખેચરાધમ પોતે હમણાં ક્યાંક ગયો છે એ પ્રમાણે જેટલામાં તે કહે છે તેટલામાં અશનિવેગનો વજવેગ નામનો ખેચરપુત્ર ત્યાં આવ્યો અને તે કુમારને આકાશમાર્ગમાં ઊંચકે છે એટલે તે હાહારવ કરીને પૃથ્વી પર પડી. પછી વજ જેવી કઠણ મુષ્ટિના પ્રહારોથી તે ખેચરને હણીને કુમાર ફરી ત્યાં મહેલમાં આવે છે. તે બાળાને આશ્વાસન આપીને અને પોતાના વૃત્તાંતને કહીને સુનંદા નામની તે બાળાને પરણે છે અને તે સ્ત્રી રત્ન થશે. (૧૦) હવે વજવંગ ખેચરની બહેન નામથી સંધ્યાવલી ત્યાં આવેલી પોતાના ભાઈને હણાયેલો જુએ છે. પ્રથમ ગાઢ કોપને પામેલી પછી ભાઈના વધ કરનારની તું સ્ત્રી થઈશ એવા નૈમિત્તિકના વચનને યાદ કરે છે. પછી વિવાહને માટે તે સનતકુમારની પાસે ઉપસ્થિત થાય છે. સુનંદાથી અનુજ્ઞા અપાયેલો કુમાર પણ તેને પરણે છે. અને આ બાજુ હરિચંદ્ર ખેચર અને ચંદ્રસેન બંને કુમારની પાસે આવીને કહે છે કે અમે શ્રી ચંદ્રવેગ તથા શ્રી ભાનુવેગના પુત્રો રથ અને બખ્તર લઈને તમારી પાસે પોતાના પિતા વડે મોકલાયા છીએ. જણાયું છે પુત્રનું મરણ જનાવડે એવો ખેચરપતિ અશનિવેગ લશ્કરના સમૂહ સાથે તમારી પર ચઢાઈ કરવા આવે છે

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348