Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 339
________________ ૩૨૮ ભાવ ભાવનાપ્રકરણ ભાગ - ૨ છે. રંભા અને તિલોતમા અને ગાંધર્વવિદ્યામાં કુશળ અને આતોઘને વગાડનાર એવા તુંબરુની સાથે ગાંધર્વપતિ ઇન્દ્રના વચનથી ત્યાં જાય છે અને ત્યાં વૈશ્રમણ શ્રીસનતકુમારને કહે છે કે તમારા રાજ્યભિષેકના કાર્ય માટે હું શક્રેન્દ્રવડે મોકલાયો છું. પછી તે યોજન પ્રમાણ મણિપીઠ કરે છે. પછી તેના ઉપર એક યોજન પ્રમાણ શ્વેતમંડપને વિદુર્વે છે અને તેના ઉપર (એટલે કે મણિપીઠ ઉપર) રત્નોથી નિર્મિત બીજી મણિપીઠિકા રચે છે અને મણિપીઠિકા ઉપર રત્નો અને મણિથી નિર્મિત સિંહાસન કરે છે અને તેના ઉપર સનતકુમારને બેસાડીને દેવોથી યુક્ત વૈશ્રમણ મણિ અને રત્નમય કળશો વડે ક્ષીરોદધિના જળથી અભિષેક કરે છે. જય જયારવા દુંદુભિના શબ્દથી ઉત્પન્ન કરાયો છે લોકમાં હર્ષ જેનાવડે એવો કુબેર સુરપતિ વડે મોકલાયેલ આભરણ અને શ્રેષ્ઠ વસ્ત્રોથી સનતકુમારને અલંકૃત કરે છે. (૧૫૦) અને હર્ષ સહિત નૃત્ય કરતી રંભાદિ અને ગાંધર્વઅનીક વડે નાટક કરાયે છતે અતિમોટી રિદ્ધિ પૂર્વક ચક્રવર્તીનો નગરમાં પ્રવેશ કરાવ્યા પછી દેવોની સાથે વૈશ્રમણ સ્વસ્થાને જાય છે સનતકુમાર પણ ચક્રવર્તીપદનું પાલન કરે છે. હવે કોઈ વખત સુરેન્દ્ર સૌદામણિ નાટકને જોતો હોય છે ત્યારે ઇશાન દેવલોકમાંથી સંગમ નામનો ઉત્તમ દેવ સૌધર્મ દેવલોકમાં ઇન્દ્રની પાસે આવે છે. જેમ સૂર્યના બિંબના ઉદયથી બાકીના સર્વ ગ્રહો નિસ્તેજ થાય છે તેમ તે દેવના તેજથી સૌધર્મ દેવલોકના સર્વ પણ દેવો તેજ લક્ષ્મીથી પ્રભ્રષ્ટ થઈ નિસ્તેજ થયા. હવે તે દેવ ગયા પછી સર્વ દેવોએ ઇન્દ્રને પુછ્યું કે હે સ્વામિન્ ! આ સંગમદેવના આવા પ્રકારના તેજનું કારણ શું છે? શક્રેન્દ્ર કહે છે કે પૂર્વભવમાં આનાવડે આયંબિલ વર્ધમાન નામનું ઉગ્રતપ કરાયું છે. અહીં આવા પ્રકારની તેજલક્ષ્મી શું બીજા કોઈને પણ છે ? આ પ્રમાણે પુછાયેલા શક્રેન્ડે કહ્યું કે સનતકુમારનું રૂપ દેવો કરતાં પણ અધિક છે. પછી તેની શ્રદ્ધા નહીં કરતા વિજય અને જયંત નામના બે દેવ જલદીથી બ્રાહ્મણનું રૂપ કરીને ત્યાં આવ્યા. પછી સુગંધી તેલોથી અભંગન કરાયેલા સનતકુમારને જોયો તેના રૂપને જોઈને વિસ્મિત હૃદયવાળા વિચારે છે કે ઇન્દ્ર કહેલા રૂપ કરતા અધિક જ છે. પછી વિસ્મયપૂર્વક પરસ્પરના મુખને જોતા સનતકુમાર વડે પુછાયો કે હે ભદ્રો ! તમારે અહીં આવવાનું શું પ્રયોજન છે ? તેઓએ કહ્યું કે તમારું રૂપ ભુવનમાં અભ્યધિક છે એમ સાંભળીને અમે અહીં જોવા માટે આવ્યા છીએ. પોતાના રૂપથી ગર્વિત થયેલો રાજા આ પ્રમાણે વચન કહે છે- (૧૭૦) જેટલામાં હું સ્નાન કરીને, શરીરને સુશોભિત કરીને રાજસભામાં બેસું તેટલી વાર તમો અહીં રહો. પણ હમણાં અભંગિત કરાયેલા એવા મારા રૂપનો લેશ પણ આજે તમે જોયો નથી પછી તે બંને પણ દેવો બહાર ગયા અને કરાયો છે સ્નાન અને વિલેપન જેનાવડે, શ્રેષ્ઠ કરાયો છે શૃંગાર જેનાવડે એવો ચક્રી પણ સભામાં બેસીને તે બંને પણ બ્રાહ્મણોને બોલાવે છે. હવે તેઓ ચક્રીના શરીરને જોઈને વિસ્મિત થયેલા પરસ્પર જુએ છે અને સવિષાદમનવાળા દેવો બોલે છે કે મનુષ્યના લાવણ્ય-રૂપ-તનુયૌવન ક્ષણદષ્ટનષ્ટ સ્વરૂપવાળા છે. તેને સાંભળીને શ્રી ચક્રવર્તીએ આ પ્રમાણે કહ્યું કે અરે ! બ્રાહ્મણો તમે મનુષ્યના રૂપાદિને કેમ નિંદો છો ? પછી તેઓ કહે છે કે જન્મથી માંડીને અંતમાં છ માસ બાકી રહે ત્યાં સુધી દેવોનું રૂપ-તેજ-યૌવન વગેરે અવસ્થિત (સ્થિર) રહે છે અને તે રૂપાદિ મનુષ્યોને વિશે પ્રાય: મધ્યમવય સુધી સ્થિર રહે છે. પણ આ કંઈક આશ્ચર્ય છે જે અમારાવડે પણ જોવાયું છે કે તમારી જે રૂપ-યૌવનની શોભા હતી તે ક્ષણથી હમણાં નષ્ટ થઈ છે કારણ કે સ્નાનના આરંભના સમયથી માંડીને રોગના ઉદયથી તમારા શરીરના રૂપની સંપત્તિ નષ્ટ થઈ છે. (૧૭૯) પણ તમે આ કેવી રીતે જાણ્યું? પછી તે બ્રાહ્મણો કહે છે કે શક્રેન્દ્રની પ્રશંસા સાંભળીને અમે દેવો અહીં આવ્યા. ઇત્યાદિ કહ્યા પછી કેટલામાં ચક્રવર્તીએ હારથી યુક્ત પોતાનું વક્ષસ્થળ અને અંગદથી

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348