Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 337
________________ ૩૨૬. ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ બેઠા. સનતકુમારે મહેન્દ્રસિંહને પુછ્યું કે આ ભયંકર અરણ્યમાં તું કેવી રીતે આવ્યો ? અથવા હું અહીં છું એમ તે કેવી રીતે જાણ્યું ? પરિજન સહિત તાતને, માતાને કુશળ છે ને ? ઇત્યાદિ સનતકુમારે પુછ્યું ત્યારે મહેન્દ્રસિંહ સર્વ યથાહકીકત કહીને સનતકુમારને અશ્વના અપહાર પછીના વૃત્તાંતને પૂછે છે. પરણેલી સો વિદ્યાધર કન્યાઓમાંથી વિમલમતિ નામની સ્ત્રીને તે હકીકત કહેવા માટે આદેશ કરીને કુમાર રતિઘરમાં જઈને સૂતો. પ્રજ્ઞપ્તિ વિદ્યાથી સર્વ પણ વૃત્તાંતને જાણીને વિમલમતિએ મહેન્દ્રસિંહને તે બંને મળ્યા ત્યાં સુધીની હકીકત કહી. હવે સર્વવૃત્તાંતને સાંભળીને હર્ષિત થયેલો મહેન્દ્રસિંહ દેવીને (વિમલમતિને) પૂછે છે કે સનતકુમારનો અસિતાક્ષ વૈરી કેવી રીતે થયો ? હે દેવી! તું મને કહે. હવે તે પ્રજ્ઞપ્તિ વિઘાથી જાણીને આ હકીકતને પણ કહે છે. (૯૯) આ ભરતક્ષેત્રમાં કંચનપુર નામનું નગર છે અને વિક્રમ યશ નામનો રાજા છે. સ્ત્રીઓની લોલુપતાથી રૂપથી અધિક-અધિક સરસાઈ પામતી પાંચસો અંતેપુરીઓને કરી. તે નગરમાં નાગદત્ત નામનો સાર્થવાહ છે. નયન અને મનમોહક રૂપાદિ ગુણોથી અમરસુંદરી કરતા પણ અધિક એવી વિષ્ણુશ્રી નામની, તેની પ્રિયા છે. કામાતુર વિક્રમ યશ રાજાએ તેને જોઈ અને અંત:પુરમાં નાખી. રાજ્યકાર્યનો ત્યાગ કરીને, બાકીના સ્ત્રીવર્ગનો તિરસ્કાર કરીને, લોકાપવાદને નહીં ગણીને તે રાજા હંમેશા તેની સાથે ભોગ ભોગવે છે. (૧૦૪) પોતાની પ્રિયાના વિયોગથી નાગદત્ત પણ ઉન્મત્ત થયો. હે પ્રિયતમા ! તું ક્યાં ગઈ છે ? હે ચંદ્રમુખી ! હે પુષ્ટ ગોળ સ્તનવાળી ! એ પ્રમાણે પ્રલાપ કરતો નગરમાં ભમે છે. અને કોઈક વખત રાજાની બીજી સ્ત્રીઓએ કામણ કરીને વિષ્ણુશ્રીને મારી. તેના મરણના શોકમાં નાગદત્તની જેમ ઉન્મત્ત થયેલો રાજા પણ શોક, આકંદ અને વિલાપ કરે છે. અને મૂઢ રાજા તેના અગ્નિ દાહને કરવા દેતો નથી. હવે મંત્રીઓએ રાજાને ઠગીને કોઈપણ રીતે તે સ્મશાનમાં લઈ જઈ છોડી દીધી. પછી તેને નહીં જોઈને રાજા સ્વયં ભક્તપાનને છોડીને ગાઢતર પ્રલાપ કરવા લાગ્યો અને રાજાને ઉન્મત્ત થયેલો જોઈને તથા વિષ્ણુશ્રીને નહીં જોઈને રાજા મરશે એવો નિશ્ચય કરીને મંત્રીવર્ગ ગળતો છે ઘણો પરુ અને લોહીનો સમૂહ જેમાંથી, કાગડાઓ વડે ખેંચાયેલી છે આંખો જેની, સર્વત્ર પણ સળવળતો છે કૃમિઓનો સમૂહ જેમાં, તીક્ષ્ણ પક્ષીઓના ચાંચના પ્રહારથી કરાયો છે ક્ષતોનો સમૂહ જેમાં, દુર્ગધથી બિભત્સ એવા વિષ્ણુશ્રીના ક્લેવરની પાસે રાજાને લઈ જઈને બતાવ્યું. રાજા હૈયામાં તત્કાળ ખેદ પામ્યો અને પોતાને ઘણો નિંદે છે. (૧૧૨) ૨ જીવ જેને માટે લજ્જા છોડીને જાતિ-કુળ-શીયળાદિને ન ગમ્યું. ચંદ્ર જેવા ઉજ્જવળ યશના સમૂહને મલિન કર્યો. સકલજનને શોચનીય એવી તે મૃગાક્ષીના શરીરની આવી પરિણતિ થઈ કે જે જોવા માટે પણ શક્ય નથી એમ વૈરાગ્યને પામેલો રાજા તૃણની જેમ રાજ્યલક્ષ્મીને છોડીને સુવ્રત આચાર્યની પાસે વિધિપૂર્વક દીક્ષાને સ્વીકારે છે. પછી તે ભવમાં છટ્ટ-અટ્ટમ-દશમ-દ્વાદશાદિ તપ કરીને વિધિથી અનશન કરીને ત્રીજા સનતકુમાર દેવલોકમાં દેવ થયો. (૧૧૬). અને ત્યાંથી આવીને રત્નપુર નગરમાં જિનવચનથી ભાવિત કરાયો છે આત્મા જેનો એવો જિનધર્મ નામે શ્રેષ્ઠી પુત્ર થયો. નાગદત્ત શ્રેષ્ઠી પણ પ્રિયાના વિરહમાં આર્તધ્યાનને પામેલો મરીને તિર્યંચોમાં ભમીને સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ પુત્ર થયો. ત્રિદંડીનો વેશ લઈને ક્યારેક દેશોમાં ભમતો તે રત્નપુર નગરમાં આવ્યો અને બે બે મહિનાના ઉપવાસ કરીને પારણું કરે છે. ત્યાંનો લોક અને હરિવહન રાજા તેનાથી આકર્ષાયા. ભગવાનનો ભક્ત એવો રાજા ત્યાં તે ત્રિદંડીને આવેલો જાણીને પારણા માટે તેને નિમંત્રણ કરે છે અને તે તેના ઘરે આવ્યો અને ભાગ્ય યોગથી કોઈક રીતે જિનધર્મ પણ રાજા પાસે આવ્યો

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348