Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 305
________________ ૨૯૪ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ पाठसिद्धव ।। अथ तपोविषय एव शिष्योपदेशमाह - હવે તપના વિષયમાં જ શિષ્યોને ઉપદેશ આપતા કહે છે मइलम्मि जीवभवणे विइन्ननिम्भिवसंजमकवाडे । दाउं नाणपईवं तवेण अवणेसु कम्ममलं ।।४५५।। मलिने जीवभवने वितीर्णनिश्छिद्रसंयमकपाटे दत्त्वा ज्ञानप्रदीपं तपसा अपनय कर्ममलम् ।।४५५।। ગાથાર્થ : બંધ કરાયા છે નિબિડ સંયમ રૂપી કપાટ જેમાં એવા મલિન જીવરૂપી ભવનમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટાવીને તપથી કર્મરૂપી મળને દૂર કરો. (૪૫૫) जीव एव भवनं-गृहं तस्मिन् कर्मकचवरमलिने, आगंतुककर्ममलनिपेधार्थं वितीर्णनिबिडसंयमकपाटे ज्ञानप्रदीपं दत्त्वा पिटिकादिस्थानीयेन तपसा कर्ममलमपनय येन निर्वृतिमवाप्नोसि, उक्तं च "नाणं-पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हं पि समाओगे मोक्खो जिणसासणे भणिओ ।।१।। पुनरपि तपःशोषितकर्ममलान् मुनीन् नामग्राहं नमस्कुर्वनाह - ટીકાર્થઃ જીવરૂપી ભવન તે જીવભવન અને તે કર્મરૂપી કચરાથી ભરેલ છે તેથી તેવા જીવરૂપી ભવનમાં નવા આવતા કર્મોને અટકાવવા સંયમરૂપી કપાટને બંધ કરી જ્ઞાન રૂપી દીપકને પ્રગટાવીને તપરૂપી. સાવરણીથી કર્મમળને દૂર કરે જેથી તે મોક્ષને પામે અને કહ્યું છે કે – જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, અને સંયમ ગુપ્તિને કરનાર છે આ ત્રણેયના યોગથી જૈનશાસનમાં મોક્ષ કહેવાયો છે. ફરી પણ જેઓએ તપથી કર્મરૂપી મળને શોષી નાખ્યું છે તેવા મુનિઓના નામ લઈને નમસ્કાર કરતા કહે છે. तवहुयवहम्मि खिविऊण जेहिं कणगं व सोहिओ अप्पा । ते अइमुत्तयकुरुदत्तपमुहमुणिणो नमसामि ।।४५६।। तपोहुतवहे क्षिप्त्वा यैः कनकमिव शोधित आत्मा तान् अतिमुक्तककुरुदत्तप्रमुखमुनीन् नमामि ।।४५६।। ગાથાર્થ તપ રૂપી અગ્નિમાં શેકીને (નાખીને) પોતાનો આત્મા સુવર્ણની જેમ શુદ્ધ કરાયો છે તે અતિમુક્તક, કુરુદત્ત પ્રમુખ મુનિઓને હું નમસ્કાર કરું છું. ૪: પુનરતિકુમુનિરિતિ ?, ૩mતે – પ્રશ્ન : પણ આ અતિમુક્તક મુનિ કોણ છે ? ઉત્તર : કથાનકથી કહેવાય છે. અતિમુક્તક કથાનક પોલાસપુર નગરમાં જિનભવનોની ધ્વજા રૂપી પલ્લવોથી જાણે ચંદ્રના કલંકને સાફ ન કરતો હોય એવો વિજય નામનો મહારાજા છે અને તેની શ્રી દેવી નામની રાણી છે. સિંહ સ્વપ્નથી સૂચિત તેને પુત્ર થયો જેનું

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348