Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 304
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૨૯૩ શ્રી વીરપ્રભુ ઉત્કટિત આસન અને પ્રતિમમાં સેંકડો વાર રહ્યા. પ્રવ્રજ્યાના દિવસથી પ્રથમના ક્ષેત્રથી શ્રી વીર પ્રભુનું સર્વ પણ તપકર્મ પાણી વિનાનું થયું. શ્રી વિરપ્રભુનો આ સર્વ પણ છબસ્થ પર્યાય બાર વરસ છમાસ અને પંદર દિવસ થયો. એ પ્રમાણે શ્રીમદ્ મહાવીર તપ કહેવાયો. તેથી આ શ્રત રૂપી સાગર અપાર છે. તેમાં બતાવાયેલા તપોની આરાધના કરનારા જીવો અનંતા છે. સ્કન્દક વગેરે પુરુષવિશેષોવડે અનેક પ્રકારના તપો આચારાયા છે એમ સંભળાય છે તેથી આ ગ્રંથમાં તેમાના કેટલાનું વર્ણન કરી શકાય ? આ કંઈક દિશા સૂચન માત્ર છે. અને આ તપો ગંધહસ્તિ વડે રચાયેલા પંચાસક વગેરે શાસ્ત્રોમાં જે કહેવાયેલ છે તે બતાવાયા છે. પરંતુ પોતાની બુદ્ધિથી નહીં અને બીજા પણ તપ વિશેષો બહુશ્રુતોના આમ્નાયથી જાણવા. હવે તપની આચરણાથી થતા લાભોને બતાવે છે जह जह दढप्पइन्नो वेरग्गगओ तवं कुणइ जीवो । तह तह असुहं कम्मं झिजइ सीयं व सूरहयं ।।४५२।। नाणपवणेण सहिओ सीलुज्जलिओ तवोमओ अग्गी । दवहुयवहो व्व संसारविडविमूलाई निद्दहइ ।।४५३।। यथा यथा दृढप्रतिज्ञो वैराग्यतस्तपः करोति जीवः तथा तथाऽशुभं कर्म क्षीयते शीतमिव सूर्यहतम् ।।४५२।। ज्ञानपवनेन सहितः शीलोज्वलित: तपोमयोऽग्निः दवहुतवह इव संसारविटपिमूलानि निर्दहति ।।४५३।। ગાથાર્થ જેવી રીતે સૂર્યના ઉદયથી ઠંડી દૂર થાય છે તેવી રીતે દૃઢપ્રતિજ્ઞાવાળો વૈરાગ્યને પામેલો જીવ જેમ જેમ તપ કરે છે તેમ તેમ તેના અશુભ કર્મો નાશ પામે છે. (૪૫૨) જ્ઞાન રૂપી પવનથી સહિત, શીલથી ઉજ્જવલિત કપરૂપી અગ્નિ દાવાનળની જેમ સંસાર રૂપી વૃક્ષના મૂળને બાળે છે. (૪૫૩) सुगमे ।। अथ तपोबहुमाने तत्कर्तृनुत्कर्षयन् प्रणमंश्चाऽऽह - હવે તપના બહુમાનમાં ગ્રંથકાર તપ કરનારાઓના ગુણોનું કીર્તન કરતા અને તેઓને પ્રણામ કરતા કહે છે. दासोऽहं भिछोऽहं पणओऽहं ताण साहुसुहडाणं । तवतिक्खखग्गदंडेण सूडियं जेहिं मोहबलं ।।४५४।। दसोऽहं मृत्योऽहं प्रणतोऽहं तेषां (तान्) साधुसुभटानां (न्) तपस्तीक्ष्णखड्गदंडेन सूदितं यैः मोहबलम् ।।४५४।। ગાથાર્થઃ જેઓ વડે તપ રૂપી તીક્ષ્ણ દંડથી મોહનું સૈન્ય નાશ કરાયું છે તે સાધુ સુભટોને હું નમ્યો છું, તેઓનો દાસ છું. તેઓનો ચાકર છું.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348