Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 306
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૫ અતિમુક્તક એવું નામ રખાયું. હવે જ્યારે તે આઠ વરસનો થયો ત્યારે કિંમતી વસ્ત્રાભરણોથી અલંકૃત ઘણાં રાજપુત્રોથી સહિત સુવર્ણમય દડાથી રાજમાર્ગ પર રમે છે અને તે વખતે નગરની બહાર શ્રીવીર જિનેશ્વર સમોવસર્યા. (૪). પછી નગરમાં ગૌતમસ્વામી ગોચરીએ પધાર્યા. તેને જોઈને ખુશ થયેલ અઈમુત્તો શરીરમાં સમાતો નથી. (અર્થાતુ અતિ આનંદ પામ્યો.) પછી સન્મુખ આવીને વિનયથી વંદન કરીને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! તમે કોણ છો ? તે કહો અથવા તમે શા માટે ભમો છો ? પછી પ્રૌઢ આચારણથી ખુશ થયેલ ભગવાન ગૌતમ સ્વામી પણ કહે છે કે અમે નિગ્રંથ શ્રમણો છીએ અને ભિક્ષા માટે નગરમાં ભમીએ છીએ. પછી રાજપુત્રે કહ્યું કે મારે ઘરે પધારો જેથી હું ભિક્ષા આપી શકું. હાથની આંગડીથી પકડીને અઈમુત્તો ગૌતમ સ્વામીને રાજભવનમાં લઈ ગયો. ગૌતમ સ્વામીને લઈ આવતા અઇમુત્તાને જોઈને તેની માતા સન્મુખ આવી અને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને વિપુલ અશનાદિ સામગ્રીથી પ્રતિભાભીને પછી પાછા વળેલા ગૌતમ સ્વામીને વાંદે છે. અને કુમાર પૂછે છે કે હે ભગવન્! અહીં તમે કઈ વસતિમાં પધારશો? પછી ગૌતમ સ્વામીએ કહ્યું કે બહાર અમારા ધર્માચાર્ય શ્રી વીર જિનેશ્વર સમોવસર્યા છે, અમો તેની પાસે જઈશું એમ કહીને ગૌતમ સ્વામી ગયા અને અઈમુત્તો પાછળ જિનેશ્વરની પાસે ગયો. ભગવાને પણ તેની આગળ સંસારને મથનારી દેશના કરી. (૧૩) અઈમુત્તો પણ પૂર્વ જન્મમાં સારી રીતે પ્રવજ્યાને પાળીને દેવલોકમાં જઈને અહીં ઉત્પન્ન થયો છે. પૂર્વે પણ ઘણાં કર્મોને ખપાવીને લઘુકર્મી થયો હોવાથી હમણાં જિનના વચનને સાંભળી તત્પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. પછી કહે છે કે હે ભગવન્! આપના સ્વહસ્તે હું દીક્ષા લેવા ઇચ્છું છું. જિનેશ્વર પણ કહે છે કે વિલંબ કરીશ નહીં. પછી પરમ સંવેગને ધારણ કરતો અઈમુત્તો માતાપિતાને કહે છે કે મને જિનેશ્વરની પાસે દીક્ષા લેવાની રજા આપો. (૧૭) હે પુત્રક ! તું શ્રેષ્ઠ સુખનો વિલાસી એવો સુકુમાર બાળક છે જ્યારે કેવળ કષ્ટના અનુષ્ઠાનવાળી આ દીક્ષા દુષ્કર છે એ પ્રમાણે માતાપિતાએ કહ્યું ત્યારે અઈમુત્તો કહે છે કે તમારી વાત સાચી છે પણ વર્ષોલ્લાસ થયે છતે અનંતવીર્યવાળા જીવને આ દીક્ષા દુષ્કર નથી અને ત્રણ ભુવન રૂપી ઘર બળે છતે નાશી છૂટનાર બાળ-વૃદ્ધ પ્રમુખોને શી ચિંતા હોય ? અને આ ભવવાસ જરામરણ-રોગ-શોક રૂપી અગ્નિથી બળેલો છે તેથી એવો ક્યો હિતૈષી નીકળતાને વારે ? ઇત્યાદિ યુક્તિ સંગત વાણીથી માતા-પિતાને પ્રતિબોધ કરીને અઈમુત્તાએ શ્રી વીર જિનેશ્વરની પાસે દીક્ષા લીધી અને પછી થોડા દિવસોમાં વિરોની પાસે અગીયાર અંગો ભણે છે. (૨૩) પછી અઈમુત્તો ગુણ રત્ન સંવત્સર તપનો સ્વીકાર કરે છે. પ્રથમ માસે ચોથ ભક્તને પારણે ચોથ ભક્ત, દિવસે ઉત્કટિક આસનથી અને રાત્રે નિર્વસ્ત્ર વીરાસનથી રહે છે. બીજે મહીને છઠ્ઠને પારણે છઠ્ઠ, ત્રીજે માસે અઠ્ઠમના પારણે અટ્ટમ, ચોથા માસે ચાર ઉપવાસને પારણે ચાર ઉપવાસ, પાંચમે માસે પાંચ ઉપવાસ, છકે માસે છ ઉપવાસના પારણે છ ઉપવાસ, એમ એકેક માસે એકેક ઉપવાસથી વધતા યાવત્ સોળમે માસે સોળઉપવાસના પારણે સોળ ઉપવાસથી પારણું કરે છે. દિવસે ઉત્કટિત આસનથી અને રાત્રે નિર્વસ્ત્ર વિરાસનથી રહે છે. પછી ભિક્ષુની બાર પ્રતિમાઓને વહન કરે છે તે આ પ્રમાણે- પ્રથમ પ્રતિમા પ્રથમ મહીને અલેપ ભોજન આહારપાણીની એકેક દત્તીની, બીજી પ્રતિમા બે માસની આહાર-પાણીની બે બે દત્તીની, ત્રીજી પ્રતિમા ત્રણ માસની ત્રણ ત્રણ દત્તીની, ચોથી પ્રતિમા ચાર માસની ચાર ચાર ઇત્તિની, પાંચમી પ્રતિમા પાંચ માસની પાંચ પાંચ દત્તીની, છઠ્ઠી પ્રતિમા છ માસની છ છ દત્તીની, સાતમી પ્રતિમા સાત માસની સાત સાત

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348