Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 319
________________ ૨૦૮ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ धर्मो न कृतः स्वादु न जिमितं नैव परिहितं श्लक्ष्णं आशादिविनटितैः हा दुर्लभं हारितं जन्म ।।४९४।। ज्ञानस्य केवलिनां धर्माचार्यस्य संघसाधूनां गृह्णता अवर्णं मूढेन नाशित आत्मा ।।४९५।। शोचन्ति ते वराकाः पश्चात् समुपस्थिते मरणे पापप्रमादवशैः न सेवितो यैर्जिनधर्मः ।।४९६।। लब्वाऽपि दुर्लभधर्म सुखैषिणा इह प्रमादितं येन स भिन्नपोतसांयात्रिक इव भ्राम्यति भवसमुद्रे ।।४९७।। गृहीतं यैश्चारित्रं जलमिव तृषितैः ग्रीष्मपथिकैः कृतसौगतिप्रस्थानकास्ते मरणान्ते न शोचन्ति ।।४९८ ।। को जाणइ पुणरुत्तं होही कइआ सुधम्मसामग्गी । रंकव्व धणं कुणह महव्वयाण इण्हिपि पत्ताणं ।।४९९।। ગાથાર્થ : જિનધર્મની પ્રાપ્તિ થયા પછી પ્રમાદ દોષથી તેને આરાધ્યો નથી તો તે સ્વવૈરી જીવ ! આગળ ઉપર તું ઘણો વિષાદ પામશે, (૪૭૭) ફરી પણ જિનધર્મ દુર્લભ છે, તે પ્રમાદને વશ થયો છે અને સુખનો ઇચ્છુક છે અને દુઃસહ નરકનું દુ:ખ તારી કઈ હાલત કરશે તે અમે જાણતા નથી. (૪૭૮). જિનધર્મની પ્રાપ્તિ કર્યા પછી જેઓએ પ્રમાદ સેવ્યો તે સુખના ઇચ્છનારા એવા તેઓ પૂર્ણ રત્નનો ભંડાર પ્રાપ્ત કરીને પણ હારી ગયા. (૪૭૯) અને જે જિનધર્મરૂપી વૃક્ષના ફુલનો ઉદ્ગમ જ સુર-નરની રિદ્ધિ છે અને ફળ સિદ્ધિ સુખ છે, તે જ જિનધર્મ રૂપી વૃક્ષને શુભભાવ રૂપી પાણીથી સિંચન કર. (૪૮૦) જિનધર્મની આરાધના કરતો તું જે અનુષ્ઠાનને દુષ્કર માને છે તેને તું પરિણામે સુંદર અને સુખના કારણભૂત એવા ઔષધની જેમ માની આરાધના કર. (૪૮૧) ધર્મના ફળથી પણ રિદ્ધિઓને ઇચ્છતો એવો તું પોપોને આચરે છે, લાંબો સમય જીવવાનો અર્થી એવો પણ મૂઢ કાળફૂટ વિષના કોળીયાને ભરે છે. (૪૮૨) ભવભ્રમણથી થાકેલો જિનધર્મરૂપી મહાવૃક્ષની નીચે વિશ્રામ કરીને હે જીવ! તું તે વૃક્ષમાં પ્રસાદ રૂપી દાવાનળને ન સળગાવ. (૪૮૩) સતત ભવરૂપી મહામાર્ગમાં પ્રવાસ કરતા મુસાફરો વડે ધર્મરૂપી સંબલ (ભાથું) ગ્રહણ કરાયું નથી તેઓ આગળ ઉપર દીનપણાને પામશે. (૪૮૪) જિનધર્મની રિદ્ધિથી રહિત ચક્રવર્તી પણ ખરેખર રંક જ છે કારણ કે નરકમાં પડતા તેને (ચક્રવર્તીને) પણ બીજું કંઈ શરણ થતું નથી. (૪૮૫)

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348