Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 324
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ૩૧૩ માસને અંતે તે તેને જ પરણવા કબૂલ થાય છે અને સંકેત કરાયો કે તારે ઘરના પશ્ચિમ બાજુના ઝરૂખા તરફ આવવું અને લટકતા દોરડાને હલાવીને ત્યાં સારી રીતે પકડીને ઊભા રહેવું. તેણે આ વાતનો સ્વીકાર કર્યો છતાં પણ આ રાજવિરુદ્ધ છે એમ સમજી ન ગયો. (૯૧). અને આ બાજુ પરણતી વખતે પ્રાપ્ત કરાયો છે શ્રેષ્ઠ શૃંગાર જેના વડે એવો દુર્ગત નાટક જોવા માટે ચાલ્યો અને માર્ગમાં આવતા રમણીય અનંગશ્રીના મહેલને જુએ છે અને કેટલામાં તેની નીચે એક ક્ષણ કુતૂહલથી ઊભો રહે છે તેટલામાં દોરડાને લટકતો જોઈને એમ જ હલાવે છે. રાજપુત્રીની સખીઓએ કહ્યું કે દોરડાને દૃઢ પકડી લે. હવે દુર્ગત પણ વિચારે છે કે મારે આ બીજું કોઈ નાટક ઉપસ્થિત થયું છે અથવા મારે ચિંતાથી સર્યું ? અહીં પણ સર્વજ્ઞનું વચન પ્રમાણ છે. પછી દોરડાને દેઢ પકડી રહેલો દુર્ગત દોરડાથી ખેંચીને ઘરની ઉપર લઈ જવાયો. પછી માલતીએ પૂર્વના ક્રમથી બંનેનું પણ પાણિગ્રહણ કરાવ્યું. પછી તુષ્ટ થયેલી માલતી સુખાસન પર બેઠેલા વરવધૂને કહે છે કે મારો બોજો હલકો થયો અને આજે હું કૃતાર્થ થઈ. લાંબા સમય પછી તમારો આ અનુરૂપ સંયોગ થયો. વિધિ પણ પ્રસન્ન થઈને તમારા સંયોગને વધતો રાખે. પછી દુર્ગને પણ કહ્યું કે એમ જ થાઓ. તેનો અવાજ સાંભળીને સહસા ભયભીત થયેલી માલતીએ અનંગશ્રીના કાનની પાસે કહ્યું કે આપણે ઠગાયા છીએ કારણ કે આ કોઈ અન્ય પુરુષ છે. પછી અનંગશ્રી કહે છે કે જલદીથી જેમ આવ્યો હતો તેમ રજા આપ. માલતીએ પણ તેમજ કર્યું. પછી દુર્ગત પણ ત્યાંથી નીકળીને મગની પોટલીનું ઓશીકું કરીને બે ફીકર સૂઈ ગયો. (૭૧) સૌભાગ્ય મંજરીની જેમ જ પ્રલાપ કરતી અનંગશ્રીને કોઈપણ રીતે શાંત કરીને માલતી તેની માતાની પાસે જઈને સર્વ પણ બનાવને કહે છે ભયભીત બનેલી ચિત્તવાળી માતા પણ વિક્રમરાજાને આ હકીકત કહે છે. તે પણ ખિન્નહૃદયવાળો કિંકર્તવ્યવિમૂઢ થઈને રહે છે. (૭૩) અને આ બાજુ આવેલો સુમતિ સચિવ પુત્રીનો સર્વ વૃત્તાંત રાજાને કહે છે. રાજા પણ કહે છે કે મારે પણ આવું જ થયું છે. રાજા પણ કોઈક રીતે સર્વ વ્યતિકરને કહીને તેને કહે છે કે હે આત્મન્ ! અહીં બીજો કોઈ ઉપાય નથી તેથી જેની સાથે આ પરણાવાઈ છે તેની તપાસ કરીને અહીં લઈ આવો. પછી સર્વત્ર પણ સચિવપુરુષોએ તપાસ કરી પણ તેની ખબર ન મળી. હવે કેટલામાં રાત્રીના અંતિમ સમયે તેઓ કોઈપણ રીતે શૂન્ય દુકાનના દરવાજા પાસેથી પસાર થાય છે ત્યારે વિલેપનની અને શ્રેષ્ઠફુલોની સુગંધ આવે છે. (અનુભવે છે.) પછી અંદર જઈને તપાસ કરતા તે મળ્યો. અને રાજા પાસે તેને લઈ ગયા. રાજાએ તેને ઓળખીને કહ્યું કે શું પૂર્વે મેં જેને જોયેલો તે જ તું મગ વણિક છે ? હા, એમ તેણે કહ્યું એટલે રાજાએ પૂછ્યું કે હે ભદ્ર ! રાત્રીનો વ્યતિકર કહે પછી દુર્ગત પણ સર્વ સત્ય જ કહે છે. (૮૦) સચિવની સાથે વિચારણા કરીને પછી રાજાએ તેને બારસો ગામ તથા ઘણું ધન અને સુવર્ણ આપ્યા. પછી જિનધર્મના પ્રભાવથી પ્રતિદિન વધતો છે ધનનો સમૂહ જેનો એવો દુર્ગત, ઉત્પન્ન થયો છે અધિક સ્નેહ જેઓને એવી બંને પણ સ્ત્રીઓની સાથે સકલ લોકને પ્રશંસનીય* એવા વિષય સુખોને ભોગવે છે. જોવાયો છે જૈન ધર્મના પ્રભાવનો વિશ્વાસ જેનાવડે એવો વિશુદ્ધ મનવાળો તે જિનધર્મને આરાધે છે. (૮૩) જીર્ણ અહીં વિષયસુખની આગળ પ્રશંસનીય વિશેષણ મુક્યું છે તેનો અર્થ એ છે કે પરમાર્થથી વિષય સુખો હેય (અપ્રશંસનીય) છે પણ લોકમાં જે વિષયસુખો દુરાચાર કરીને ભોગવાય છે તે અપ્રશંસનીય છે અને સદાચાર પૂર્વક ભોગવાય છે તે પ્રશંસનીય છે તેથી લોકને અમાન્ય એવા વિષય સુખોને ભોગવતો નથી એમ કહેવાનો ભાવ છે.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348