Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૬ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ વિખ્યાત થયો. સુલસ વણિક પણ મોટા ગૌરવથી શ્રેષ્ઠી પદે સ્થપાયો. યમુનાના વચનથી પોતે સકુટુંબ શ્રાવકપણું સ્વીકારે છે. પછી રત્નાવતી પુરીમાં વસતા અમરકેતુ રાજા પોતાનો પિતા છે એમ યમુના કોઈક અતિશય જ્ઞાની પાસેથી જાણે છે. (૪૩). હવે કોઈ ભાગ્ય યોગથી કોઈક બળવાન રાજાવડે હરણ કરાયું છે. સંપૂર્ણ રાજ્ય જેનું એવો અમરકેતુ રાજા કુટુંબ સહિત ત્યાં આવ્યો. યમુનાના વચનથી મકરધ્વજ રાજાએ ઘોડા-હાથી-રત્નો આદિ ઘણાં દાનથી તેનું સન્માન કર્યું. પછી પત્ની સહિત અમરકેતુએ પણ યમુનાના તે સર્વ વ્યતિકરને જાણ્યો. પછી ખુશ. થયેલા ચિત્તવાળો રાજા ત્યાં વસે છે. હવે યમુનાએ પરિજનથી સહિત માતાપિતાને પ્રતિબોધીને શ્રેષ્ઠ જિનેશ્વર પ્રરૂપિત ધર્મમાં સ્થાપન કર્યા. મકરધ્વજની ઘણી મોટી સહાયથી ફરી પણ અમરકેતુ પોતાના રાજ્યને મેળવે છે અને તેને નિષ્કટક પાળે છે અને પરિણત થયો છે જિનધર્મ જેને એવો અમરકેતુ કોઈકવાર રાત્રીના છેલ્લા ભાગમાં વિચારે છે કે તેવા પ્રકારની નિષ્ફળતાને વરેલા એવા અમારો સમુદ્ધાર કરીને યમુનાએ આ ભવમાં પણ કેવો ઉપકાર કર્યો છે પણ તેના લોકોત્તર ઉપકારની શું વાત કરીએ ? જગતમાં ઘણાં પ્રકારની સેવાથી લોકોત્તર ઉપકારનો પ્રતિ ઉપકાર તીર્થંકરો વડે પણ જોવાયો નથી. નારક-તિર્યંચાદિના અનંત દુ:ખોનો નાશ કરનાર તથા દેવ-મનુષ્ય અને મોક્ષના સુખને આપનાર એવો જિન ધર્મ અને તેના વડે અપાયો છે. અને જિનધર્મનું પ્રદાન કર્યું હોય તેને વિશે ભુવનમાં પણ બીજા કયો પ્રતિ ઉપકાર હોઈ શકે ? અર્થાત્ તેનો બદલો કોઈપણ ઉપાયથી વાળી શકાતો નથી, તેથી અહીં સુખદુ:ખનું કારણ પુત્ર કે પુત્રી નથી. નિશ્ચયથી પોતે કરેલા પુણ્ય અને પાપોથી સુખદુ:ખની પ્રાપ્તિ થાય છે. શું પુત્રથી કુળનો ઉચ્છેદ નથી થતો ? શું પુત્રી પણ કુળનો ઉદ્ધાર નથી કરતી? તેથી સર્વત્ર અનેકાંત છે તે અશંસય જ છે. (૫૪). પછી મકરધ્વજ રાજા દીર્ઘકાળ રાજ્યલક્ષ્મીને ભોગવીને યમુનાના શૂર નામના પુત્રને રાજ્ય પર સ્થાપીને યમુનાની સાથે દીક્ષા લઈને, નિરતિચાર ચારિત્રને પાળીને, કેવળજ્ઞાનને મેળવીને તે બંને પણ મોક્ષમાં ગયા. (પ) अत्राह विनेयः समाप्तास्तावद् द्वादशाप्येता भावनाः, किं पुनरेताभिर्भाविताभिः सिध्यतीत्याहએ પ્રમાણે રાજપુત્રી યમુનાનું કથાનક સમાપ્ત થયું. અને તેની સાથે બારમી ભાવના સમાપ્ત થઈ. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે : આ બાર ભાવનાઓ સમાપ્ત થઈ. પરંતુ આ ભાવનાઓને ભાવવાથી શું સિદ્ધ થાય છે ? હવે ગુરુ નીચેની ગાથાથી ઉત્તર આપે છે. इय भावणाहिं सम्मं णाणी जिणवयणबद्धमइलक्खो।। जलणो ब्व पवणसहिओ समूलजालं दहइ कम्मं ।।५०१।। इति भावनाभिः सम्यक् जिनवचनबद्धसल्लक्ष्यः ज्वलन इव पवनसहितः समूलजालं दहति कर्म ।।५०१।। ગાથાર્થ એ પ્રમાણે જિનવચનથી બંધાયેલી મતિના લક્ષવાળો જ્ઞાની સમ્યભાવનથી પવન સહિત અગ્નિની જેમ મૂળ સહિત કર્મ જાળને બાળે છે. (૫૦૧)

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348