Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૩૧૪ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ જિન ભવનોનો ઉદ્ધાર કરાવે છે અને બીજા નવા કરાવે છે. વિધિથી દાન આપે છે. સુગુરુના વચનોને સાંભળે છે. એક વખત જ્ઞાનગોષ્ઠિમાં બેઠેલા છે ત્યારે રાજા પૂછે છે કે હે દુર્ગત ! જુઓ તારા શકુનો કેવા સત્યફળવાલા થયા ? હવે તે કહે છે કે હે રાજન્ ! શકુનો કે અશકુનો ફળતા નથી નિશ્ચયથી ધર્મ સુખના ફળવાળો છે અને પાપ દુ:ખના ફળવાળું છે કારણ કે આવા પ્રકારના શકુનો મને પહેલાં અનેક વાર થયા તો પણ પાપના ઉદયથી કંઈપણ ઉત્તમ ફળને પ્રાપ્ત ન કર્યું. હમણાં તો કાર્ય અને ક્રિયામાં ક્યારેક અપશકુનો પણ થાય છે તો પણ ધર્મના પ્રભાવથી શુભફળવાળા જ થાય છે તેથી હે નરવર ! ધર્મને જ આરાધો. જેમ રસ લોખંડને સુવર્ણપણાથી પરિણમાવે છે તેમ પ્રૌઢતાને પામેલો ધર્મ પાપોને શુભ ફળથી પરિણમાવે છે અને સમગ્ર જીવલોકનું સુહિત કરે છે. મોક્ષના મનોરથોને પૂરે છે અને સ્વર્ગ તથા મોક્ષના સુખોને આપે છે. શુભભાવથી સેવેલો ધર્મ આ લોકમાં જ શુભફળવાળો થાય છે. અહીં હું જ ઉદાહરણ છે. પૂર્વે પાપકર્મોના ઉદયથી હું એકાંતે દુ:ખીઓ હતો. સારી રીતે જિનધર્મનું આચરીને હું સુખી થયો છું. એ પ્રમાણે સુયુક્તિઓથી તે રાજાને સચિવને, પોતાની સ્ત્રીને બીજા પણ પરિજન અને દેશવાસીઓને પ્રતિબોધે છે. પછી જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાને સ્થાપીને પત્ની સહિત વિધિથી દીક્ષા લઈને અને પાળીને દેવલોકમાં ઉત્પન્ન થયો અને મહા વિદેહમાં સિદ્ધ થશે. (૯૪). રાજપુત્રીનું કથાનક યમુના નદીને કાંઠે રનવતી નામે શ્રેષ્ઠ નગરી હતી. જે સુંદર રત્નોવાળી હોવા છતાં કુબેરની નગરીની જેમ પોતાના વૈભવથી સમગ્ર લોકને તુચ્છ કરી દીધો. તે નગરીમાં અમરકેતુ નામનો રાજા હતો જે કમલા સ્ત્રીથી ઉત્પન્ન થયો હોવા છતાં પણ સકલ જગતને જીતી લીધું હોવાથી અને પતિથી સનાથ હોવાથી કામદેવ જેવો હતો. (કામદેવે સકલ જગતને જીતી લીધું છે અને રતિથી યુક્ત છે.) આ રાજાને પ્રાણોથી પણ પ્રિય અગ્રમહિષી પત્ની હતી. તેને સાત પુત્રીઓ થઈ એક પણ પુત્ર ન થયો. હવે ફક્ત પુત્રીઓ જન્મી હોવાથી અને એક પણ પુત્ર ન હોવાથી તેઓનો ખેદ વધે છે ત્યારે આઠમી પણ પુત્રીનો જન્મ થયો તેથી ખેદ પામેલી દેવીએ રાજાને કહ્યા વિના જ કાષ્ટમય પેટીની અંદર પુત્રીને નાખીને પેટીને યમુના નદીના પ્રવાહમાં વહેતી મૂકી. (૫) અને આ બાજુ અશ્વપુર નગરમાં સુલસ નામે વણિક હતો. તે પણ માત્ર ઘણીપુત્રીઓથી સંતાપ પામેલો રહે છે. (અર્થાત્ તેને એક પણ પુત્ર નથી.) તેણે એ પેટીને લીધી અને ઘરે લઈ આવીને પછી ઉઘાડી તો તેની અંદર રાજપુત્રીને જોઈ. પછી જલદીથી ખેદપામેલો મનની અંદર વિચારે છે અરેરે ! આ શું ? પોતાના સ્વહસ્તે જ મેં આ અસમંજસ (અણઘટતું) કાર્ય કર્યું. સેંકડો પણ રાંડોનો સમૂહ પહેલાં પણ ઘરમાં સમાતો ન હતો છતાં પણ આ બીજી કોઈક અમારા માથા ઉપર પડી છતાં પણ તેઓનું (સુલસ દંપતીનું) દયાળુ-પણું છે કેમકે ફરી પણ યમુનાના પ્રવાહમાં વહેતી મુકવાના વિચારને ક્ષીણ કરે છે. આ પણ કોઢિયાના દાદરની જેમ ઘરે રહો. યમુના એ પ્રમાણે તેનું નામ પાડ્યું. પછી તેના ઘરે મોટા દુ:ખથી મોટી થતી ક્રમથી આઠ વરસની થઈ. (૧૧). હવે શ્રેષ્ઠી તેને ગાયોનું ધણ ચારવા અટવીમાં મોકલે છે અને તે પણ ધણ ચારવા જાય છે. પરવશ અને અતિ દુ:ખી એવી તે દિવસો પસાર કરે છે અને યૌવનને સન્મુખ થઈ અને કોઈક વખત નગરની બહાર ઉદ્યાનમાં ગાયોને ચારતી મધુર જિનવાણીને સાંભળે છે. એટલામાં જિનવાણીને અનુસરીને એક ક્ષણ આગળ જાય છે તેટલામાં તારાગણથી વીંટાળાયેલ પૂર્ણિમાના ચંદ્રની જેમ સાધુઓના વૃંદથી વીંટાયેલા સૂરિને જુએ છે.

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348