Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 323
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ ગયો. પોટલીને માથાનું ઓશીકું કરીને વિચારે છે કે શકુનોનું ફળ સર્વજ્ઞવડે જોવાયું છે તેથી તેમનું વચન યુગને અંતે પણ અન્યથા થતું નથી તો મારે આ ચિંતાથી શું ? એમ નિશ્ચય કરીને નિર્ભર સૂઈ ગયો. (૩૧) અને આ બાજુ રાજાનું જાણે બીજું હૃદય ન હોય એવો સુમતિ નામનો મંત્રી ત્યાં વસે છે અને તેની જ જયાવલી નામે સ્ત્રી છે અને તે બેને આઠ પુત્રોની ઉપર સૌભાગ્યમંજરી નામની પ્રાણોથી પણ અતિપ્રિય પુત્રી થઈ અને તે સુદર્શન નામના વણિકપુત્ર ઉપર રાગવાળી થઈ. દૂતીઓ વડે કહેવાતો છતાં વણિકપુત્ર કોઈ કારણવશ પરણવાને ઇચ્છતો નથી અને માતાપિતા પણ તેની સાથે પરણાવા ઇચ્છતા નથી. હવે કુશળ દૂતી તેને ગુપ્ત રીતે પરણવા ઘણાં પ્રકારે સમજાવે છે. તે દિવસે તેણે પરણવાનું સ્વીકાર્યું અને શૂન્ય દુકાન પર સંકેત કરાયો. દૂતીની સાથે સૌભાગ્ય સુંદરી શ્રેષ્ઠ શૃંગાર કરીને રાત્રીના પ્રથમ પહોરે ત્યાં ગઈ. પછી ત્યાં અંધારામાં તપાસ કરતી દૂતીનો હાથ દુર્ગતને લાગ્યો અને તેને જગાડીને ખુશ થયેલી દૂતીએ તેને ચંદનથી વિલેપન કર્યો. કપૂરના ચૂર્ણથી શરીર પર લેપ કર્યો અને મસ્તકમાં શ્રેષ્ઠ ફુલોની માળા પહેરાવી પછી દૂતીએ તેને અમૂલ્ય સૂક્ષ્મ પરણવાના વસ્ત્રો પહેરાવ્યા અને ગળામાં અતિશ્રેષ્ઠ ગોળ અને નિર્મળ મોતીનો બનાવેલો હાર પહેરાવ્યો. પછી દૂતીએ તે બંનેના જમણા હાથમાં કંકણ બાંધ્યું. બંનેના હાથનું પણિગ્રહણ કરાવે છે. કોડીયામાં પ્રગટાવેલ અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરાવે છે અને બંનેને સંબોલ આપે છે. હવે પદ્મિની નામની દૂતી ખુશ થયેલી આગળ ઊભેલી કહે છે કે હું આજે અનુરૂપ વરવહુને જોડીને કૃતાર્થ થઈ છું. (૪૨) ૩૧૨ આજે તું સૌભાગ્ય મંજરી છે અને તું પણ આજે સુદર્શન છે. આ પવિત્ર મંત્રોનો સંયોગ મારાવડે પણ કરાયો. આગળ ઉપર વિધિ પ્રમાણ છે. પછી દુર્ગત પણ ધીમેથી બોલે છે કે વિધિ પ્રમાણ છે એમ અમે પણ. કહીએ છીએ. પછી પદ્મિનીએ અવાજ ૫૨થી ઓળખ્યો કે આ કોઈ અન્ય છે. તેણે સૌભાગ્યમંજરીના કાનમાં આ વાત કરી પછી ધીમે ધીમે પાછી હટીને ભાગીને ઘરે ગઈ. પણ તે સુદર્શન કંઈપણ વિચારીને ત્યાં ન આવ્યો. સૌભાગ્યમંજરી પણ સ્થળપર રહેલી માછલીની જેમ તરફડીયા મારીને ક્ષણ એક શયનતળ પર રહી કહે છે કે હે નિર્લજ્જ ! ધીરપુરુષોને છોડીને નિર્દય એવો તું અબળા કન્યાઓને આવો પ્રહાર કરે છે તેથી એ સત્ય જ છે કે તું અનંગ છે. જેણીએ કુલને ન ગણ્યું, જેણીએ પણ શીલને ન ગમ્યું, જેણીએ વડીલજનને ન ગણ્યા અથવા બાંધવ જનને ન ગણ્યા, જેણીએ નિંદનીય ન ગણ્યું, જેનો તે પ્રિયતમ થયો. ખરેખર તે અંધકાર નૃત્ય કરે છતે (અર્થાત્ ઘોર અંધકાર હોતે છતે) વિધિવડે જેની સાથે પરણાવાઈ તે પણ ન જોવાયો. મારા અપુણ્યથી હું કન્યા પણ નથી, પરણેલી નથી. તથા બાળકોવડે પણ આલોકમાં જે ગવાય છે તે સાચું જ થયું. તે પુરુષ (દુર્ગત) જાર પણ નથી પતિ પણ નથી. એ પ્રમાણે પ્રલાપ કરતી તે પદ્મિનીવડે કહેવાઈ કે હે સુતનુ ! આમ કેમ પ્રલાપ કરે છે ? અહીં તારો દોષનો લેશ પણ નથી. (૫૨) વિચાર્યા વગર કરનારી એવી હું જ અહીં અપરાધી છું કારણ કે મારા ઔત્સુક્યથી તું આ દુઃખરૂપી વ્યસનમાં નંખાઈ છે તેથી અહીં અતીતકાર્યમાં (ભૂતકાળમાં બની ગયેલા) વિષાદથી શું ? તેથી તું ધીર થા. અહીં અવસરે જે કરવા યોગ્ય છે તે કરવું ઉચિત છે. એ પ્રમાણે કોઈક ઉપાયથી તેને પ્રતિબોધ કરીને પદ્મિની તેની માતા પાસે જઈને સર્વ હકીકતને જણાવે છે. માતા પણ ભયભીત થયેલી પ્રધાનને કહે છે. તે પણ ખિન્ન થઈને રહ્યો. (૫૬) અને આ બાજુ ઘણાં પુત્રો ઉપર અનંગશ્રી નામની રાજપુત્રી થઈ જે રાજા અને માતાને ઘણી પ્રિય હતી. અને ભાગ્ય યોગથી તેનો પણ આ પ્રમાણે બનાવ બન્યો. તે પણ અમરકેતુ નામના સામંત પુત્ર ૫૨ ૨ાગી થઈ. કોઈપણ કારણથી તે સામંતપુત્ર તેને પરણવા ઇચ્છતો નથી. સામંતપુત્રના માતાપિતા પણ તેને પરણવા ના પાડે છે. પછી માલતી નામની ધાવમાતા ગુપ્ત રીતે પરણવા માટે મનાવે છે. છ

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348