Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 322
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૩૧૧ જાણે ત્યાં જઈને રહ્યો. અને તે ક્યારેક અને કોઈક રીતે જે જે વાણિજ્ય વ્યવસાયને કરે છે તે તે નિષ્ફળ થાય છે. પછી પોતાનું પેટ ભરવા અસમર્થ ઘણો ખિન્ન થયેલો પાખંડીની પાસે જાય છે અને તેને બાળપણથી માંડીને પોતાનું દુ:ખ કહે છે અને તેઓ પણ સર્વે કહે છે કે હે ભદ્ર ! ધર્મથી રહિત અને સ્વયં પૂર્વે જેણે પાપ કરેલું હોય તે જીવો એવું કયું દુઃખ છે જેને ન મેળવતા હોય ? (૭) તેથી સુખનો કાંક્ષી હો તો સકલ સુખના ધામ એવા ધર્મને જ કર અને તેઓ તેને દાન હોમાદિથી ધર્મ કરવાનું કહે છે. એ પ્રમાણે ભમતો ક્યારેક તે સાધુપાસે પહોંચ્યો અને કોઈક શુભ કર્મની પરિણતિ વશ ધર્મને સાંભળે છે અને તે ધર્મને યુક્તિ સંગત માનીને આરાધવા લાગ્યો. ભાગ્યથી ફુલોને ચૂંટીને ભેગાં કરે છે અને જિનભવને લઈ જઈને પ્રતિમાને પૂજે છે, વાંદે છે. પછી આરતી આદિને કરે અને શરીરના ક્લેશથી સાધ્ય સર્વ અન્ય પણ ધર્મને કરે છે અને ક્રમથી પરિણત થયો છે ધર્મ જેને, વધતા એકમાત્ર શુભ પરિણામવાળો, આશંસાથી રહિત, નિરુત્સુક પૌષધાદિને કરે છે. જે કંઈપણ વ્યવસાયને ક૨તો પેટ ભરે છે તેથી લોક વડે કરાયેલ ‘દુર્ગત’ એવું નામ પ્રસિદ્ધ થાય છે અને ક્યારેક ઘણું સંચિત કરાયું છે પુણ્ય જેનાવડે એવો તે મગની એક પોટલીને માથા ઉપર ઊંચકીને અચલપુર નગ૨માં જાય છે અને તે નગરની બહાર વિશ્રામ કરતા તેણે હાથમાં પુસ્તકવાળા એક સિદ્ધપુત્રને જોયો અને ઉત્તમ વિનયપૂર્વક પુછ્યું કે આ પુસ્તકમાં શું લખેલું છે ? તેણે કહ્યું કે શકુનોનું કેવું ફળ મળે છે તે આમાં લખેલું છે. ફરી દુર્ગતે તેને પુછ્યું કે છીંકનું પ્રથમ શું ફળ થાય છે તે તું કહે. તેણે ફળને આ પ્રમાણે બતાવ્યું- સ્થાનમાં રહેલું હોય, કંઈપણ પોતાના કાર્યને ક૨વાની ઇચ્છાવાળો હોય તેને દિશાના વિભાગના ભેદથી શુભાશુભ ફળ થાય છે તે આ પ્રમાણે પૂર્વ દિશામાં છીંક થાય તો ધ્રુવલાભ, (અવશ્ય લાભ થાય). વાયવ્યમાં સુખવાર્તા, ઉત્તરબાજુ ધનલાભ. ઇશાનમાં શ્રી વિજય, બ્રહ્મસ્થાનમાં (માથા ૫૨ અથવા આકાશ તરફ મુખ રાખીને) થઈ હોય તો રાજ્યની પ્રાપ્તિ થાય છે. (૨૦) માર્ગમાં પ્રયાણ કરી દીધું હોય એવા મનુષ્યને સન્મુખ છીંક આવે તો મરણને કરે છે. પ્રયાણ કરતી વખતે કોઈને જમણી બાજુ છીંક આવે તો પ્રયાણનો ત્યાગ કરવો જોઈએ અને જો ડાબી કે પાછળ છીંક થાય તો કાર્યની સિદ્ધિ કરનારી બને છે. પ્રવેશ કરતી વખતે કોઈને ડાબી બાજુથી છીંક થાય તો અશુભ કરનારી બને છે અને જમણી બાજુથી કોઈને છીંક આવે તો શુભ ક૨ના૨ી કહેવાઈ છે. પૂંઠમાં છીંક આવે તો હાનિ કરનારી નીવડે છે, પ્રવેશ કરતી વખતે કોઈને સન્મુખ છીંક આવે તો લાભ કરનારી છે. પ્રયાણ કરતી વખતે કોઈને ડાબી બાજુથી છીંક આવે તો સારી અને પ્રવેશમાં જમણી બાજુથી છીંક સંભળાય તો સારી. જે દિશામાં સન્મુખ દિશૂળ હોય તે દિશામાં તે વારે જવું નહીં. દા.ત. સોમવારે અને શનિવારે પૂર્વ દિશામાં સન્મુખ દિશૂળ હોય છે તેથી સોમવારે કે શનિવારે પૂર્વે દિશામાં પ્રયાણ કરવું નહીં. હેવાનો ભાવ એ છે કે સન્મુખ દિશૂળ પીડા કરનારું છે. બાકીની દિશાઓ વિશે ગુરુગમથી જાણી લેવું. આમ મનુષ્ય પુણ્યથી શુભ છીંકને (શકુનને) પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે સાંભળીને હર્ષના ભ૨વાળો દુર્ગત હાથ ઊંચો કરીને ઘણો નાચે છે અને પછી સિદ્ધપુત્ર પણ પૂછે છે કે તેં જે પ્રશસ્ત શકુનો કહ્યા તે મને સર્વે પણ થયા છે તેથી હું ખુશ થઈને નાચું છું. (૨૫) અને એટલામાં ત્યાં વિક્રમ નામનો રાજા આવ્યો અને તેને તે પ્રમાણે નાચતો જુવે છે. વિક્રમરાજા તેને નાચવાનું કારણ પૂછે છે. દુર્ગત પણ તેને પ્રશસ્ત શકુનની હકીકત જણાવે છે. પછી રાજા શકુનની પરીક્ષાને માટે પોતાના સકલ નગરમાં આઘોષણા કરાવે છે કે જે કોઈ બહાર આવેલ દ્રમક પાસેથી પાંચ દિવસ સુધીમાં મગ લેશે તો હું તેના પ્રાણ હરીશ. પછી ભયપામેલા વાણિયાઓ દુર્ગતની પાસે મગ લેતા નથી તેટલીવારમાં તે આખો દિવસ ભમીને થાકેલો શૂન્ય દુકાનમાં સૂઈ

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348