Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧૫ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ તેમની પાસેથી અમૃતના ઝરણા સમાન જિનવાણીના અર્થને સાંભળીને સંવેગને પામેલી પૂછે છે કે હે ભગવન્ ! મને જેટલું દુ:ખ છે તેટલું જ દુઃખ જગતમાં છે કે વધારે છે ? પછી ગુરુ કહે છે કે હે ભદ્રે ! ઘણાં પ્રમાદી એવા જે મૂઢજીવોવડે જે ધર્મ આરાધાયો નથી અને તેઓએ જે નરકના દુ:ખો ભોગવ્યા છે તેની આગળ આ તારું દુ:ખ કેટલા માત્ર છે ? અને નરકના દુઃખના કારણભૂત એવા પાપો જેઓ વડે કરાયા છે તેઓને શું દુ:ખ અસુલભ છે ? (૧૭) સુખાદિનું દુ:ખ કોને નથી ? છતાં પણ સર્વ પણ લોક સુખાદિને વંછે છે સુખને આપનારા ધર્મને કરતા નથી અને દુઃખના ફળવાળા પાપને છોડતા નથી તેથી હે ભદ્રે ! જો તું દુઃખોથી ઉદ્વિગ્ન થઈ છો અને સુખોને અભિલષે છે તો જિનેશ્વરે કહેલા ધર્મમાં જ ઉદ્યમ કર. પછી યમુનાએ કહ્યું કે હે ભગવન્ ! સર્વથા પણ અધન્ય અને હંમેશા પરાધીન એવી મને કઈ ધર્મની સામગ્રી હોય ? પછી ગુરુએ કહ્યું કે હે દેવાનું પ્રિયે ! વીતરાગ જિનેશ્વર દેવનો સ્વીકાર કર તથા પંચમહાવ્રત ધારીને ગુરુ તરીકે સ્વીકાર અને ગૃહસ્થના બાર વ્રતોને ભક્તિ અને શક્તિથી ગ્રહણ કર અને બીજી પણ શરીરથી આરાધી શકાય તેવી જિનવંદનાદિની આરાધના કર. (૨૨) પછી વિચારીને તથા પોતાની શક્તિને જાણીને તથા સંવેગને પામેલી યમુનાએ તે સર્વ ગુરુના વચનને સ્વીકાર્યું. હવે હંમેશા પણ છઠ્ઠને પારણે છઠ્ઠ કરે છે તથા યથાસંભવ જિનવંદન આદિ કૃત્યને આચરે છે તથા સર્વનો વિનય કરે છે એ પ્રમાણે આ યમુના જેમ જેમ ધર્મને આરાધે છે તેમ તેમ પ્રતિદિન સ્વપરિજનને તથા શ્રેષ્ઠીને તથા તેની સ્ત્રીને ઇષ્ટ થાય છે હવે તેની પાસે કોઈ ધણ ચરાવતું નથી અને ઇષ્ટ અશન-વસ્ત્રાદિ મેળવીને આપે છે તથા તેઓ આની પાસે બીજું કોઈપણ કાર્ય કરાવતા નથી. અને તે નગરમાં મહાપ્રભાવક ધનંજય યક્ષનું રમ્ય ઉદ્યાન આવેલું છે અને અહીં થઈને તે ગુરુની પાસે જાય છે અને પાછી ફરતી ત્યાં એક ક્ષણ વિરામ કરે છે. (૨૭) અને આ બાજુ અતિશય રૂપાદિ ગુણોથી યુક્ત મકરધ્વજ નામનો રાજપુત્ર, શ્રેષ્ઠ ભાર્યાની પ્રાર્થના માટે તે યક્ષની આરાધના કરવા ત્યાં આવે છે અને ત્યાં વિશ્રામ કરતી યમુનાને કંઈક રાગથી જુએ છે. હવે કોઈક વખત ટૂંક સમયમાં ઘણાં ઉપાર્જન કરાયેલ તેના પુણ્યોથી પ્રેરાયેલા યક્ષે કુમા૨ને કહ્યું કે રત્નવતી નગરીના સ્વામી અમ૨કેતુ રાજાની આ સંપૂર્ણ ગુણોથી યુક્ત યમુના નામની પુત્રી છે. પરંતુ પૂર્વભવમાં ઉપાર્જન કરેલ પાપનાં ઉદયથી પોતાની માતાવડે પેટીમાં મુકવાઈને યમુના નદીમાં પ્રવાહિત કરાઈ ઇત્યાદિ સર્વ પણ યક્ષે કહ્યું અને હમણાં તો સંચિત કરેલ ઘણાં નિર્મળ પુણ્ય કર્મથી હણાય ગયેલા પાપવાળી એવી આ જણાય છે તેથી હે વત્સ ! તું પોતાના ગુણોને અનુરૂપ એવી આ બાળાને પરણ અને તારી પરણેલી એવી આ સ્ત્રી તને સંશય વિના પરમ રિદ્ધિ-વૃદ્ધિ અને સુખને કરનારી થશે. (૩૫) એ પ્રમાણે યક્ષના વચન સાંભળીને સ્વયં જ યુક્તિ સંગત જાણીને સુલસની પાસે તેની માગણી કરીને પરણ્યો. હવે સ્થાનને પામેલી શ્રેષ્ઠ વસ્ત્ર-ભૂષણથી સમલંકૃત કરાયું છે શરીર જેના વડે એવી યમુના દેવીઓના રૂપને ઓળંગે છે (અર્થાત્ દેવીઓ કરતા વિશેષ રૂપવાળી થાય છે.) પછી પ્રમુદિત મકરધ્વજકુમાર તે પ્રાણપ્રિયાની સાથે હંમેશા અભિનવ દેવની જેમ વિષય સુખોને ભોગવે છે તેના પ્રસાદથી તે યમુના પણ વિલાસને ભોગવે છે અને પ્રત્યક્ષ ફળની પ્રાપ્તિથી સવિશેષ જિનધર્મને આરાધે છે. તેના વડે સુલસ વણિક કુટુંબની સાથે કુમાર પણ પ્રતિબોધીને સ્વર્ગ તથા મોક્ષ ફળને આપનાર જિનધર્મમાં નિશ્ચલ કરાયો અને કાળથી પિતા મરણ પામે છતે પ્રતાપ-ન્યાય અને પરાક્રમમાં અભ્યધિક એવો આ મકરધ્વજ કુમાર રાજ્યપર પ્રતિષ્ઠિત કરાયો. યમુના મહાપટ્ટરાણી પદે સ્થાપિત કરાઈ. પછી મકરધ્વજ મહારાજા સકલ પૃથ્વીપર

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348