Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 320
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૩૦૯ બુદ્ધિ-યશ-રૂપ-રિદ્ધિ આદિ સ્વરૂપ ધર્મના ફળને અનુભવતો છતાં પણ તે ધર્મને આરાધતો નથી અહોહો ! તે મૂઢાત્મા કેમ ન કહેવાય ? (૪૮૬) રક પણ જે ધર્મના પ્રભાવથી જ રાજ્ય સંપત્તિને પામ્યો છે તે ધર્મને વિશે જેને અવજ્ઞા છે તેને શું કુલીન કહેવાય ? (૪૮૭) જેઓને ભવરૂપી મહાઅરણ્યમાં જિનધર્મરૂપી સાર્થવાહ સહાય નથી તે વિષયોથી ભોળવાયેલા જીવોને નિવૃત્તિપુરનો સંગમ કેવી રીતે થશે ? (૪૮૮) હે જીવ ! જો તું પોતાના મનોરથ રૂપી વૃક્ષના ફળ સ્વરૂપ સુખોને વાંછે છે તો હંમેશા સધર્મ રૂપી પાણીથી તે ધર્મવૃક્ષનું સિંચન કર. (૪૮૯) જો તું સાધુ પાસેથી ધર્મરૂપી અમૃતના પાનને મફતમાં પામે છે તો હે જીવ! તું દ્રવ્યથી વિજય રૂપી વિષને ખરીદીને કેમ પીએ છે ? (૪૯૦) અન્યોન્ય સુખના સમાગમની સેંકડો ચિંતાથી કેમ સ્વયં દુઃખી થાય છે ? તું ધર્મ કર જેથી તે ધર્મ જ તારા સર્વસુખની ચિંતા કરશે. (૪૯૧). જો ધર્મરહિત પણ મનુષ્યોને સુખો પ્રાપ્ત થતા હોત તો ત્રણ ભુવનમાં કોને દુ:ખ હોત ? અથવા કોને સુખ ન હોત ? (૪૯૨), ' જેવી રીતે કાકિણી માટે કોઈ ક્રોડ રત્નોને હારે છે તેવી રીતે તુચ્છ વિષયમાં આસક્ત થયેલા જીવો સિદ્ધિ સુખને હારે છે. (૪૯૩) ધર્મ ન કર્યો, સ્વાદિષ્ટ ભોજનને ન જમ્યો, મુલાયમ વસ્ત્રો ન પહેર્યા. અરેરે ! આશાથી નચાવાયેલાઓ દુર્લભ જન્મને હારી ગયા. (૪૯૪) જ્ઞાનીની, કેવળીની, ધર્માચાર્યની, સંઘની, સાધુઓની અવજ્ઞાને બોલતા મૂઢે પોતાના આત્માનો નાશ કર્યો. (૪૯૫) જે પાપ અને પ્રમાદને વશ થઈને જિનધર્મને આરાધ્યો નથી તે વરાકડા મરણ આવે ત્યારે શોક કરે છે. (૪૯૯). દુર્લભ એવા જિનધર્મને મેળવીને પણ જે સુખશીલીયાઓએ પ્રમાદ કર્યો છે તે જેનું વહાણ ભંગાઈ ગયું છે એવા નાવિકની જેમ ભવસમુદ્રમાં ભમશે. (૪૯૭) જેમ ઉનાળામાં તરસ્યા થયેલા મુસાફરો પાણીને મેળવીને દુ:ખી થતા નથી તેમ જેઓએ ચારિત્ર રૂપી પાણીને ગ્રહણ કર્યું છે અને સુગતિના માર્ગ પર નીકળી ચુક્યા છે તેઓ મરણાંતે પણ શોકને પામતા નથી. (૪૯૮). ફરી ફરી ધર્મની સામગ્રી ક્યારે મળશે એમ કોણ જાણે છે ? તેથી રંકની જેમ હમણાં પણ પ્રાપ્ત થયેલા મહાવ્રતોના ધનને ભેગું કરો. (૪૯૯)

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348