Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૮ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ તિરૂપી પ્રકાર ઉપર ચઢીને, યૌવનવયને ધરનારા, સમર્થ એવા પુરુષો વડે ઇન્દ્રિય સૈન્ય ભંગાયું તે જીવો વડે દુષ્કર કરાયું. (૪૬૦) વિસ્કુરિત થયું છે ધ્યાન રૂપી અગ્નિ જેમાં, ભર યૌવનવાળા જેઓના શરીરમાં પણ હિમની જેમ કામ ઓગળી ગયો છે તેઓના જન્મની પણ અમે સ્તવના કરીએ છીએ. (૪૬૧) જેઓ લીલાથી કષાયરૂપી સમુદ્રના પારને પામેલા છે તે ધન્ય છે, કલ્યાણકારી શિવરૂપી રત્ન દ્વીપને પામેલા તે મુનીંદ્રોને હું પ્રણામ કરું છું. (૪૩૨) सुगमा एव । नवरं वारी-गजबंधनार्थं गर्ता, गृहमेव चारकबन्धनं-गुप्तियन्त्रणं, धृतिः मानसोऽवष्टम्भः सैव प्रकारास्तमारूढैः । कषाया एव मकरालयः-समुद्रः । शिवो-मोक्षः स एव रत्नद्वीपः, अन्योऽपि समुद्रपारं गतः किल रत्नद्वीपं व्रजतीति ।। अथोत्तमगुणवतां महर्षीणां नमस्कारकरणेन तद्बहुमानमाविर्भावयन्नाह - - ટીકાર્થઃ ગાથાર્થ સુગમ છે. વારી એટલે હાથીને બાંધવા માટે ખાઈ ખોદવી તે ચારક બંધન એટલે કેદખાનું, ધૃતિ એટલે મનની દૃઢ શક્તિ અને તે જ પ્રાકાર અને શક્તિ રૂપી પ્રાકાર ઉપર આરૂઢ થયેલા, #ષાયા પવ મરાયઃ એટલે કષાય રૂપી સમુદ્ર, શિવ એટલે મોક્ષ અને તે જ રત્નદ્વીપ. બીજો પણ સમુદ્રપાર ગયેલો રત્નદ્વીપ અવશ્ય જાય છે. હવે ઉત્તમ ગુણવાળા મહર્ષિઓને નમસ્કાર કરવાપૂર્વક તેના બહુમાનને પ્રકટ કરતા કહે છે. पणमामि ताण पयपंकयाइं धणुखंदपमुहसाहूणं । मोहसुहडाहिमाणो लीलाए नियत्तिओ जेहिं ।।४६३।। प्रणमामि तेषां पदपंकजानि धनस्कंदप्रमुखसाधूनां मोहसुभटाभिमानो लीलया नियंत्रितो यैः ।।४६३।। ગાથાર્થ : ધન-અંધક વગેરે સાધુઓના પગરૂપી કમળોને પ્રણામ કરું છું જેઓએ લીલામાત્રથી મોહસુભટના અભિમાનને નિયંત્રિત કર્યો. (૪૬૩) स्पष्टा । धनुकथानकं चेदं - ધનુનું કથાનક હવે કહેવાય છે ધનુનું કથાનક કાકંદી નામની નગરી છે. કામિનીઓના શ્રેષ્ઠ રત્નોના આભૂષણની પ્રભાથી નાશ પામેલો છે અંધકાર જેમાં એવી તે નગરીમાં દીપકો મંગલમાત્ર જ છે. તેમાં યથાર્થ નામવાળો જિતશત્રુ રાજા છે તથા અસંખ્યાતધનની સ્વામિની, સુગુણા ધન સાર્થવાહની પત્ની એવી ભદ્રા નામે સાર્થવાહી વસે છે. અને તેનો ગુણથી યુક્ત ધન નામે ઉત્તમ પુત્ર છે, બાળપણમાં જ તેનો પિતા મરણ પામ્યો. વૃદ્ધિને પામેલો એવો તે કળાઓને ભણે છે અને માતાએ શ્રેષ્ઠ રૂપવાળી બત્રીશ વણિક કન્યાઓને પરણાવી અને મોટા બત્રીશ મહેલો કરાવ્યા અને તેની અંદર ધનુને યોગ્ય મોટું ભવન કરાવાયું. અને બત્રીશ સ્ત્રીઓની સાથે ત્યાં રહેલો ધનુ ભોગોને ભોગવે છે. પરમસુખને પામેલો સૂર્યના પણ અસ્ત કે ઉદયને જાણતો નથી. જેમ અભિનવ દેવ સ્વર્ગમાં ગયેલા પણ કાળને જાણતો નથી તેમ તે બત્રીશ પાત્રબદ્ધ નાટકોને જોતો ગયેલા કાળને જાણતો નથી. (૭)

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348