Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૪ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ કુતીર્થિકોની વાસનાદિથી ઉત્પન્ન થતો અનવબોધ તે અજ્ઞાન છે. ઘર-કૃષિ, દુકાન આદિ પ્રયોજનથી ઉત્પન્ન થતું વ્યાકુલપણું તે વ્યાક્ષેપ. નટના નૃત્યના અવલોકનાદિના વિષયવાળું કુતૂહલ હોય છે. જુગાર ક્રીડા આદિ રમણ કહેવાય છે. આળસ વગેરે પદોને પંચમી એક વચનનો પ્રત્યય લાગવાથી કારણ અર્થમાં વપરાયા છે અર્થાત્ આવા બધા કારણોથી જીવ જિનધર્મની શ્રુતિને મેળવતો નથી. જિનધર્મ પણ દુર્લભ છે એ પ્રમાણે પૂર્વે કહેલું છે. તેને જ સમર્થન કરતા જણાવે છે दुलहो चिय जिणधम्मो पत्ते मणुयत्तणाइभावेऽवि । कुपहबहुयत्तणेणं विसयसुहाणं च लोभेणं ।।४७५।। दुर्लभः चैव जिनधर्मः प्राप्ते मनुजत्वादिभावेऽपि कुपथबहुत्वेन विषयसुखानां च लोभेन ।।४७५।। ગાથાર્થ મનુષ્યત્વાદિ ભાવો પ્રાપ્ત થયા પછી પણ જિનધર્મ દુર્લભ જ છે કારણ કે કુમાર્ગો ઘણાં છે અને વિષય સુખોનો લોભ ઘણો છે. (૪૭૫) सुखावसेया ।। अथ लब्धदुर्लभजिनधर्मः कश्चिदात्मानं प्रमाद्यन्तं शिक्षयन्नाह - હવે દુર્લભ એવો જિનધર્મ જેને પ્રાપ્ત થયો છે છતાં પણ કોઈક પ્રમાદને કરતા જીવને શીખામણ આપતા કહે છે जस्स बहिं बहुयजणो लद्धो न तए वि जो बहुं कालं । लद्धम्मि जीव ! तम्मि वि जिणधम्मे किं पमाएसि ? ।।४७६।। यस्य बहिर्बहुर्जनो लब्धः न त्वयाऽपि यद् बहुं कालं लब्धे जीव ! तस्मिन्नपि जिनधर्मे किं प्रमाद्यसि ? ।।४७६।। ગાથાર્થ : જિનધર્મની બહાર રહેલા ઘણાં જીવોએ જિનધર્મને પ્રાપ્ત કર્યો નથી તને પણ જિનધર્મ ઘણાં કાળસુધી પ્રાપ્ત થયો ન હતો તેથી હે જીવ ! જિનધર્મ પ્રાપ્ત થયા પછી તું પણ કેમ પ્રમાદ કરે છે. (૪૭૬) ___ यस्य जिनधर्मस्य बहिः-पृथग्भूतो बहुर्जनो-मिथ्यादृष्टिरूपोऽनन्तो जीवराशिर्वर्त्तते, यश्च जिनधर्मस्त्वयाऽपि हे जीव ! बहुं-अनन्तानन्तकालं पूर्वभवे भ्रमता न लब्धः, तस्मिन्नपि एवंविधे जिनधर्मे कथंकथमपि लब्धे किं प्रमाद्यसि ?, नष्टस्यास्य पुनरप्यतिदुर्लभत्वान युक्तस्तत्र तव प्रमाद इति भावः ।। अनिवृत्तप्रमादो भवभयोद्धान्तः पुनरप्यात्मानं शिक्षयितुमाह - યસ્થ એટલે જિનધર્મની બહાર રહેલા મિથ્યાદૃષ્ટિ સ્વરૂપ અનંત જીવ રાશિ છે અને હે જીવ! જે જિનધર્મ તારાવડે પણ પૂર્વ ભવોમાં અનંત-અનંતકાળ સુધી ભમતા પ્રાપ્ત કરાયો ન હતો અને આવો પણ દુર્લભ જિન ધર્મ કોઈક કોઈક રીતે (અતિકષ્ટથી) પ્રાપ્ત થયો છે ત્યારે તું કેમ પ્રમાદ કરે છે ? કારણ કે આ જિનધર્મ ચાલ્યો જશે તો ફરી મળવો અતિદુર્લભ છે તેથી તારે તેમાં પ્રમાદ કરવો યુક્ત નથી એમ કહેવાનો ભાવ છે.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348