Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 301
________________ ૨૯૦ ભવ ભાવના પ્રકરણ ભાગ-૨ યોગ વિશુદ્ધિ તપ: મન-વચન-કાયા એમ ત્રણ પ્રકારે યોગ છે. તેમાં મન વિશુદ્ધિને માટે પ્રથમ નિવિ પછી આયંબિલ પછી ઉપવાસ તે જ રીતે વચન યોગ અને કાય યોગમાં જાણવું. ત્રણ લતાથી નવ દિવસે આ તપ પૂર્ણ થાય છે. કર્મસૂદન તપ : ઉપવાસ, એકાસણું, એક સિકથ (દાણો) એકલઠાણું, એક દત્તિ, નિવિ, આયંબિલ અને આઠકોળીયા એમ આઠ દિવસની એક લતાથી એક કર્મની એમ આઠ કર્મની ૮ લતાથી ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. તીર્થંકર જનની તપઃ તીર્થંકરની માતાની પૂજા કરવા પૂર્વક ભાદરવા મહિનામાં સુદ સાતમથી તેરસ સુધી આ તપ કરાય છે. સમવસરણ તપઃ પ્રથમ દિવસે એકાસણું, બીજે દિવસે નિવિ, ત્રીજે દિવસે આયંબિલ અને ચોથે દિવસે ઉપવાસ એ પ્રથમ શ્રેણી થઈ. એવી ચાર શ્રેણીએ એટલે કે સોળ દિવસે આ તપ પૂરો થાય છે. આ તપ શ્રાવણ વદ-૪થી આરંભી ભાદ્રસુદ-૪ એટલે સંવત્સ૨ીને દિવસે પૂર્ણ કરવો. આ રીતે ચાર વર્ષ સુધી ક૨વું. અથવા શ્રાવણવદ-૪થી ભાદરવા સુદ-૪ સુધી સોળ ઉપવાસ કરવા અથવા શ્રા. વ. -૧થી આરંભ કરી ચાર ઉપવાસના પારણે એકાસણું અથવા બેસણું કરવું એવી રીતે ચાર શ્રેણીએ કરી સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષે કરવું. હંમેશા સમવસરણની પૂજા કરવી. ઉઘાપન જિનપૂજાપૂર્વક થાય. સમવસરણના ચાર બિંબની આગળ ચાર નૈવઘ ધરવા. નોંધ : સમવસરણ તપ પૂરો થયા પછી પાંચમે વરસે સિંહાસન તપ અવશ્ય કરવો જોઈએ એવી પ્રવૃત્તિ છે. સિંહાસન તપ આ પ્રમાણે છે પ્રથમ પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. એ રીતે ચાર વાર પાંચ પાંચ ઉપવાસની લતા કરવી. તેમાં કુલ વીશ ઉપવાસ થાય છે. ઉઘાપન યથાશક્તિ ક૨વું. અને એક વરસમાં પૂર્ણ ક૨વો નંદીશ્વર તપઃ (અમાવસ્યા તપ) નંદીશ્વર દ્વીપમાં રહેલા ચૈત્યોની આરાધના માટે દીવાળીની અમાવસ્યાને રોજ પટ્ટ ઉપર નંદીશ્વરનું ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિમુજબ ઉપવાસ, આયંબિલ, એકાસણું કે નિવિ ક૨વી. પછી દરેક અમાવસ્યાએ સાત વ૨સ સુધી કે એક વરસ સુધી તપ કરવો. પુંડરીક તપઃ ચૈત્રી પુનમને દિવસે શ્રી પુંડરીક સ્વામીની પ્રતિમાની પૂજા કરવી તથા શક્તિ પ્રમાણે ઉપવાસ એકાસણાદિક તપ કરવો. ત્યાર પછી દરેક પૂર્ણિમાએ તપ તથા પૂજા કરવી એ પ્રમાણે સાત વર્ષ સુધી કે એક વર્ષ સુધી કરવું અથવા બાર વર્ષની બાર ચૈત્રી પૂર્ણિમાં કરવી. અક્ષય નિધિ તપઃ આ તપ શ્રાવણ ૧.૪ ના દિવસે શરૂ કરી સોળ દિવસે પૂરો કરવો. તેમાં સુવર્ણ/રૂખ માટીનો કુંભ કરાવવો. પછી દેરાસર કે ઉપાશ્રયે જિનબિંબની સમીપે ગહુંલી કરી સ્થાપવો તેની સમીપે સ્વસ્તિક કરી,

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348