Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 299
________________ ૨૦૦ ભવ ભાવના પ્રકરણ ભાગ -૨ હવે સપ્તસપ્તમિકા (૨) અષ્ટાષ્ટમિકા (૩) નવ નમિકા અને (૪) દશ દમિકા આ ચાર તપો કહેવાય છે. (૧) સપ્ત સપ્તમિકા : આ તપના ઓગણપચાસ દિવસો છે. તેમાં પ્રથમ બારીમાં દ૨૨ોજ એક એક દત્તિ સાત દિવસ સુધી લેવાય છે. બીજી બારીમાં દ૨૨ોજ બે દત્તિ સાત દિવસ સુધી લેવાય છે. ત્રીજીમાં ત્રણ દત્તિ, ચોથી વારમાં ચાર દત્તિ, પાંચમીમાં પાંચ દિત્તિ, છઠ્ઠીમાં છ દત્ત અને સાતમીમાં સાત ત્તિ લેવાય છે. (૨) અષ્ટાષ્ટમિકા: આ તપમાં આઠ-આઠ દિવસની આઠ બારીઓ છે. એટલે ચોસઠ દિવસમાં આ તપ પુરો થાય છે. અહીં પ્રથમ બારીમાં દરરોજ એક ત્તિ લેવાય છે. બીજીમાં બે દત્તિ, ત્રીજીમાં ત્રણ દત્તિ, ચોથીમાં ચાર દત્ત, પાંચમીમાં પાંચ દત્ત, છઠ્ઠીમાં છ દત્તિ, સાતમીમાં સાત ત્તિ અને આઠમીમાં આઠ ત્તિ લેવાય છે. (૩) નવ નવમિકા: આ તપમાં નવનવ દિવસની નવ બારીઓ છે. કુલ એકાશી દિવસે આ તપ પૂર્ણ થાય છે તેમાં પ્રથમ બારીમાં દ૨૨ોજ એકેક દત્તિ લેવાય છે, બીજીમાં બે દત્તિ, ત્રીજીમાં ત્રણ દત્તિ, ચોથીમાં ચાર દત્ત, પાંચમીમાં પાંચ દત્ત, છઠ્ઠીમાં છ દત્તિ, સાતમીમાં સાત ત્તિ, આઠમીમાં આઠ દત્ત અને નવમીમાં નવ દત્ત. (૪) દશ દમિકા: આ તપમાં દશ દશ દિવસની દશ બારીઓ છે. કુલ સો દિવસે આ તપ પૂર્ણ થાય છે. પ્રથમ બારીમાં દ૨૨ોજ એકેક દત્તિ લેવાય છે, બીજીમાં બે દત્તિ, ત્રીજીમાં ત્રણ દત્તિ, ચોથીમાં ચાર દત્ત, પાંચમીમાં પાંચ દત્તિ, છઠ્ઠીમાં છ દક્ત્તિ, સાતમીમાં સાત દત્તિ, આઠમીમાં આઠ દત્ત, અને નવમીમાં નવ દત્ત અને દશમીમાં દશ ત્તિ લેવાય છે. ચાંદ્રાયણ તપઃ હવે ચાંદ્રાયણ તપ કહેવાય છે અને આમાં ભિક્ષા દત્તિથી કે કોળીયાથી લેવાય છે. આ તપમાં યવમધ્યા અને વજ્રમધ્યા એમ બે પ્રકારની પ્રતિમા હોય છે અને તેમાં (૧) યવમધ્યા ચાંદ્રાયણ તપ ઃ શુક્લ પક્ષના એકમે એક ભિક્ષા/દત્તિ/કોળીયો ગ્રહણ કરાય છે. બીજના બે, ત્રીજના ત્રણ, ચોથના ચાર, પાંચમના પાંચ, છઠ્ઠના છ, સાતમના સાત, આઠમના આઠ, નોમના નવ, દશમના દશ, અગીયારસના અગીયાર, બારસના બાર, તેરસના તેર, ચૌદશના ચોદ, પૂનમના પંદર. કૃષ્ણપક્ષમાં એકમના પંદર, બીજના ચૌદ, ત્રીજના તેર, ચોથના બાર, પાંચમના અગીયાર, છટ્ઠના દશ, સાતમના નવ, આઠમના આઠ, નોમના સાત, દશમના છ, અગીયારસનાં પાંચ, બારસના ચાર, તેરસના ત્રણ, ચૌદશના બે, અને અમાસના એક લેવાય છે. આ તપ એક માસમાં પૂર્ણ થાય છે. વજમધ્યા ચાંદ્રાયણ તપઃ આ તપ કૃષ્ણપક્ષના એકમથી શરૂ કરાય છે તેમાં પ્રથમ દિવસે પંદર દત્તિ કે કોળીયા પછી એકેક હાનિથી અમાસના દિવસે એક દત્તિ કે કોળીયો. શુક્લપક્ષમાં એકમના એક દત્તિ કે કોળીયો પછી દ૨૨ોજ એકેક વૃદ્ધિથી યાવત્ પુનમે પંદર દત્ત કે કોળીયા.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348