________________
(૨૪)
ભાગવતનો સંદેશ
છે કે તેને ગાયા વિના રહી શકાતું નથી. શુકદેવજીએ પણ અત્યંત ભક્તિથી પિતા વ્યાસજીના ચરણે બેસીને ભાગવતનું શ્રવણ કર્યું. પછી એમણે રાજા પરીક્ષિતને સંભળાવ્યું. રાજાનું સાત જ દિવસમાં મૃત્યુ નિશ્ચિત હતું. ભાગવત સાંભળવાથી તેમનામાં રહેલો બોજો ચાલ્યો ગયો. એ ભારમુક્ત થઇ ગયા. હવે શું થશે એવો ઉચાટ તેમનામાં રહ્યો નહિ. ભાગવતમાં રહેલી ખૂબીઓના કારણે જ આમ બની શક્યું.
ભક્તિમાર્ગ સૌથી કઠિન
ભાગવત કહે છે કે ઃ ‘થોડાંક પૂજા, પાઠ, જપ, સ્મરણ કે ધ્યાન કરવાથી સાધના થતી નથી. પરમાત્માને પામવાની સાધનામાં જ્ઞાન માર્ગ સૌથી અધરો અને કર્મમાર્ગ થોડોક ઓછો અધરો તથા ભક્તિમાર્ગને સુગમ ગણ્યો છે. પરંતુ ભાગવત કહે છે કે : ભક્તિ માર્ગ સૌથી કઠિન છે કારણ તેમાં કર્તાપણાનો અહંકાર છોડવાનો છે. ભાગવતની મૂળ સાધના પૂર્ણ પણે ભક્તિ યોગની છે. આ ભક્તિ યોગ કહે છે કે : ‘ વ્યક્તિગત માલિકીપણું છોડી પરમાત્માની માલિકીનો સ્વીકાર કરવો જોઇએ. અહમ્ છોડીને પરમાત્માનું શરણ લઇ કહેવું જોઇએ કે : ‘નાથ જેવો તેવો હું તારો છું. આ વાત ભારે કઠિન છે. પરમાત્મામાં લીન બનો
ભાગવતની ઉપાસના નિર્ગુણની નથી પણ સગુણની છે, શુકદેવજી નિર્ગુણના ઉપાસક છે છતાં એમને સાકાર ભગવાન શ્રીકૃષ્ણના જીવનની મધુર ઘટનાઓ બહુ પ્રિય લાગે છે. શ્રી કૃષ્ણના ગુણાનુવાદ કરતાં અને સાંભળતાં એમને ઘણો આનંદ થાય છે. એટલે જ તેમને ભાગવત સંભળાવવાનું બહુ ગમે છે. તેઓ રાજા પરીક્ષિતને કહે છે કે : ‘માત્ર બે ઘડી એટલે ૪૮ મિનિટનું જ આયુષ્ય’ હતું એવા પણ અંદરથી આસક્તિ છોડીને, પરમાત્મામાં લીન બનીને જગત તરી ગયા છે. ત્યારે તમારી પાસે તો સાત દિવસ છે. એ તમારા કલ્યાણ માટે પૂરતો સમય છે. તેમ કરશો તો જેમ સાપ શરીર ઉપરથી કાંચળી ઉતારે છે તેમ તમે શરીર છોડી શકશો અને તમે જન્મ- મરણના ચક્રમાંથી છૂટશો. પણ એમને એમ મરવાથી ‘પુનરિપ જનનમ્ પુનઃરિપ મરણમ્’ ચાલુ રહેશે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org