Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 212
________________ (૫૬) સકળ સુખ શ્રી હરિના ચરણે સમરસ અને પ્રેમરસ એ શ્રેષ્ઠ રસ છે - યોગી સંત પ્રબુદ્ધજી રાજાનીમિને બોધ આપી રહ્યા છે માત્ર શરીરને જોનારો જડબુદ્ધિ છે અને શરીરમાં રહેનારાને જોનારો સૂક્ષ્મબુદ્ધિ છે. શરીર આત્મા વડે જ જીવે છે તો પણ માણસને આત્માની પ્રતીતિ નથી. જગતમાં ઘણા રસ છે તેમાં શ્રેષ્ઠતમ રસ છે “સમરસ’ અને ‘પ્રેમરસ.” બહારની ઉપાધિઓને એક પછી એક બાદ કરતાં જે તત્ત્વ બાકી રહે છે તે આત્મા તમારામાં અને પ્રાણી માત્રમાં વસે છે, એ વાત પ્રથમ બુદ્ધિથી સમજવાની અને પછી સ્વીકારવાની છે અને માન્યતાઓ છોડવાની છે. એમ કરવાથી સમરસ”, “પ્રેમરસ મળે છે. ભેદને ભેદીને આત્મ તત્ત્વ જુવો એક જ ઘરમાં એક જ બાપના પાંચ છોકરા સાથે રહેતા હોય તો પણ તેમની દરેકની પ્રકૃતિ જુદી-જુદી હશે. પ્રત્યેક વસ્તુમાં ફરક હોય છે. એક વૃક્ષ ઉપર લાખો પાંદડામાં બે સરખાં પાન હોતાં નથી. આ પ્રકૃતિનો નિયમ છે. ફરક જોયા પછી આસક્તિ ઊભી થાય છે. અનેક આકારમાંથી માણસે પસંદગી કરવાની હોય છે તેથી કંઢ પણ થાય છે. ભેદ થાય છે. એટલે જ રાગ (આસક્તિ) અને દ્વેષ થાય છે. આને ભેદીને આનાથી ભિન્ન જે આત્મ તત્ત્વ રહેલું છે તેને જોવાનું, જાણવાનું અને સ્વીકારવાનું છે. આ જ છે યથાર્થ જ્ઞાન. પણ કેટલાક માણસો જમીને ઘરેથી નીકળી બજારમાં બંધ દુકાનના પાટીયા ઉપર બેસીને બ્રહ્મજ્ઞાનની વાતો કરે, છેલ્લે પાણી-પૂરી ખાઈ ઘેર જાય છે. આ છે તેમના જ્ઞાનની ઇતિશ્રી. યથાર્થ જ્ઞાનની અવસ્થા માણસમાં જે આત્મા છે તે પ્રાણી માત્રમાં છે. પણ જ્યાં સુધી માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224