Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 213
________________ (૨૧૦) ભાગવતનો સંદેશ પોતાનામાં આત્માને જોતો નથી ત્યાં સુધી તેને પ્રાણીમાત્રમાં આત્મા દેખાતો નથી. પ્રાણીમાત્રમાં આત્મા છે એમ સમજીને જીવનારે પછી સર્વત્ર આત્માની સત્તા છે તેમ જોવાનું છે. આ સમ્યગુ જ્ઞાન-યથાર્થજ્ઞાનની અવસ્થા છે. આત્માની સત્તા સર્વત્ર જોવાશે ત્યારે અંદરથી એક રસ પ્રગટશે તે છે ‘સમત્વરસ.” એટલે કે આત્માથી ભિન્ન રસને બાદ કરતાં કરતાં પોતાને પોતાનામાં, સર્વમાં અનુભવવો તે. એને તમે બ્રહ્મ કહો કે “સમ.’ સમ એટલે વિષમભાવથી રહિતજો તમે વિષમભાવથી ભોજનને જોશો તો જાડી રોટલી, ઠંડી દાળ અને કડક ચોખાદેખાશે. પણ સમભાવથી જોશો તો તે પોષણ આપતું ભોજન દેખાશે. પ્રાણીમાત્ર માટે વિષમ ભાવ ન ઊઠે તેવી અંદરની અવસ્થાને સમત્વ કહેવાય છે. અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું: ‘યોગના પ્રકારો કેટલા?” ભગવાને કહ્યું : “ સમત્વમ્ યોગ ઉચ્યતે” સમત્વ એ જ યોગ છે. સમત્વ એટલે વિષમભાવ, ભેદભાવ વગરની આંતરિક અવસ્થા. સબકો સન્મતિ દે ભગવાન માણસ સતત વિષમભાવમાં જ રહે છે અને અશાંત બને તેવું તેનું આયોજન હોય છે. શાંત અવસ્થા સમરસમાંથી આવે છે. પ્રત્યેક ઉપાધિઓ બાદ કરતાં કરતાં છેલ્લે જે નિરવશેષ રહે છે તે આત્મા છે. તેને સર્વમાં જોવો તે સમરસ છે. એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે કે સર્વમાં અને સર્વત્ર હું જ છું તેવું જ દેખાય, તેવું જ અનુભવાય. હવે કહો આમ જોનારને કોના ઉપર ઠેષ થાય? એ કોઈ ઉપર વેર-ઠેષ કરી નહિ શકે. વિષમભાવ પણ તેનહિ કરી શકે. એનું મન શુદ્ધ-નિર્મળ થયેલું છે. આ અવસ્થાને જ ગાંધીજી સન્મતિવાન અવસ્થા કહે છે. તેથી તોતે કહેતા હતા કે “સબકો સન્મતિ દે ભગવાન.” આ અવસ્થા આવ્યા પછી તે વ્યક્તિમાં વિષમભાવ, સુખ-દુઃખ, માન-અપમાન રહી શકતાં નથી. સમરસ કેવી રીતે મળે માણસ બધું છોડીને ‘સમરસ –‘પ્રેમરસ' કેવી રીતે મળે તેનો જ વિચાર કરે. એ માર્ગ અને સત્ શાસ્ત્રોમાંથી મળી શકશે. મૂળભૂત સત્ય તરફ જોનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224