________________
(૧૦૪)
ભાગવતનો સંદેશ
તત્ત્વજ્ઞાન તરંગિણી
-
-
પણ ગયા. મોહ જ્ઞાન અને જીવંત જ્ઞાની પુરુષ સાથે જીવી શકતો નથી, તેથી તે આ બેમાંથી એક આવતાં જ ચાલ્યો જાય છે.
લોકો કહે છે : ‘ગંગા સ્નાન કરવાથી મોહ જાય છે, પાપો જાય છે. ખરી વાત તો એ છે કે ગંગામાં સ્નાન કરવા માણસ ઊતરે તે વખતે મોહ અને પાપ કિનારે ઊભો રહે છે. સ્નાન કરીને બહાર નીકળતાં માણસમાં મોહ પાપ પાછાં પ્રવેશ કરે છે. કારણ એ છે કે તમે શ્રાવણ માસમાં એક વાર જમો, બારે માસ અગિયારસ કરો પછી જરા જોજો તો ખરા મનમાં કે મોહ ગયો છે ખરો? નથી ગયો તો વિચારો કે તમે કરેલું અનુષ્ઠાન શા કામનું? ક્ષણનો વિષાદ
કપિલજી માની આજ્ઞા લઇ વનમાં તપ કરવા ગયા. મા દેવહુતિ વિચારે છે. પ્રથમ તો પતિ ઋષિ કર્દમજી ગયા, તેમનો વિયોગ થયો હતો. હવે પુત્ર કપિલજી ગયા તેમનો વિયોગ થયો તેથી થોડીક વ્યાકુળતા થઈ. આત્મજ્ઞાન સમ્પન્ન થયા હોવા છતાં દેવહુતિજીને આવું થયું, જેમ વાછરડું છૂટું પડયા પછી ગાયને થાય છે. પરંતુ બીજી જ ક્ષણે આ આત્મજ્ઞાની માતાને વિચાર આવ્યો કે પ્રત્યેકને જવાનું છે, આમ જ છૂટા પડવાનું જ છે તો વિષાદ શા માટે? અને એ સ્વસ્થ બની ગયાં. પછી બિંદુ સરોવરના કાંઠે બેસીને એમણે અંતિમ સાધના એવી કરી કે એમને સિદ્ધ પદ મળ્યું. આને પરિણામે બિંદુ સરોવરનું મહામ્ય એવું વધ્યું કે “સંસારમાંથી મુક્ત થવા માટે માણસોએ બિંદુ સરોવર (સિદ્ધપુર) ઉપર જવા માંડ્યું છે. નો કમીંગ પર્સનાલીટી
શ્રેષ્ઠ કોટીના, પરમ અવસ્થા પ્રાપ્ત થયેલા પુરુષોમાં પણ ઉત્કર્ષપતન, આરોહણ-અવરોહણ હોય છે. પરંતુ એ પછી એક ભૂમિકા એવી આવે છે ત્યાંથી હવે આગળ જવાનું નથી, ત્યાં સ્થિરતા છે, આરોહણ- અવરોહણ ત્યાં નથી. ત્યાં જરા પણ પુનરાવૃત્તિ નથી. એ જગતમાં પાછા નથી આવવાના. એમને સંતો નો કમીંગ પર્સનાલીટી’ ‘પરિપૂર્ણ સિદ્ધ અવસ્થા કહે છે. એ ૧૦૦ ટકા સંપૂર્ણ એમને મળી છે. જો તેમને ૯૯.૯૯ ટકા એ સિદ્ધિ મળી હોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org