________________
(૧૨૨)
ભાગવતનો સંદેશ
બની શકે કે ન પણ બની શકે, એ ચોક્કસ નથી. પણ એ ધારે તો ‘સ્થિત પ્રજ્ઞ’ જરૂર થઇ શકે. સંત તુલસીદાસજીએ કહ્યું છે કે : ‘સકલ પદારથ હૈ જગ માંહિ, ભાગ્ય બિના નર પાવત નાઁહિ. ’ ચાર ચોપડી ભણેલો માણસ લાખો કમાતો હોય અને મોટી ડીગ્રી પામેલો, ભણેલો માણસ બેકાર હોય, નિર્ધન હોય. આમ થવાનું કારણ એ છે કે ભૌતિક ચીજ-વસ્તુઓ, ધન કે વ્યક્તિ ઉપર તમારો કાબૂ નથી.
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે
માટે તમને જે શરીર મળ્યું છે તે ગમે કે ન ગમે, સંયોગો, ઓછી વસ્તુ કે ઓછું ધન મળવું તે તમને ન પણ અનુકૂળ હોય, ન ગમતું હોય પણ તમને એ જ મળ્યું છે જે મળવાનું હતું, જે તમારા નસીબમાં હતું. તમારી શક્તિ, બુદ્ધિ અને તમારો પરિવાર સાથે હોવા છતાં એક અજ્ઞાત અણજાણીતું પરિબળ પણ છે જેના ઉપર તમારો કાબૂ નથી. તેથી તો સંત તુલસીદાસજીએ કહ્યું છે કે : ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’
ભવિષ્ય તમારા હાથમાં છે
આમ હોવા છતાં, ભવિષ્ય તમારા હાથમાં છે. તમારું ભવિષ્ય તમે ઘડી શકો છો. ભૂતકાળમાં તમે જે કાંઇ કર્યું તેનું ફળ તમારે વર્તમાનમાં ભોગવવાનું છે. અને તેની સાથે ભવિષ્યનું ઘડતર પણ તમે વર્તમાનમાં કરીને એક ચોક્કસ નકશો તમે બનાવી શકો છો.
ઘૂંટેલો ભાવ આગળ આવે
:
હરણીના બચ્ચા ઉપર મોહ થવો તે ભરતજીની ભૂલ હતી. જે તરફ તમારી આસક્તિ હોય તેવું શરીર તમને મળે તે કર્મતંત્રનો અફર નિયમ છે. ભગવદ્ગીતા કહે છે કે ‘તમારા હૈયામાં જે ભાવો ઊઠયા હોય તેવું કલેવર તમને મળે છે.’ પણ મરણ વખતે, જીવનના છેલ્લા દિવસોમાં એકાએક સારો ભાવ એમને એમ ન આવે, પણ તમે એ ભાવ સતત, અવિરત ઘૂંટ્યા જ કર્યો હોય તો જ આવે. જેમ ભરતજીને ગત જીવનનું જ્ઞાન પ્રગટયું હતું તેવી જ રીતે તમને પણ, માણસ માત્રને પણ, તેવું જ્ઞાન પ્રગટી શકે છે. પરંતુ તેના ઉપર આજે વિકારોનું આવરણ છે તેને કાઢવું પડે. એ કાઢો તો જ અંદરથી જ્ઞાન પ્રગટ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org