________________
(૧૩૧)
--
-
ભાગવતતો સદેશ વધતી જતી હોય છે. મન વગર ધ્યાન, ભક્તિ, ચિંતન થઈ શકે નહિ. એટલા માટે જ સાધકનો મન ઉપર કાબૂ હોય તો તેનો એ યથાયોગ્ય ઉપયોગ કરી શકે. મન જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની પાછળ છે. આંખથી રૂપ તો દેખાય પણ સુરૂપ છે કે કુરૂપતે આંખ નહિ પણ મન જાણી શકે છે. કાનથી શબ્દ સંભળાય નાકથી ગંધનું ભાન થાય, જીભ દ્વારા રસનું જ્ઞાન મળે. જગતના ભૌતિક સુખદુઃખનું જ્ઞાન પણ મળે. એ જ રીતે કર્મેન્દ્રિયો ન હોય તો પણ ન ચાલે. જેમકે પગ ન હોય તો ચાલી ન શકાય. હાથ ન હોય તો કામ ન થઈ શકે. મળ-મૂત્ર કાઢવા માટેની કર્મેન્દ્રિયોન હોય તો શરીરનો કચરો કોણ કાઢે? પણ આ ઇન્દ્રિયો ઉપર મનનો કાબૂ છે. છે તો આત્મા સૌથી પ્રબળ પણ મનવચ્ચે ઊભું છે તેથી તેની સત્તા ચાલે છે. તેની સત્તા ઊઠીને, ચાલી જઈને આત્મા પાસે જાય તો સાધના સુપેરે થાય અને મન પણ સુધરે. સુધરેલું મન સારાં કામ કરે, અને બગડેલું મન ખરાબ કામ કરે. એટલે કે અશુભ તરફ માણસ જાય તો તે અશુભ કર્મો કરવાનો અને શુભ તરફ જાય તો શુભ કર્મો કરવાનો. અગ્રિમ સત્તા આત્માની છે
ઇન્દ્રિયો, શરીર, પ્રાણ એક બાજુ છે, બીજી બાજુ છે. આત્મા અને વચ્ચે છે મન ખૂબી એ છે કે મન આત્માની શક્તિથી જ કામ કરે છે, તેની જ શક્તિ મન વાપરે છે. આ વાત સાધકે જાણી લેવી જરૂરી છે. પછી મન ઉપર અંકુશ કરવો તે છે. મન કાબૂમાં આવતું નથી, આવે તો રહેતું નથી તેવું તો નથી જ. ખરી વાત એ છે કે માણસ મનને કાબૂમાં રાખતો નથી. અને જેમ છોકરો બેફામ થતો હોય ત્યારે મા-બાપ તેનું ધ્યાન ન રાખે તો એ છોકરો માબાપને પણ પડે છે. એવી જ રીતે આત્મા મનને કાબૂમાં ન લે તો મન આત્માને પણ પીડે છે. માટે મનને કાબૂમાં લેવું એ સર્વ પ્રથમ કાર્ય છે. મન અગ્રિમ સત્તાસુપ્રીમ સત્તા નથી. સુપ્રીમ તો આત્મા જ છે એ વાત સાધક સતત યાદ રાખે. મન વાસનામય છે - મન વાસનામય છે, બધી જ વાસનાઓ તેનામાં છે અને પ્રસંગે-પ્રસંગે એ વાસનાઓ મનમાં પ્રગટ થાય છે. મન વિષયોમાં આસક્ત છે. એ વિષયો ભોગવે છે અને તેનું માઠું પરિણામ પણ ભોગવે છે. આ મનમાં ગુણોનો પ્રવાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org