________________
(૪૦)
પ્રાપ્ય કર્મપ્રભુને અર્પણ કરો
ચાર આશ્રમો પ્રમાણે ગૃહસ્થ જીવન જીવે
સમગ્ર જગતના માણસો સંસાર છોડી ધ્યાન સાધનામાં ડૂબે તેવું ન બને પણ ધર્મસાધના જરૂર કરી શકે. તે દ્વારા એ તત્ત્વજ્ઞાનમાં જરૂર પ્રવેશ કરી શકે. સંસારમાં રહીને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમએ ચાર આશ્રમોમાં જઈ શકે, તે પ્રમાણે રહી શકે. પરંતુ છેલ્લે મરણ તો યોગમાં જ થાય, વનમાં જ થાય. એવું તે જરૂર કરી શકે.
બ્રહ્મચર્યાશ્રમમાં જીવન જીવતાં જીવતાં અધ્યાત્મ કેવી રીતે આવે તે તેને સદ્ગુરુ સમજાવી શકે. તેની સાથે સાથે જ ગૃહસ્થ ધર્મ અને તેના કર્તવ્યકર્મો જાણી શકે, “ગૃહસ્થાશ્રમમાં વિજાતીય વ્યક્તિ સાથે ધર્મમય જીવન જીવતાં જીવતાં અધ્યાત્મમાં વિશેષ પ્રવેશ કરીને આત્મજ્ઞાનના પંથે જવાનું શીખે.
મર્યાદા અને વિવેકથી સંસાર વ્યવહાર કરતાં કરતાં આત્મજ્ઞાન સાધનામાં આગળ વધે, ત્યારે તે વૃત્તિઓને મર્યાદામાં રાખે. વાસના સીમિત રાખે. જો વાસના જશે નહિ, તો તેની પૂર્તતા પોતાને મળેલા પાત્રમાં જ કરે. પરંતુ તેના કેન્દ્રમાં ત્યારે આધ્યાત્મિક સાધના જ, આત્મજ્ઞાનની સાધના જ હોય અને બીજું તમામ પરિધિમાં હોય. શ્રેષ્ઠ સત્કર્મ કરી પરમાત્માને અર્પણ કરી
નારદજી કહે છે : માણસના નાક, કાન, આંખ, દાંત, વાળ જ્યારે રૂપ બદલે ત્યારે તેણે વનમાં જઇ આત્મજ્ઞાનની સાધનામાં, અધ્યાત્મ સૃષ્ટિમાં જવું જોઇએ. ગૃહસ્થાશ્રમમાં તેના ધર્મ પ્રમાણે બધાં કામ કરવાં પણ એ તમામ કામ પરમાત્માને સમર્પિત કરીને કરવાં, તેમના માટે જ કરવાં. જેમ ઘરમાં કોઈ માનવંત મહેમાન આવે તેમને રૂમ, પલંગ, ગાદલાં ઓશિકા, ચાદર, રજાઈ અને ભોજન શ્રેષ્ઠ જ આપો છો, તે જ રીતે તમે જે કાંઈ કામ કરો તે શ્રેષ્ઠ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org