________________
(૧૫૪)
ભાગવતતો સંદેશ પરમાત્માને આપો. પ્રભુને કાંઈ અન્યાય, અનીતિ, જુઠાણું, દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર ન અપાય. રવિન્દ્રનાથ ટાગોરજી કહેતા કે છોડ ઉપરનું કુલ ખીલ્યું હોય તેને તોડોનહિ, તોડો તો તે પરમાત્માને અર્પણ કરો. એ પરમાત્માનું જ હતું. એવી જ રીતે ગાયે ધી આપ્યું તેનો દીવો કરો, ખેડૂતે પકવેલ પાકમાંથી પ્રસાદ, નૈવેદ્ય ઘરો તેમાં તમારું કશું નથી. જે છે તે પરમાત્માનું છે. પરંતુ તમે જે કાર્ય કરો છો તે તમારું છે, તે પરમાત્માને આપો તો તમે આપ્યું કહેવાય. તે પાપ કર્મ તો હોય જ નહિ અને સત્કર્મ કરો તે શ્રેષ્ઠ રીતે કરો. તમારી ભૂમિકાનું કામ ઉત્તમ કરો
તમે જે સ્ટેન્ડ ઉપર, જે ભૂમિકા ઉપર ઊભા છો ત્યાનું કામ શ્રેષ્ઠ રીતે કરીને પરમાત્માને અર્પણ કરો. જેમકે તમે પતિ, પત્ની, પુત્ર, પુત્રી, માતા, પિતા, વકીલ, ડોકટર, વ્યાપારી, ઉદ્યોગપતિ કે મજુર છો તો ત્યાંનું તમારું કામ શ્રેષ્ઠ કરો. તમને મળેલાં સંતાનો પ્રભુની ભેટ છે. તેમને ઉછેરવાનું કર્તવ્ય તમારું છે. માટે તેમનો સુંદર ઉછેર કરો. તમે જે કોઇ વર્ણ કે જાતિના હો પણ કામ ઉત્તર કરો. શ્રેષ્ઠ કર્મ એ શ્રેષ્ઠ પૂજા
પુંડરિક દુરાચારી હતો માત-પિતાને તે કષ્ટ આપતો. પણ તેને સંત મળ્યા. તેમની પાસેથી બોધ મળ્યો. અને હૃદય બદલાયું. પછી તો એ માતા-પિતાની સરસ સેવા કરવા લાગ્યો. એની સેવાની વાત સાંભળી ભગવાન વિકબાવિઠ્ઠલનાથ-શ્રીકૃષ્ણને તેની પાસે જવાનું મન થયું. તેઓ ગયા ત્યારે પુંડરિક માતા-પિતાની સેવા કરતો હતો. ભગવાને કહ્યું: ‘પુંડરિક હું આવ્યો છું.” પુંડરિક કહે છે: “પ્રભુ તમે આવ્યા. ખરા પણ મને સમય નથી. તમે એમ કરો આ આસન ઉપર ઊભા રહો.' અને એમ કહી તેણે બે ઇંટો ભગવાન પાસે નાખી. ખૂબી એ થઈ કે એ ઇંટો ઉપર ઊભા રહી ભગવાને પુંડરિકને માતાપિતાની સેવા કરતો જોયા કર્યો. અને એ ઉપરથી મહારાષ્ટ્રમાં કહેવાયું કે : “ઈટ વરી ઊભા કટ વરી હાથ.’ આમ શ્રેષ્ઠ રીતે પોતાનું કર્તવ્ય કર્મ કરવું તેના જેવી મોટી પૂજા કોઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org