________________
(પર)
( એવો માણસ બ્રહ્મ તરફ જ જાય )
બ્રહ્મ સત્ય જગત મિથ્યા
નવ યોગીશ્વરોને સાધકોએ પ્રશ્ન કર્યો છે કે : “સામાન્ય માણસો સરળતાથી ભવ પાર ઊતરે તેવો માર્ગ બતાવો.” યોગીશ્વરોએ જે કહ્યું એ જ આદ્ય શંકરાચાર્યજીએ કહ્યું છે કે કરોડો ગ્રંથોમાં જે કહ્યું છે તેનો સાર હું અર્ધા શ્લોકમાં કહું છું બ્રહ્મ સત્ય જગત મિથ્યા.' જગતમાં દર અઠવાડિયેએ દસ હજાર પુસ્તકો પ્રગટ થાય છે છતાં આ પાયાની વાત પ્રગટ નથી થઇ. બ્રહ્મ એટલે “પરમ તત્ત્વ” એટલે કે હોવાપણું. જેને પ્રાપ્ત કરવા માણસો સંસાર છોડી એકાન્ત, ધ્યાનમાં જાય છે. તેનો કોઈ આકાર, પ્રકાર નથી. તેનામાં વિકાર નથી. અનંતકાળથી એ છે, અનંતકાળ એ રહેશે. એગણિતની પેલી પાર છે. ભર્તૃહરિ કહે છે: “એ પરબ્રહ્મદેશ અને કાળથી પર છે. આપણે કાળમાં જીવીએ છીએ. મિથ્યા એટલે કે નહિ તેવું
જગત આપણને દેખાય છે ખરું પણ મિથ્યા છે. મિથ્યા એટલે કે નહિ તેવું. જે કાયમ જ ન રહેવાનું હોય તેના પ્રત્યે આસક્તિ શા માટે કરવી? બહાર ગામ તમે મહેમાન કોઈના થયા. યજમાનનું ઘર તમને ગમી ગયું તેથી શું એ તમારું થઇ જાય? ના. એ ઘર સદાકાળ તમારું નથી. એમ જગત તેની માયાને કારણે આપણને પોતાનું જણાય છે પરંતુ જીવનું સાચું ઘર તો તેનું આત્મસ્વરૂપ બ્રહ્મ તત્ત્વ જ છે. પોતે જ પોતાને પ્રાપ્ત કરવાનો છે, પોતાના ઘરમાં જવાનું છે. નમ્ર બનો
આત્મા, કર્મ અને મોક્ષ એ ત્રણ શબ્દો બી, જૈન અને સાંખ્ય દર્શનના છે. જો તમે શરીર નહિ પણ આત્મા છો તેવો નિર્ણય નર્યો હોય તો તમે અધ્યાત્મનો પાયો ખોદ્યો નથી તેમ કહેવાય. ભગવાન કૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કહ્યું : ‘તવિદ્ધિ તે તત્ત્વને જાણ એટલે કે આત્માને જાણ કેવી રીતે તેને જાણવો? તો કૃષ્ણ કહે છે: “પ્રણિપાતન પરિપ્રશ્નન સેવયા.” એટલે કે આત્મજ્ઞાની સંત પાસે જાવ અને અત્યંત નમ્રતાથી તેમને પ્રણિપાત (પ્રણામ) કરીને, સેવા કરીને, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org