Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 206
________________ ભાગવતનો સંદેશ (૨૦૩) સ્વછંદતા ગુરુ ચરણે મૂકો અત્યાર સુધી જીવાત્મા પોતાના ઈદે ચાલ્યો છે. સદ્ગુરુ એક જીવતું જાગતું એવું મશીન છે જે શિષ્યના વિચારો, તેની પ્રકૃતિને જાણી લે છે. એનામાં રહેલા દોષોને સદ્દગુરુ જાણી લે છે, તે કાઢવા માટે જ તેને સેવાનું કામ બતાવે છે. જેમકે અહંકાર જેનામાં ભરેલો છે એને કાજો (કચરો) કાઢવાનું કે સેવાનું કામ તેઓ બતાવે છે. અને તે કામ કરાવીને ગુરુ શિષ્યનો અહમ્ તોડે છે. આધ્યાત્મિક સાધનામાં સાધકને શું ગમે છે તે મહત્ત્વનું નથી પણ તેને શું નડે છે તે મહત્ત્વનું છે. એથી જ સરુના ચરણમાં સૌ પ્રથમ મૂક્વા જેવી વસ્તુ સ્વચ્છંદતા છે. મત, માન્યતા ને આગ્રહ છોડો ધર્મની ઘણી વ્યાખ્યાઓ સાંભળી અને વાંચી પણ ખરી વ્યાખ્યા તો એ છે કે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણેનું વર્તન કરવું. ભાગવત કહે છે તમે તમારા ઈદે ઘણું ચાલ્યા છો, તમે ઘણી સાધનાઓ કરી છે, પણ તે સ્વચ્છેદે જ કરી છે, માટે પ્રથમ એ છોડો. પછી તમારા મત’ અને ‘માન્યતા છોડો. તમારો મત સત્ય શોધવા કામમાં નહિ આવે. સત્ય મતાધીન નથી. સત્ય માટે માન્યતાનું કોઈ ચોકઠું કામમાં નહિ આવે. આમ હોવા છતાં માણસ પોતાના ચોકઠામાં સત્યને ફીટ કરવાની કોશિશ કરીને સત્યને અસત્યમાં ફેરવે છે. આનંદધનજી કહે છે : “જેને પૂછો તે પોતાનો જ મત કહે છે, સનથી કહેતો.’ આ મત અને માન્યતા સત્યને શોધવામાં વચ્ચેનડે છે અને આગ્રહ એટલે પોતાનું ધાર્યું કરવાની ટેવ, એ પણ છોડવાનો છે. આસક્તિ છોડો તો બ્રહ્મ મળે જેને માયા છોડવી છે, બ્રહ્મ મેળવવો છે, એ આસક્તિ છોડે. જો એ જશે તો પૂજા, જપ, ભજન, ધ્યાન સારાં થશે. વૈરાગ્ય દઢ થશે. વૈરાગ્ય શબ્દ જગતથી નાસી જવા માટે નથી. પણ રોકાયેલું મન છૂટું થાય એ માટે છે. આસક્તિમય મન પૂજા, જપ, ભજન, ધ્યાનમાં જઇ શકતું નથી, તેમાં કરી શકતું નથી. માટે અગાઉની ભરેલી આસક્તિ છોડતા રહો અને નવીને પ્રવેશ ન કરવા દો. ભરેલી આસક્તિ ન છૂટે તો તેનું રૂપાંતર કરો. એટલે કે પદાર્થ અને વ્યક્તિ તરફની આસક્તિને પરમાત્મા તરફ ફેરવો. આમ પરિવર્તિત થયેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224