Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 195
________________ (૧૯૨) ભાગવતનો સંદેશ સુખમાં સોની એવો ભાવ નથી આવતો. એને તો હરેક પરિસ્થિતિમાં, હરપળે, દરેક જગ્યાએ રામ જ દેખાય છે. એના ભજનમાં, દર્શનમાં, સાધનામાં આહલાદ, સંતુષ્ટિ હોય છે. મીરાં દુઃખી નહોતી. એ ગાતી હતી ‘ઝેરના પ્યાલા પીધાં અમે અમૃત જાણી.’ અને પીધાં પણ ખરા. જેલમાં પૂરેલા સોક્રેટીસને મિત્રો-ચાહકો નાસી જવા કહે છે પણ તે નથી જતા. જેલર આપે છે તે ઝેરનો પ્યાલો ગટગટાવે છે અને સ્વસ્થતાથી પ્રાણ છોડે છે. મીરાં ઝેરને અમૃત ગણી પી ગઈ છતાં તેને કશું ન થયું તે વાતને લોકો ચમત્કાર ગણે છે. પણ જે દેખાય છે તેવું હોતું નથી એ સમજનારને પીડા નથી થતી. ભક્તિ દુઃખ હરે છે હજારો સંતો ભેગા થઈ જ્ઞાન ચર્ચા કરે ત્યાં મનનો મેળો હોય છે. ત્યાં મૌનનું પ્રાધાન્ય હોય છે. જ્યારે સંસારીઓ ભેગા થાય ત્યાં કોલાહલ હોય છે. માણસ દુઃખના મૂળ કારણને જાણવા પ્રયાસ નથી કરતો તેથી તેને જીવનમાં દુઃખ જ દેખાય છે, એ દુઃખથી પીડાય છે. દુઃખને હરનાર છે. ભક્તિ આસક્તિ વિનાનું જીવન. પણ તેવી સ્થિતિમાં માણસ જઈ શક્તો નથી તેને માયાનો અવરોધ નડે છે. માયાના અનંત સ્વરૂપ છે તે વર્ણવવા કઠિન છે તેવું વેદાંત કહે છે. આકર્ષણ મનને થાય છે અંતરિક્ષજી નામના મુનિ કહે છે: પંચમહાભૂત નજરે દેખાય છે. તેની રચના સ્ત્રી, પુરુષ, બાળક, સુંદર, આકર્ષક કે મનોહર હોઈ શકે છે. પરંતુ આ સ્વરૂપમાંથી આત્મા નીકળી ગયા પછી તેને ઘરમાં રાખી ન શકાય. આ જગતમાં રહેવાનો તેનો એક માત્ર આધાર આત્મા છે. આત્મા ગયા પછી તો તેને સ્મશાનમાં જ લઇ જવો પડે ત્યાં બાળવો કે દાટવો પડે. આ સ્થૂળ શરીર સાથે પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક મન મળીને અગિયાર સાધનો મળે છે. આને એકાદશી કહે છે. આ સાધન પ્રાપ્ત માનવોમાં પ્રકૃતિદત્ત સત્ત્વગુણ, રજોગુણ અને તમો ગુણ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ઇન્દ્રિયો જે જાણે છે તે મન પાસે રજુ કરે છે. જેમકે આંખ જાણે, જુએ છે કે સામે બરફી પડી છે. એ સંદેશો મનને આપે છે. મન જીભને અને હાથને સંદેશો પાઠવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224