________________
(૪૬) મરતાં પહેલાં મરો
1
)
અહંકાર કાઢવો એ સાધનાની મુખ્ય શરત
નારદજી આત્મ સાધનાના મૂળભૂત સિદ્ધાંતો કહી રહ્યા છે : “સાધના માટે મત-મતાંતરો ઘણા છે. આ વિશાળ - માં સાધનાની અનેક પ્રક્રિયાઓ અમલમાં છે. પરંતુ એ તમામ પ્રક્યિા એક જ વ્યક્તિ માટે નથી. પણ અલગઅલગ વ્યક્તિઓ માટે છે. કેમ કે વ્યક્તિએ વ્યક્તિએ પ્રકૃતિ જુદી છે. એ પ્રકૃતિ અનુસાર સાધના પસંદ કરી શકાય.’ ‘સાધનાની મુખ્ય શરત અહંકાર કાઢવો તે છે. છેવાડાના, તદ્દન ગરીબ માણસો જેમની પાસે સાધનો નહોતાં, સમૃદ્ધિ નહોતી તેમનું આંગણું મારા માથાના લાંબા વાળથી સાફ કરવાનું કામ મારા સદ્ગુરુએ સોંપ્યું. મારો અહમ્ તોડવા સોંપેલું આ કામ સાધના સમજીને મેંર્યું અને મારામાં રહેલા અહમેને તોડયો.” પ્રકૃતિ પ્રમાણે સાધના જુદી
દર્દ હજારો પ્રકારના હોય છે તેમ દવાઓ પણ હજારો પ્રકારની હોય છે. એ જ રીતે વ્યક્તિ કરોડો, તેમની પ્રકૃતિ જુદી-જુદી, માટે તેમની સાધના પણ જુદી જુદી. જેમ કે કોઈ કંજુસ માણસ સાધના માટે સંત પાસે આવે તો તેનો કંજુસાઇનો અવગુણ તોડવા સંત અન્નક્ષેત્રની સેવા આપે.” આત્માનો મન અને ઇંદ્રિયો ઉપર કાબૂ રાખો
‘સાધના જાત જાતની હોય પણ એક સાધન એવું છે જે દરેક માટે એક સરખું છે, તેની વાત આજે કરવી છે. ભૂતકાળમાં રાજાઓ પાસે અનેક પ્રકારના રથ હતા. સોના, ચાંદી, પિત્તળ, લોખંડના. પણ સૌથી સુંદર, સૌથી ઉત્તમ રથ છે શરીર. તેના ઘોડા છે ઇન્દ્રિયો. તેની લગામ છે મને. એ ઘોડાને બાંધવા ચિત્ત નામની દોરી. અને એ રથની ધૂંસરી છે ધર્મ. તેના પૈડાં છે શુભ અને અશુભ. આ રથમાં ભગવાન આત્મા બેઠા છે. જેમ ડ્રાઇવરનો ગાડી ઉપર કાબૂ હોય છે તેમ માણસે તેના ઘોડા (ઇંદ્રિયો). ઉપર પોતાનો (આત્માનો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org