________________
(૪૨)
ભાગવત કહે છે...
ભાગવતમાં તત્ત્વની વાતો છે
ભાગવત છે તો ભક્તિનો ગ્રંથ પણ એમાં તત્ત્વની વાતો પણ છે. માનવ શરીર ચેતન તત્ત્વ દ્વારા જ ઝળકે છે. એ ચેતન તત્ત્વ એ મૂળભૂત તત્ત્વ છે. એને પૂર્ણપણે વિકસિત કરવાની, ખીલવવાની કળા પણ એમાં દર્શાવી છે. પૂર્ણપણે એ ચેતના જેની ખીલે તે ‘વીતરાગ’ હેવાય છે પ્રત્યેક માનવમાં આ બનવાની ક્ષમતા પડી છે. સુખ-દુઃખ માટે પોતે જ જવાબદાર
:
મંદિર, પૂજા, પાઠ, માળા, જપ, તપ એ ચેતન તત્ત્વને ખીલવવાં માટે જ કરવાનાં છે. માટે માણસ પોતાના અસ્તિત્વને (ચેતન તત્ત્વ) અખિલાઇમાં જુએ. ભગવાન શ્રીકૃષ્ણે ક્રાંતિકારી વાત ગીતામાં એ કરી કે ઃ ‘તારા આત્માનો ઉદ્ધાર તું જ કર, આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરે.’ તો ભગવાન મહાવીરે કહ્યુંઃ ‘આત્મા જ કર્મનો કર્તા છે, તે જ કર્મમુક્ત પણ બની શકે છે. આત્માની બંને બાજુએ જવાની ક્ષમતા છે. જેમ સીડી ઉપર ચઢી શકાય છે તો નીચે પણ ઉતરી શકાય છે.’ભાગવતે કહ્યુંઃ આત્મા જ આત્માનો મિત્ર છે તેમ દુશ્મન પણ છે તેથી સુખ-દુઃખ માટે તમે પોતે જ જવાબદાર છે.’ કોઇ પણ નિમિત્ત જવાબદાર નથી. માટે તેને દોષ ન દેવાય. જ્ઞાન, ભક્તિ, કર્મ અને ધ્યાન-યોગ દ્વારા આત્માને અનુભવવાની વાત પણ ભાગવતે કરી.
જ
કઇ રીતે જીવવું અને મરવું ?
:
ભાગવતે એમ પણ કીધું કે : ‘માણસ જ્યાં ઊભો છે ત્યાં જ સુસંવાદિતા ઊભી કરે. એ ચાર આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ પ્રમાણે જીવે અને છેલ્લે વનમાં જઇ ધ્યાનાવસ્થામાં જ મરે. આ ચાર આશ્રમોની વાત કેવળ ભારતના જ ધર્મશાસ્ત્રો કરે છે. જગતનાં બીજા કોઇ ધર્મશાસ્ત્રોએ આ વાત કરી નથી.
ગૃહસ્થ વિરકત રહે
બુદ્ધિમાન માણસ પોતાના જીવનને જરૂરી એટલું જ અન્ન, વસ્ત્ર, રહેઠાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org