________________
ભાગવતનો સંદેશ
(૧૫૧)
વિચારમાં વિવેક નથી દેખાતો. જો વિવેક હોત તો આ પ્રશ્ન જ ન ઊભો થાત એક વાત એ ધ્યાનમાં રાખો કે ધન કમાવું સહેલું નથી. અને કમાયા પછી જાળવવું તે પણ સહેલું નથી. એ પછી તેનો વાજબી ખર્ચ જ કરવો તે ઘણું અધરું છે. ધન મળે છે ત્યારે અહંકાર આવે છે. જેથી માણસની ચાલ-રીતભાત બદલાઇ જાય છે. એનામાં અહમ્ આવે છે. એ જ રીતે સત્તા પણ માણસને ફેરવી નાખે છે. આમ, ધન અને સત્તા-બંને મેળવનારને પોતે કોઈ વિશિષ્ટતા મેળવી છે તેવું લાગે છે. પણ એ જીવન જીવવાની સાચી રીત નથી કારણ તેમાં વિવેક નથી પણ અહંકાર છે. સંયોગો સ્વતંત્ર છે " માણસ જ્યારે ધન અને સત્તાની પાછળ દોડે છે ત્યારે તેનું મન અસ્તવ્યસ્ત થતું રહે છે. તેમાં અનેક તરંગો ઊઠે છે. એવા મનથી ધ્યાન થઈ શકતું નથી કારણ ત્યારે વિકલ્પો તેના મનને ડહોળે છે. પણ એ વાત માણસ સમજી શક્તો નથી. ભાગવત કહે છે કે સંયોગો સ્વતંત્ર છે, તેમ માણસ પણ સ્વતંત્ર છે. માણસ સંયોગોને ન રોકી શકે પણ સમતા રાખી શકે. ચૌદ બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધ રોકવાના પ્રયાસો કર્યા હતા છતાં એ યુદ્ધ રોકાયું નહોતું, અંતે યુદ્ધ થઈને જ રહ્યું હતું. શું ભગવાનનો પ્રભાવ ત્યારે ઓછો પડ્યો હતો ? ત્યારે ભગવાને દુર્યોધનને માત્ર પાંચ ગામડાં પાંડવોને આપવા કહ્યું હતું છતાં દુર્યોધન માન્યો ન હતો. તે વખતે ભગવાન રીસાયા નહોતા કે ગુસ્સે થઈ સુદર્શન ચક ઉપાડ્યું નહોતું. પણ એમણે એ સંયોગોનો સ્વીકાર કર્યો હતો. કેમ કે એ સમતાવાન હતા. ભગવ પરાયણ રહો
અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોમાં સાધકે શાંત રહી પોતાની ધ્યાન ધારા તૂટવા ન દેવી. હરતાં, ફરતા, ઊઠતાં, બેસતાં, સૂતાં કે કોઈ પણ કાર્ય કરતાં એ ધારા ચાલુ રાખવા કોશિશ કરવી. અશાંત બનવાથી મન વ્યાકુળ, વ્યગ્ર બને છે તેથી ધ્યાનધારા તૂટે છે. સંયોગો વિપરીત હોય ત્યારે શાંત રહેવા કોઈને કોઈ આધાર જોઇએ છે. ત્યારે પ્રશ્ન થાય કે કોનો ટેકો લેવો ? ભાગવત કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org