________________
ભાગવતનો સંદેશ
(૧૩)
એકમાં ખૂંચી શકે, કાંતો પરમાત્મામાં કાંતો સાંસારિક વિષયોના સુખમાં. તેથી માણસ પરમાત્માને ભૂલે છે.
બીજાનું સુખ જોવાતું નથી
સુખી માણસ, ધનવાન માણસ બીજાનું સુખ પ્રેમથી જોઇ શકતો નથી. એ માને છે કે બીજો કોઇ પણ માણસ પોતાનાથી વધુ સુખ મેળવી જાય નહિ. મોટા ભાગનો વર્ગ એવો છે કે પોતાનાથી બીજો આગળ વધવો ન જોઇએ અને વધે તો તેને કેમ કરીને અટકાવવો. આવી વૃત્તિને લીધે થાય છે એવું કે માણસ બીજાને સુખી કરી શક્તો નથી કે બીજાના સુખને જોઇ રાજી પણ થતો નથી, તેથી તેનામાં દ્વેષ ઉત્પન્ન થાય છે. દ્વેષયુક્ત મન ધ્યાન કરી શકતું નથી, પરમાત્મ ભજન તેને ગમતું નથી, તેથી તે પરમાર્થ માર્ગમાં જઇ શકતો નથી.
દુઃખમાં ડૂબે તે હર્ષ ન પામે
માણસ નાનકડા દુઃખથી શોકમાં ડૂબી જાય છે. તેથી હર્ષનો પ્રસંગ તેને સુખ આપી શકતો નથી. મહર્ષિ વ્યાસજી મહાભારતમાં કહે છે કે : ‘હર્ષના પ્રસંગો સો હોય તો શોક ના પ્રસંગો હજારો હોય છે.’ ડગલેને પગલે એ પ્રસંગો આવે છે. સંસારની વ્યવસ્થા એવી છે કે પ્રિય વ્યક્તિ ચાલી જાય છે અને અપ્રિય વ્યક્તિ જીવનમાંથી ખસતી નથી. આ બન્ને કારણો જીવનમાં શોક ઉત્પન્ન કરે છે. તે ચિત્તને વ્યાકૂળ કરે છે. જેટલું પ્રાપ્ત હોય તેટલામાં મનને સમાધાન થતું નથી અને અપ્રાપ્ય માટે વ્યક્તિ જ્યાં ત્યાં ઝાંવા નાખે છે. આ વ્યાકુળ થવાનું મોટામાં મોટું કારણ છે. તમે નવું ઘર બનાવ્યું તેમાં સુંદર લેટેસ્ટ ડીઝાઇનની ટાઇલ્સ નંખાવી પણ પછી પડોશીનું ઘર બન્યું તેમાં એનાથી નવી ડીઝાઇનની ટાઇલ્સ નંખાવી એમાં તમને ઇર્ષા થવાનું કારણ કયાં બન્યું? છતાં ઇર્ષા થાય છે, વાંધો આવે છે અને એ દુઃખ ઊભું કરે છે.
માણસની માનસિક ભૂમિકા
એક બીજી વાત એ છે કે તમે કોઇનું અપમાન ન કરો એ તમારા હાથની વાત છે પણ કોઇ તમારું અપમાન કરે તેમાં તમારું મન શા માટે ડહોળાઇ જાય છે ? ખરેખર તો કોઇ અપમાન કરે ત્યારે તમે દુઃ ખી ન થવું એ તમારા હાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org