________________
ભાગવતતો સદેશ
(૧૪૫)
નિવારણ ધર્મ વડે થાય છે. પ્રશ્ન એ છે કે એવો ધર્મ જીવવા શું કરવું ? ધર્મ આંતરિક ચેતનામાં પરિવર્તન લાવનારું પરિબળ છે માટે માણસ સહજ જીવે, સ્વાભાવિક જીવે, સ્વભાવમાં જીવે-એ જ ધર્મ છે. જેમકે ક્ષમા સ્વભાવ છે તેથી તેમાં રહેવું તે ધર્મ છે. વળી ખૂબી એ છે કે સ્વભાવમાં સતત-જીવન પર્યંત રહી શકાય. તો ઇર્ષા, ક્રોધ, લોભ એ વિકાર છે, વિભાવ છે– સ્વભાવ નથી, ધર્મ નથી. માટે તેમાં જવું તે ધર્મ નથી, પણ અધર્મ છે. વળી એ ભાવમાં સતત રહી શકાતું પણ નથી. એ કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી, આત્મા પ્રસન્ન રહેતો નથી. માટે ધર્મ નથી. જે કરવાથી આત્મા અને પરમાત્મા પ્રસન્ન થાય તે ધર્મ માણસ સ્વભાવમાં રહે તો પરમાત્મા પ્રસન્ન
જગતને રાજી કરવા માણસે જાતજાતના પ્રયત્નો કર્યા છે પણ જગત રાજી નથી થયું. પરમાત્માને રાજી કરનાર સર્વાત્માને રાજી કરે તે ‘યજ્ઞ છે. આ સાચી થીયરી છે. પૂજા, દીવા, કરવાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી. પણ માણસ સ્વભાવમાં રહે તો પરમાત્મા અને આત્મા પ્રસન્ન થાય છે. પરમાત્મા રીસમાં નથી હોતા એ તો સતત પરમ આનંદમાં જ હોય છે. રાજી કરવાની, થવાની વાત તો સાધકના પક્ષે છે. લઘુતાભાવ અહમ્ ઓગાળે
આત્માને, પરમાત્માને પ્રસન્ન કરવા માટેનું સૌ પ્રથમ કામ તો આત્મ સમર્પણ કરવું તે છે. તેના માટે આત્મા ઉપર ચડી બેઠેલા અહંકારે ઊભું કરેલું વ્યક્તિત્વ દૂર કરવું પડે. પછી જે શેષ રહે તે પરમાત્માને અર્પણ કરવું પડે. આત્મા અને પરમાત્મા નથી દેખાતા પરંતુ આત્મજ્ઞાની પુરુષ તો દેખાય છે. તેમને સમર્પણ કરવું તે ઉપાય છે. પણ એ સમર્પણ એમને એમ નહિ થાય. પ્રથમ અહમૂને કાઢો. તે માટે પ્રાણી માત્રની સેવા કરો અને તે પણ દાસ છું તેવા ભાવથી કરો. એ કઠિન છે છતાં તેમાં રહેલો લઘુતા ભાવ અહમ્ ઓગાળી સપુરુષ પાસે લઈ જાય. શરણ અપાવે પછી તેઓના માર્ગદર્શન પ્રમાણે વર્તવાથી આત્મા અને પરમાત્મા પ્રસન્ન થાય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org