________________
(૧૦૮)
ભાગવતનો સંદેશ
--
સૂર્ય આગળ ધન ધોર વાદળાં આવી જવાથી સૂર્ય ઢંકાય છે, તેથી પૃથ્વીને સૂર્ય પ્રકાશ મળતો નથી પણ જો વાદળાં હટે તો સૂર્ય પ્રકાશ મળે છે. એવી જ રીતે આત્મા ઉપર છવાયેલું કર્મનું, કષાયોનું, ફ્લેશ-કંકાસનું આવરણ હટે તો જેવો છે તેવો આત્મા પ્રકાશિત થાય છે. આમ આત્મા એટલે તમે પોતે હાજર જ છો. પણ વિકારોથી વ્યાકુળ બનેલું ચિત્ત વાસના પૂર્તિ કરવા જ્યાં ત્યાં ઝાવાં નાખતું જ રહે છે તેથી તેને પરમાર્થ કાર્ય માટે-સાધના માટે સમય નથી મળતો. માણસ સદાય આમ જ કરતો રહેશે તો તેના દેહના બંધન ક્યારે ય તૂટશે નહિ. હું આત્મા છું એ ભાવ આપો
ઋષભદેવજી પુત્રોને કહે છે : હે પુત્રો, સૌના દેહમાં આત્મા રહેલો છે. એ આત્મામાં પરમાત્મા છૂપાયેલો છે. તેને તમારે -માણસે-જોવાનો છે. માણસને તો શરીર જ દેખાય છે, અંદર રહેલો આત્મા નથી દેખાતો. જો માણસ શરીરથી પર જાય તો જ તેને આત્મા દેખાય. ‘નહિ હમ પુરુષા, નહિ હમ નારી.' મારી આવી જાતિ નથી પણ હું તો આત્મા છું. આવું ભાન થતાં સદ્ગુરુનું શરણ લેવાય તો જ સમજ પડશે કે દેહમાં આત્મા છે અને એ આત્મામાં પરમાત્મા છે. આમ થતાં પરમાત્મા પ્રત્યે ભક્તિ પ્રગટે છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ પ્રગટ છે. એવું ન થાય ત્યાં સુધી માણસ ભ્રમણામાં જ ઘેરાયેલો રહે છે. ખૂબી એ છે કે આ પ્રેમામૃત, ભક્તામૃતમાં ફલેશ, ઝેર, નિરાશા કે હતાશા નથી તેમાં તો છે ફકત પ્રેમ, પ્રેમ નો પ્રેમ જ. તૃષ્ણા એટલે સતત જોઈએ તે
જીવનની આ મોટામાં મોટી અનુભૂતિ છે. આ અવસ્થા તૃષ્ણાનો ત્યાગ ર્યા પછી જ મળે છે. તૃષ્ણા એટલે સતત કાંઈક ને કાંઇક જોઇએ છે એવી વૃત્તિ. ગરીબ એવા ભિક્ષુકે તપ કર્યું દેવ પ્રસન્ન થયા કહ્યું: “માગે તે આપું! પેલો કહે : 'મને ધન આપીને ગરીબી કાઢો. દેવ કહે તારી ઝોળી પહોળી કર, હું એમાં સોનામહોરોનાખીશ. જેટલી તેમાં સમાય એટલી તારી. પણ મહોરોના વજનથી ઝોળી ફાટી જઇને જમીન ઉપર પડશે તો બધી મહોરો ગાયબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org