________________
(૫૦)
ભાગવતતો સદેશ મેળવવાનું કશું બાકી નથી રહેતું, જાણવાનું બાકી નથી રહેતું. તેઓ બધું જ જાણે છે. તેમનામાંથી મોહ અને અજ્ઞાન સંપૂર્ણપણે ચાલ્યાં ગયાં છે. પરિણામે કશું જ તેમનાથી ગુપ્ત નથી રહેતું. આવી તેમની ચેતના છે. કરોડો વ્યક્તિઓમાંથી આ પરમચેતના ચોવીસી થઈ. અનેક યુગો સુધી જંગલના વૃક્ષો જે જમીનમાં દટાયાં. તેમાંથી ખનીજ કોલસો થયો. વળી એ કોલસો પૃથ્વીના ભારથી દટાયો અને અનેક પ્રક્રિયા થઈ તેથી તેનો હીરો બન્યો. એ જ રીતે આ પરમચેતના” ઘડાઈને પરમ દિવ્ય શરીર લઈને આ પૃથ્વી ઉપર માનવ કલ્યાણ માટે આવી. પરમ આનંદમાં જ સતત રહેતી આ ચેતનાઓ માનવ માત્રને એમાં લઈ જવાના ભાવમાં રહે છે. એ છે કરુણાનો પ્રકર્ષ ભાવકરુણા.” મૂળ રોગ જન્મ છે
માણસ માને છે કે દુઃખ દૂર કરવા માટે ભોજન, કપડાં અને ઔષધ મળવાં જોઇએ. એ માન્યતાના કારણે “દાન” અપાય છે. કરોડો માણસો ભૂખ્યાં અને કપડાં વિનાના છે. એમને આ બે સાધનો મળવાથી સુખી નથી થઈ જતાં. એમ કરવાથી આ વિષમ સમસ્યા હલ નથી થઈ જતી. કારણ કે, એ મળ્યા પછી પણ એમને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પડે છે. કહેવાતું સુખ પણ તેમને પીડા આપે છે. પરમ ચેતનાને એવો વિચાર આવે છે કે જગતના જીવોનો મૂળ રોગ જન્મ છે. તેને કાપવાથી આ દુઃખ દૂર થઇ અમને મળ્યો છે તેવો આનંદ તેઓ મેળવશે. મૃત્યુ દૂર નહિ થાય, કારણ તે આપણા વશમાં નથી. જન્મ ટાળો તો મૃત્યુ જશે
માટે તો જ્ઞાની પુરુષો મૃત્યુ પહેલાં મમત્વ છોડવાની વાત કરે છે. સંત તુકારામ મૃત્યુની પળે કહે છે: “આમી જાતો આમચા ગાવા, માઝા, રામ, રામ, રામ રામ.’ એટલે કે અમે અમારા મૂળ સ્થાનમાં જઇએ છીએ અને રામ-રામ કહી રામ પામવાનું તમને આમંત્રણ આપીએ છીએ. અમેત્રેયીજી કહે છે કે એ મૃત્યુન હોય તેવું જીવન છે ત્યાં કેવળ અસ્તિત્વ જ છે, જન્મ નથી માટે ત્યાં મૃત્યુ નથી, સુખ કે દુઃખ નથી, છે કેવળ “પરમ આનંદ,’ આવું જીવન પણ છે તે શંકા ક્ય વગર સ્વીકારો. મૈત્રેયીજી કહે છે કે “મરવું કોને પડે? જેને જન્મ હોય તેને. જો જન્મ જ ન હોય તો મૃત્યુકોને આવે? માટે જન્મટાળો તો મૃત્યુનું દુઃખ જશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org